________________
૬૮૮ ]. વામિ ગ્રાને તૃણમૂ- [ સિદ્ધાન્તાડ ભ૦ ગીઅ ૧૫/૧ પ્રથમ બંધાયેલો હતો અને હવે મુક્ત થયો એવી કલ્પના પણ હોતી નથી. આ રીતે જીવનમુક્તિની કલ્પના જે પ્રથમ કહેવામાં આવેલી છે. બ્રહ્મા, વિષ્ણુ, મહેશાદિ દે તેવા પ્રકારના સ્વભાવસિદ્ધ જીવન્મુકતો છે. એ પ્રમાણે કરવામાં આવતે બોધ પણ અજ્ઞાનની નિવૃત્તિ પૂરતો જ છે. આથી વાણી, મન, બુદ્ધિ ઇત્યાદિ દ્વારા થતાં વર્ણને તથા તે કક્ષામાં આવતા તમામ વ્યવહાર સંસારકક્ષામાં આવી જાય છે. આત્માને માટે તે પ્રથમ કહ્યા પ્રમાણે ફક્ત સુષુપ્ત મૌન જ છે. (અધ્યાય ૧૩ શ્લોક ૧૩ પૃષ્ઠ ૬૩૩, ૬૩૪ જુઓ) આ સર્વ તારા લક્ષમાં આવ્યું એટલે હવે હું તને જે ગુ0માં ગુહ્ય જ્ઞાન કહેવાનો છું તે તને સ્પષ્ટ રીતે સમજાશે,
श्रीभगवानुवाच
ऊर्ध्वमुलमधःशाखमश्वत्थं प्राहुरव्ययम् । छन्दासि यस्य पर्णानि यस्तं घेद स वेदवित् ॥१॥
મૂળ ઊંચે તથા શાખા નીચે કેમ? શ્રીભગવાન બોલ્યાઃ જેનું મૂળ ઊંચે, શાખા નીચે, પાંદડાં છેદે છે જેને અશ્વત્થ એટલે ક્ષણિક કહે છે તેને જે વાસ્તવિક અવ્યય એટલે આત્મરૂપ છે એમ જાણે છે તે જ વેદવિત એટલે ખરો જાણવાવાળ અર્થાત નાની છે. આવા પ્રકારનું એક વાક્ય શ્રતિ (કઠોપનિષદ)માં પણ કહેવામાં આવ્યું છે. ઊંચે કિંવા ઉત્કૃષ્ટ મૂળવાળું, અનેક શાખાઓવાળું, આ સતત પ્રવાહરૂપે ચાલી રહેલું સનાતન એવું અશ્વત્થ એટલે જે કદી પણ શાશ્વત રહેનારાં નથી તે વસ્તુતઃ અમૃતરૂ૫ એવું શુદ્ધ બ્રહ્મસ્વરૂપ કહેવાય છે અર્થાત બ્રહ્મરૂપ છે. તે બ્રહ્મા આશ્રયે જ આ સર્વલોકે રહેલા છે. તે અર્થાત આ બ્રહ્મનું કાઈપણ અતિક્રમણ કરી શકતું નથી એટલે બ્રહ્મને છોડીને કાંઈ પણ રહી શકતું નથી. આ તે છે (કઠ૦ અ૦ ૨ વલી ૩ મંત્ર ૧) આ શ્લોકમાં ભગવાન શ્રીકૃષ્ણ એમ કહી રહ્યા છે કે હે પાર્થ ! જે કેવી વિચિત્રતા છે ! વ્યવહારમાં જે વૃક્ષ તારા જેવ આવે છે તેનું મૂળ નીચે તથા શાખાઓ ઉપર હોય ત્યારે આ મિથ્યા એવા સંસારરૂપી વૃક્ષનું મૂળ ઉપર અને શાખાઓ નીચે છે આ કેવો ચમત્કાર ! (આરંભમાં આપવામાં આવેલું વૃક્ષ જુઓ એટલે ઉપર મૂળ અને નીચે શાખા કેવી રીતે છે તે જાણવામાં સરળતા થશે.) જે કે વ્યવહારમાં જોવામાં આવતા આ રથળ પંચમહાભૂતોની ઉત્પત્તિ આકાશથી થયેલી છે, તે આકાશ સૌથી પ્રથમનું હેઈ ચારે મહાભૂતોનું મૂળ છે. તે જે ન હોય તો બીજા ચારે મહાભૂતોનું અસ્તિત્વ કદી પણ સંભવતું નથી. આ મૂળ આકાશમાંથી પ્રથમ વાયુ વાયુમાંથી વહિં કિવા તેજ વહિ (તેજ)માંથી જળ અને જળમાંથી પૃથ્વીતત્વ બનેલું છે. એ ક્રમે આકાશને પૃથ્વીતત્ત્વ સુધી વિકાસ થવા પામેલ છે. આ પૃથ્વીની અંદર પહાડો, વૃક્ષો, તથા લતા, પત્રો ઈત્યાદિ અસંખ્ય આકારો બની વળી પાછા નીચેથી ઉપર એમ વધે છે. આ પૃથ્વીની અંદર ઉગેલાં વૃક્ષો જુઓ તો જણાશે કે તેનું બીજ પૃથ્વીમાં હોઈ તેઓ નીચેથી ઉપર આકાશ તરફ વધે છે, તેવી રીતે આ સંસ વૃક્ષને મળ સૌથી ઉપર એ ઈશ્વર (વૃક્ષાંક ૨) હેઈ ત્યારપછી માયા ( ક્ષાંક ૩) તેના ત્રણ ગુણે તથા અવ્યક્ત પ્રકૃતિ (વૃક્ષાંક ૪) ત્યાર પછી જ્ઞાનશક્તિ, ક્રિયાશક્તિયુક્ત અર્ધનારીનટેશ્વર (ક્ષાંક ૫) ત્યારપછી મહાપ્રાણ છવ (વૃક્ષાંક ૬), પછી મહત્તવ (વૃક્ષાંક ૭), ત્યાર પછી અહંકાર (ક્ષાંક ૮) આ અહંકાર (૧) તામસ (૨) તેજસ અને (૩) વૈકારિક, એમ ત્રણ પ્રકારને થયા. અને પછી તે જ ક્રમે કર્તા, કારણ અને કાર્યરૂપે તથા કમે અધિદેવ, અધ્યાત્મ અને અધિભૂત એવા ત્રણ પ્રકારે વિભાગને પામ્યો. કર્તા કિંવા અધિદેવમાંથી મનમય સૃષ્ટિમાં ક્રમે (૧) દિશા (૨) ઔષધિ (ક્ષ નામને વાયુ) (૩) સૂર્ય (૪) વરુણ (૫) અશ્વિનીકુમાર (વાયુ) (૬) અગ્નિ (૭) ઇન્દ્ર (૮) વિગુ (૯) પ્રજાપતિ (૧૦) મિત્ર એવી અધિદેવતાઓની ઉત્પત્તિ થઈ છે. કારણ વા અધ્યાત્મમાંથી ઇદ્રિય સમૂહ ઉત્પન્ન થયો. તેમાં બે પ્રકાર પડે છે (૧) સ્થાન (૨) ઇંદ્રિયો: (૧) કાન (૨) ત્વચા (૩) નેત્ર