________________
qતે તરાના) જત ટુતિ / 2.
[ સિદ્ધાન્તકાડ ભ૦ ગી- અ. ૧૫
ભાસમાન થઈ રહ્યા છે. આમ મમભાવના પ્રાકનું મૂળ એટલે મમભાવ પ્રકટરૂપે જણાવા લાગ્યો તેનું ઉગમનું જે રથાનક તે આ જ છે (વૃક્ષાંક ૬). ત્યાર પછી મહત્તત્વ કે જે પરમાત્માનું અંતઃકરણ કહેવાય છે તેની ઉત્પત્તિ થઈ (વૃક્ષાંક ૭) પછી અહંકાર (વૃક્ષાંક ૮) અને તે અહંકારના વૈકારિક, તેજસ અને તામસાદિ પેટા પ્રકારો ઉત્પન્ન થયા(જુઓ ક્ષાંક ૬ થી ૬ પેટા વિભાગો સહ). ત્યાર પછી ભગવાનના ચિત્તરૂપ એવા નારાયણ કિંવા ક્ષેત્રજ્ઞ (વૃક્ષાંક ૮)ની ઉત્પત્તિ થઈ, બાદ પરમાત્માની બુદ્ધિ અને તેના દેવતારૂપ બ્રહ્મદેવ (વૃક્ષાંક ૧૦ ) અને બાદ ભગવાનના મનરૂપ સોમદેવતાની ઉત્પત્તિ થઈ (વૃક્ષાંક ૧૧ ), ત્યારબાદ નારાયણનું નાભિકમળ કિંવા હિરણ્યગર્ભ (વૃક્ષાંક ૧૨ ) અને તેમાંથી બ્રહાદેવ કે જે ચૌદલોકવાળું આ ચરાચર સમષ્ટિ બ્રહ્માંડ૩૫ કાર્ય (પ્રગટરૂપે કાર્ય થવું તે ) ઉત્પન્ન કરે છે તેની ઉત્પત્તિ થવા પામેલી છે (વક્ષાંક ૧૭). આ બ્રહ્મદેવ પોતે પોતાના સત્ય સંક૯પના બળવડે ચૌદ લોકવાળું ચરાચર બ્રહ્માંડ નિર્માણ કરે છે (વૃક્ષાંક ૧૪ થી ૧૫ થ સુધી જુઓ) જેવી રીતે વ્યષ્ટિ જીવો (મનુષ્યો) પિતાના મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર વડે અનેક પ્રકારના સંક૯પ વિક૯પ કરે છે પણ તે પૈકી ઘણા થોડાની સિદ્ધિ થવા પામે છે, કારણ કે મનુષ્યો અસત્ય સંકલ્પવાળા હાઈ બ્રહ્મદેવના સંકલ્પની મર્યાદામાં રહેલા હોય છે, પરંતુ ઈશ્વર સત્યે સંક૯પ૩પ હોવાને લીધે તેના અંત:કરણરૂ ૫ મહત્તત્ત્વ (વૃક્ષાંક ૬)માં તો જેટલા જેટલા સંકલ્પો રફરે તેટલા બ્રહ્મદેવો જ ઉત્પન્ન થાય, જેટલા નિશ્ચય થાય તેટલા તેટલા નારાયણ વિણ) તથા અહંઅહે એવી ભાવના ફરે તેટલા તેટલા સ્ત્રો નિર્માણ થાય છે. આ રીતે નિત્યપ્રતિ કરોડો ઢો, વિષ્ણુ, બ્રહ્મદેવ ઉત્પન્ન થતા જ રહે છે, તેને અંત નથી. વળી પાછા તે પ્રત્યેકના સંકલ્પવડે અસંખ્ય બ્રહ્માંડ નિર્માણ થતાં રહે છે. આ રીતે જેમ ઝાડના મુળમાંથી શાખાપ્રતિશાખાઓની ઉત્પત્તિ થતી રહે છે તેમ આ સંસારવૃક્ષમાં બ્રહ્મા, વિષ્ણુ અને મહેશાદિ જેવા દેવતાઓનો પણ જ્યાં પાર નથી તો પછી તેમણે બનાવેલાં બ્રહ્માંડ અને
નાં ચૌદલાક અને તેમના પ્રત્યેકના ચાહતે ચિત્રવિચિત્ર વ્યવહાર એ બધાની વાત જ શી પૂછવી ? આ મુજબ મિથ્યા માયા (વૃક્ષાંક ૩) કે જેનો આત્મા (વૃક્ષાંક ૧)માં લવલેશ પણ નથી તેણે સત્વ, રજ, અને તમે એવા ત્રણ ગુણો વડે જેનો અંત નથી એવું ઉપર બતાવેલાં વાવાળું આ મિથ્યા માયાવી સંસારરૂપી વૃક્ષ ખડું કરી દીધું છે. વસ્તુતઃ તે બધું આત્માથી અભિન્ન હોવા છતાં પણ જાણે આત્માથી અત્યંત જુદુ જ ન હોય એવા પ્રકારે ભાસમાન થાય છે.
