________________
૬૮૪ ]
प्रयतः श्राद्धकाले वा तदानन्याय
[ સિદ્ધાન્તકાણક ભ૦ ગી- અ. ૧૫
પણ એય નથી અને કચવાવું પણ યોગ્ય નથી. જેમ ઝાડની ઉપર અનેક પાંદડાઓ ઉત્પન્ન થઈ તેનો હંમેશા નાશ થતા રહે છે તેમ આ સંસારવૃક્ષમાં ઉપર કહેવામાં આવેલા તમામ જી ફરી ફરી ઉત્પન્ન થઈ મરણને શરણ થયા જ કરે છે, તેમાં કુબુદ્ધિપુરુષો કે જેઓ પોતાનું હિત કદી ઈછતા જ નથી પરંતુ વિષયરૂપ વાસનામાં જ સડી રહેલા હોય છે, તેવાઓને માટે તે આ આત્મજ્ઞાનને ઉપદેશ વનમાંના ઠંઠાની પાસે કથા વાંચવા સમાન જ થઈ પડે છે. આવા વિષયલંપટ પુરુષોમાં અને પશુઓમાં શું અંતર છે ? પશુઓ દોરડા વડે બંધાઈને ખેંચાયા કરે છે તેમ વિષયલંપટ પુરુષો મનરૂપી મિથ્યા દોરડા વડે બંધાઈને અનેકવિધ વિષયોના પાશ વડે બંધાય છે. આવા લોકોની મૂર્ખતા જોઈને તો ખરેખર પથ્થરને પણ કદાચ રડવું આવે; પરંતુ આ મૂર્ખઓ પોતે વિષયપાશમાંથી છૂટવાની કદી પણ ઇચ્છા જ ધરાવતા નથી તો તેવાઓને માટે શું થાય? વાસ્તવિક રીતે મન, અને તેને આ વિષયાદિ વગેરે બિલકુલ નહિ હેવા છતાં મિથ્યા માની બેઠેલા મૂઢ વિવેક કરવાને માટે પણ જ્યાં તૈયાર ના હોય તે તેવાઓને માટે શો ઉપાય ? આમ પૃથ્વીમાં પશુસમાન મનુષ્યોને ઉપદેશ આપી તેનું દુ:ખ મટાડવું એવું જે સમજતો હોય તે પુરુષ પોતાના હાથમાં રહેલી એક છત્રી વડે આખા આકાશને તડકાથી રહિત કરવાને વ્યર્થ પરિશ્રમ કરે છે એમ કહેવું તમાત હે ભારત ! તું તો હવે સારી રીતે પ્રબોધને પામી ચૂક્યો છે, માટે “ આ મન કિંવા દેવાદિ, ઇકિયાદિ વા વિષયાદિ ઇત્યાદિ કાંઈ છે જ નહિ” એવો હંમેશા વિચાર કર્યા કર. “હું છું અને આ જગત છે' એવી એપણાની કલ્પનાને સમૂળ ત્યાગ કર. તું આમા જ છે, જેમાં આ સર્વ બ્રહ્માંડરૂપ સંસાર સમાઈ જાય છે તેવા તારા સ્વરૂપથી લેશમાત્ર કાંઈ પણ ભિન્ન નથી.
આત્માનું સ્વરૂપ અનિર્વચનીય કેમ હે અર્જુન ! આ બધું દશ્ય જાળ આત્મા કિંવા બ્રહ્મમાં એકપણું અથવા બેપણું કે અનેક પણું ઇત્યાદિ કાંઈ છે જ નહિ એવું નિશ્ચયાત્મક જાણ. જેમ સમુદ્ર તળેટીથી તે ઉપર સુધી પાણી વડે જ ભરપૂર છે તેમ આ તમામ ઓતપ્રોત એવા એક આત્મ વડે જ ભરપૂર હોઈ આત્મરૂપથી તદ્દન અભિન્ન છે. આ આત્મા જ સત્ય છે, નિત્ય છે. જેમ તરંગો સમુદ્રોને છોડીને રહી શકતા તથી તેમ આ જગત પણ આત્માથી ભિનપણે કદી પણ રહી શકતું જ નથી. આમ એક એવું તે બ્રહ્મ જ માયા વડે જગતરૂપે બનીને એકપણ તથા બેપણું કે અનંતપણું તથા તેના સાક્ષી આદિ ભેદોથી પ્રતીત થયેલું ભાસે છે. વાસ્તવિક રીતે તે બ્રહમાં બેપણું અથવા એકપણું કે સાક્ષીપણું એવી કઈ કલ્પના પણ છે જ નહિ. કેમકે આ એકપણું તથા બેપણું ઇત્યાદિ સ્વરૂપ સમજાવાને માટે સાક્ષીભાવ વગેરેની કલ્પના કરી અંતે તેને નિષેધ કરવો એટલા માટે જ કલ્પવામાં આવેલું છે, તેથી તે પણ સાવ મિથ્યા જ છે. આત્મામાં દૈત, અદ્વૈતની કલ્પનાઓ સાચી નથી, તે તે મન વડે કલ્પાયેલી કલ્પનારૂપ મિથ્યા યુક્તિઓ છે; તેમ આત્મામાં એકપણારૂપી સંખ્યા પણ ક્યાંથી હોઈ શકે? કેમકે બેપણને નિષેધ કરવાને માટે જ તે કપાયેલી હોવાથી એક છે એમ કહેવું એ પણ વાસ્તવિક દૈત જ થાય છે. જેને પોતાની સિદ્ધતાને માટે કોઈની પણ અપેક્ષા નથી એવું સર્વદા સત્ય અને સ્વયંપ્રકાશ આત્માનું સ્વરૂપ એકતાથી રહિત હોવાથી સર્વરૂપ પણ છે અને દૈતપણાથી રહિત હોવાથી કોઈ એ પણ નથી એમ કહેવાય છે. આ દેહાદિક કિવા જતાદિ કંઈ પણ છે જ નહિ અને હોય તો તે સર્વ આત્મવરૂપ જ છે. આ જે દર્ય સંસાર મિએ ભ્રમ વડે ભાસે છે તે સર્વ આત્મસાક્ષાત્કાર થતાં જ શાંત થઈ જાય છે માટે તે સત પણ નથી અને અસત પણ નથી પરંતુ અનિવાર્ચનીય છે, એમ જાણુ, સર્વથી પર, અજન્મા, સૂર્યાદિક સઘળા પ્રકાશકોનો પણ પ્રકાશક, જરાથી રહિત, પરમ આનંદસ્વરૂપ, જેને વાણી, મન કે બુદ્ધિ પહેચી શકતી નથી એ, વિભાગ વગરને, અવિકારી, દિના સમૂહથી રહિત, સર્વજીના મહાપ્રાણનું પણ જીવન, સર્વ કપનાઓથી રહિત, કારણોનું પણ કારણ, નિરંતર સ્વયંપ્રકાશ, સર્વનું અધિકાન અતિ વિસ્તીર્ણ ચૈતન્યમાં જ મર્યાદિત ચિત રૂપે રહેલો, સઘળા અનુભવોના મૂળરૂ૫, તામણિ (ત નું છે. એવી રીતે કેવળ અપરોક્ષપણાની ભાવના વડે જ ઉપદેશ કરવા યોગ્ય, ત્રિકાલાબાધિત અને