________________
1
1,
***
**
1
* *
૬૯૦ ] તHવાતિ નાજ્ઞાસ્ત્રના [ સિદ્ધાન્તકા ભ૦ ગીe અ૦ ૧૫/૧
- છની ઉત્પત્તિનું મૂળ વ્યવહારમાં ઝાડને મૂળ બીજ હોઈ તે ઝાડનું કારણ ગણાય છે, તેમ આ બ્રહ્માંડરૂપ કાર્યસૃષ્ટિનું બીજ હિરણ્યગર્ભ (વૃક્ષાંક ૧૨) કહેવાય છે; અને તે બીજાને પ્રથમ અંકુર ધારણ કરનાર જે મૂળ તે જ બ્રહ્મદેવ(ક્ષાંક ૧૩) સમજે. હવે કોઈ પૂછે કે બીજનું કારણ શું? તો તે પ્રત્યક્ષ બતાવી શકાતું નથી, પરંતુ વૃષ્ટિ ઇત્યાદિકમાંથી ઝરતા અમૃતને તે જ્યારે ધારણ કરે છે ત્યારે જ તે ઊગી નીકળે છે, એવી રીતની સૂમદષ્ટ વડે, અનુમાનથી જ તેના કારણની કલ્પના જાગૃવામાં આવી શકે છે; તેમ આ બીજનું કારણ શું? તે મહાપ્રાણુદિ તો (વાંક ૬ થી ૧૨ સુધીનાં) છે એમ અનુમાનથી જાણવામાં આવે છે. આ મુજબ બીજને કારણે સૂક્ષ્મ છે. હવે કોઈ વૃષ્ટિ ઇત્યાદિનું કારણ પૂછે તો તેને એમ જ કહેવું પડે કે તે તો સૂમથી પણ સૂમ હોઈ અનુમાનથી પણ પર છે તેમ આ મહત્તવાદિનું કારણું અનુમાનથી ૫ણ પર હોવાથી તેને મહાકારણ એવું નામ બોધને માટે આપવામાં આવેલું છે. કારણની મર્યાદા અત્રે પૂર્ણ થઈ એમ સમજવું (વૃક્ષાંક ૩ થી ૫ જુઓ). પ્રકૃતિનો મર્યાદાનો પ્રારંભ પણ અત્રેથી જ શરૂ થાય છે એમ જાણું. હવે કાર્યસૃષ્ટિ સંબંધમાં જે ઉપર કહેવામાં આવ્યું છે તેની શરૂઆત બ્રહ્મદેવથી થાય છે, તે બ્રહ્મદેવ પોતામાંથી જ ઉત્પન્ન થયેલા વેદને આધારે સંકઃપવશાત આ સમષ્ટિ બ્રહ્માંડને સ્વમની જેમ પિતામાં જ ઉત્પન્ન કરે છે. તે સમષ્ટિ વિરાટના શરીરમાંથી પ્રથમ છ૩૫ પરાવાણુ ઉત્પન્ન થઈને મૂલાધારાદિ ચક્રો દ્વારા ઈદેપે બહાર પડે છે. તેનું વર્ણન અહીં સંક્ષેપમાં આપવામાં આવેલું છે (આ સંબંધે વધુ સ્પષ્ટતાને માટે અધ્યાય ૨ તથા અધ્યાય ૮ શ્લેક ૧૧, પૃષ્ઠ ૪૩૭ થી ૪૫૬ માં જુઓ).