ચાર પ્રકારના નિશ્ચના સ્વરૂપની સ્પષ્ટતા ભગવાન આગળ કહે છે : હે પાર્થ ! હવે તું આ સંસારરૂપી વૃક્ષનું સ્વરૂપ સારી રીતે સમજી શક્યો હશે. માટે આત્માના સ્વરૂપની દઢતા અર્થે મારે તને ના ચાર નિશ્ચય સંબંધમાં જે કહેવાનું છે, તે આગળ કહું છું કે તું ધ્યાન દઈને સાંભળ. ઉપર જે તને અસંખ્ય બ્રહ્માંડ તથા જીવોયુક્ત એવા સંસારવૃક્ષનું વર્ણન કહેવામાં આવ્યું તે સંસાર ઉપર બતાવી ગયા તેમ ચાર પ્રકારના જીવો વડે જ વ્યાપેલો છે એટલે આ સમગ્ર સંસાર ચાર પ્રકારના નિશ્ચયવાળા જીવોથી જ ભરેલો છે, (૧) દેહાધ્યાસી એટલે હું દેહ છું, એવા નિશ્ચયવાળા, (૨) હું અને મારું ઇત્યાદિ સર્વ ભાવને દ્રષ્ટા કિંવા સાક્ષીપણા વડે જોનારા, (૩) , હું એને મારું તથા સાક્ષી ઇત્યાદિ સર્વ આત્મસ્વરૂપ જ છે એવી રીતના સર્વાત્મભાવના નિશ્ચયવાળા તથા (૪) આત્મામાં હું, મારું, તેનો સાક્ષી ઇત્યાદિ કઈ ભાવોની કદી ઉત્પત્તિ જ થયેલી નથી, એવા નિશ્ચયવાળા. આ પ્રકારના ચાર નિશ્ચય પૈકી હું એટલે માતા પિતા વડે ઉત્પન્ન થયેલો એવો આ શરીરધારી એ દેહ જ છું એવા પ્રકારને જે પહેલે નિશ્ચય છે તે મલિનભાવનાવાળો હોવાથી બંધન કરનાર છે. અનેક પ્રકારની મિથ્યા વિષયવાસનાઓવાળી ત્રણ ગુણની માયામાં સપડાયેલા અને અનેક ચિત્રવિચિત્ર યોનિઓને પ્રાપ્ત થયેલા એવા આ નિશ્ચયવાળા જીવોથી જ આ બધે વિશાળ સંસાર વિસ્તારને પામેલો જોવામાં આવે છે. બાકીના ત્રણ નિશ્ચયે તે ક્રમે આત્મસ્વરૂપનું સાચું જ્ઞાન કરાવી આપનાર હોઈ બંધનમાંથી છોડાવનારા હોવાથી તેને શાસ્ત્રમાં ગ્રાહ્ય ગણવામાં આવ્યા છે. પહેલો નિશ્ચય તે અનેકવિધ તૃષ્ણાઓ ઉત્પન્ન કરાવી