________________
ગીતાદેહન ] તે અંતે આત્મવરૂપભૂત ફળને જરૂર જરૂર પ્રાપ્ત કરે છે. [ ૬૮૭ વિષયવાસનારૂપી જાળમાં ફસાવનાર છે. બાકીના ત્રણ નિશ્ચયો શુદ્ધ તૃષ્ણાવાળા હોવાથી તેની પૂર્ણતા તો જ્યારે જીવન્મુક્તિ પ્રાપ્ત થાય ત્યારે જ થાય છે. આમ તે ત્રણ નિશ્ચય મિથ્યા મેહ (ભ્રમ) છોડાવવાના કારણભૂત હોવાને લીધે રવછ અને શુદ્ધ તૃષ્ણાવાળા ગણાય છે. પરંતુ હું પાર્થ ! ધ્યાનમાં રાખ કે આ નિશ્ચય કાંઈ કેવળ મોઢે બોલવા પૂરતા જ નથી; પરંતુ સારાસાર વિવેક કરી જગતની અસત્યતા સત્યતાને જ્યારે અંતઃકરણમાં પૂર્ણ નિશ્ચય થાય છે, ત્યારે જ તે અભ્યસનીય હોય છે. જ્યાં સુધી તેનો વિવેક થયેલો હોતો નથી ત્યાં સુધીને માટે તે કેવળ વાણીવડે બેલવામાં આવતા એ નિશ્ચ પણ તદ્દન નિરર્થક જ છે. સંસારની અસારતા સારી રીતે સમય અને એક આત્મા જ સર્વત્ર વ્યાપક છે એવી રીતનો દઢ નિશ્ચય થાય તે જ ખરો નિશ્ચય. સિવાય કેટલાંક જે પૂર્ણ શ્રદ્ધા વડે યુકત થઈ તે અભ્યાસ નિઃશંક થઈને કરે તો તેઓ પણ સ્વરૂપની પ્રાપ્તિ અવશ્ય કરી શકે છે, પરંતુ કેવળ મેઢેથી બોલનારા પણ અંદરખાને શંકાઓમાં ડૂબેલાઓ તો ખરેખર મૂઢે જ કહેવાય. તેવા દેહના અર્થાત દેહ એટલે જ હું એવા નિશ્ચયવાળા દેહાધ્યાસી મૂઢો આ આત્મજ્ઞાનરૂપી યોગને લાયક નથી; પણ છેલ્લા ત્રણ નિશ્ચય જે જીવન્મુક્તિ કરાવનારા છે તે તો સંશયથી રહિત બનેલા અને આત્માનું પરોક્ષજ્ઞાન પ્રાપ્ત કરેલા વિવેકીએ જ કરી શકે છે અને તેવા જ આ આત્મજ્ઞાનને માટે લાયક છે. તે બુદ્ધિમાન ! આ સર્વ દશ્ય આદિ “હું જ છે એ સર્વાત્મભાવનો નિશ્ચય જેનો થયેલો હોય છે તેની બુદ્ધિ કદી પણ ફરીવાર ઉદ્વેગ પામતી નથી. ઉપર નીચે, આમતેમ, હું, તું, તે, આ ઇત્યાદિ જે જે કાંઈ છે તે બધું આત્મસ્વરૂપ જ વ્યાપેલું હોઈ તે વડે જે જે કાંઈ હોય તે પણ આત્મા જ છે તથા તેવું જાણનારો પોતે પણ આમા જ છે એવો દઃ નિશ્ચય જેનો થયેલો હોય તેને ફરીથી બંધનમાં પડવાનું રહેતું જ નથી. ચોથા પ્રકારના નિશ્ચયમાં સર્વથી રહિત નિઃશેષ એવું જે પરમતત્વ અવશેષ રહે છે, તેને જુદા જુદા વાદીઓએ શન્ય, પ્રકૃતિ, માયા, બ્રહ્મ, વિજ્ઞાન, શિવ, પુરુષ, ઈશાન, નિત્ય અને આત્મા ઇત્યાદિ નામ આપેલાં છે.
શું બ્રહ્મા વિષ્ણુ પણ છે છે? આમ ત્રણ પ્રકારના નિશ્ચયવાળા જીવો ઉપર કહેલા સંસારભ્રમની ચાલતી ઘટમાળમાંથી શ્રી જીવન્મુક્તિ પામેલા હોય છે. આધી ઉપર કહેલા સંસારચક્રના વિવેચનમાં કેટલાક જીવો જીવન્મુકત થયા છે, ટલાક થવાની અણી ઉપર છે. કેટલાક થશે, કેટલાક થઈ ગયા ઇત્યાદિ વર્ણન આવેલાં છે, બીજી વાત એ કે તું કદાચ શંકા કરશે કે શું બ્રહ્મદેવ, વિષ્ણુ, નારાયણ, મહાદેવ, ઇંદ્ર વગેરે મોટા મોટા દેવો પણ સંસારમાં જ કહેવાય ? તે તે સંબંધે નિશ્ચયાત્મક જાણ કે, આ સંસારમાંના છો જ્યારે વ્યષ્ટિ મટીને સમષ્ટિને અહંકાર ધારણ કરે છે તથા તેવા તેવા બનવાનો દઢ સંકલ્પ કરીને જ્યારે તેમની તે ઉપાસના સિદ્ધ થાય છે, એટલે તેઓ જ આ બ્રહ્મદેવદિકરૂપે બને છે, કે જેઓ રવાભાવિક રીતે મુકત જ હોય છે. આમ જેઓએ જીવન્મુકિત પ્રાપ્ત કરેલી હોય તેઓ અનિર્વચનીય એવા બ્રહ્મનું જ સાકારસ્વરૂપ છે એમ સમજે. તેઓ તો પિતે આકારવાળા દેખાતા છતાં પણ આકારવાળા નથી પરંતુ બ્રહ્મથી અભિન્ન છે. જો કે આ સર્વ બ્રહ્મ જ છે છતાં જેઓ પિતાને બ્રહ્મથી ભિન્ન માને છે તેવા અજ્ઞાનીઓની દષ્ટિએ તો તે બ્રહ્મથી અભિન્ન હોવા છતાં પણ જાણે ભિન્ન જ હોય તેમ જણાય છે અને તેથી તે પૈકી જેઓ આત્માને અપરોક્ષાનુભવ લઈને આત્મસ્વરૂપ બનેલા હોય છે તેવા જીવન્મુક્તો ખરેખર આત્માથી અભિન્ન એવા મહાદેવ જ છે, એમ નિશ્ચયાત્મક સમજ. તેથી તેમની ભકિત કરનારાઓ પણ અંતે તેઓ જે સ્વરૂપમાં સ્થિત છે તેવા આત્મવરૂપને જ પામે છે. એટલા માટે હે તાત ! તું સારી રીતે નિશ્ચય કર કે વાસ્તવિક આત્મા તો તદ્દન અનિર્વચનીય જ છે. તે કદી જન્મેલે જ નથી, તેમાં હું, તું, તે, આ, મારું, તારું ઇત્યાદિ ભાવોનો અંશ પણ નથી. જેમ પાણીને હું પાણી છું એવી ખબર પણ પડતી નથી તેમ આત્માને હું આત્મા છું તથા મારામાં હું તું, તે, આ, મારું, તારું ઇત્યાદિ કાંઈ હશે એવી કિંચિત્માત્ર પણ ખબર નથી. એટલું જ નહિ પરંતુ તેવું કહેનારો અથવા જાણનાર કોઈ હશે તેની પણ કલ્પના હોતી નથી. એટલે હું જીવ હતો ને હવે આત્મા થયે, હું