શબ્દબ્રહ્મ કિંવા વેદનું સુક્ષ્મ સ્વરૂપ આ ચરાચર વ્યાપક એવા બ્રહ્માંડની શરૂઆત આકાશથી થયેલી હોઈ તે આકાશનો ગુણ શબ્દ છે. આ રીત પ્રથમતઃ સમષ્ટિ દેહને અભિમાની જે બ્રહ્મદેવ તેમાંથી સૌથી આરંભમાં શબ્દબ્રહ્મ એટલે વેદનું પ્રાકટ્ય થયેલ છે. આ સમષ્ટિ વા કાર્યસૃષ્ટિની ઉપરની કારણસૃષ્ટિમાં એ નિયમ છે કે પ્રથમ શબ્દરપર્ણાદિ તમાત્રાની ઉત્પત્તિ થવા પામે છે તથા ત્યાર પછી પાંચ મહાભૂત ઉત્પન્ન થાય છે, પણ આ વિરાટ૨૫
સ્થળસૃષ્ટિમાં તે પ્રથમ શબ્દતન્માત્રા અને પછી આકાશની ઉત્પત્તિ થઈ તે પછી આ શબ્દ પર, પર્યંતી, મમમા અને વિખરી એ કમે સ્થૂળ સ્વરૂપે પ્રકટ થાય છે. આ રીતે કાર્યસૃષ્ટિ ઉત્પન્ન થવા પામી તે પૂર્વે સક્ષમ તન્માત્રારૂપ એ જે શબ્દ તે જ વેદ હોઈ તે પ્રથમ સૂમરૂપે હતા એટલે સમષ્ટિને અભિમાની છે. બ્રહવ તેની ઉત્પત્તિ પૂર્વે કારણસૃષ્ટિમાં શબ્દતમાત્રારૂપે તથા સૂકમ પંચમહાભૂતામાં અપ્રગટ હતા જ (જુઓ વૃક્ષાંક ૮ ના પેટામાં), તેથી જ તે અપૌરુષેય ગણાય છે અને અપૌરુષેય એવા આ વેદનું
સ્વરૂપ તથા અર્થ જાણવો ધણોજ કઠણ છે. પરા, પઢંતિ અને મધ્યમાં નામનું શબ્દબ્રહ્મ એટલે વેદનું સમસ્વરૂપ કાળ અને દેશાદિની મર્યાદાથી રહિત હોય છે, કારણ કે વેદનું વખરી વાણીમાં પ્રકટ થયેલું જે આ સ્વરૂપ છે તે સમષ્ટિ અભિમાની બ્રહ્મદેવના મુખમાંથી કરોળિયાના મોંમાંથી નીકળનારા તાંતણાની જેમ સ્વાભાવિક રીતે જ પ્રકટ થવા પામેલ છે. આમ વેદનું મૂળ સ્વરૂ૫ સુકમથી પણ અત્યંત સૂમ હોવાથી તેનો અર્થ પણે જ ગંભીર હોઈ સમુદ્રની પછે જેમાં પ્રવેશ થ પણ અશકય છે એવો છે. તે એટલે જેનું અધિષ્ઠાન આત્મા છે તેવા અનતશકિત વાળા ઈશ્વરરૂપી વિવર્તરૂપે સર્વને નિયંતા “હું” કહેવાઉં છું (વૃક્ષાંક ૨) તેની સાથે અધિષ્ઠાનની સત્તાથી રહેલું એ શબ્દબદ્ધનું પરા, પર્યંતિ અને મધ્યમારૂપ સૂમસ્વરૂપ અંતર્દષ્ટિએ જેવાથી કમળના નાળના તંતુની પેઠે પ્રાણુમાત્રમાં નાદરૂપે જોવામાં આવે છે. એવા સૂક્ષ્મથો પણ અતિ સૂમરૂપમાંથી આ વખરી નામનું જે વેદનું ધૂળ સ્વરૂપ છે તે નીચે પ્રમાણે ઉત્પન્ન થયું છે.
ઇદને પાંદડા કેમ કહા? જેમ કોળિયો પોતાના હાથમાંથી મુખદ્વારા લાળના તંતુને બહાર પ્રકટ કરે છે તેમ પ્રાણાપ ઉપાધિવાળા હિરણ્યગર્ભરૂપ મૂર્તિમાન બ્રહ્મદેવ કે જે વાસ્તવિક વેદમૂર્તિ એટલે જ્ઞાનસ્વરૂપ તથા અમૃતમય છે