________________
ગીતેદાહન ] જે આ ગુહ્ય જ્ઞાન બ્રહ્મવિદેને સંભળાવે છે.
[ ૬૮૩ કઈ સમયે ઈંડામાંથી તથા કોઈ વખતે તે આકાશમાંથી પણ ઉત્પન્ન થાય છે. કોઈ બ્રહ્માંડના અધિપતિ શિવ, તો કેઈના સૂર્ય, કેઇના ઇંદ્ર, તે કઈ બ્રહ્માંડના અધિપતિ વિષ્ણુ જ છે. કેઈ બ્રહ્માંડમાં એકેક દેવ જ સર્વમય હોય છે. કોઈ કોઈ બ્રહ્માંડમાં પૃથ્વી પ્રથમ ગીચ ઝાડોથી વ્યાપ્ત હતી, તો કોઈ મનુષ્યોથી અને કેાઈ સૃષ્ટિ તે પ્રથમ પર્વતથી જ વ્યાપ્ત હતી. કેઈ કઈ પ્રથમ માટીમય, કઈ કઈ પાષાણમય અને કઈ ઠાઈ સૃષ્ટિ તો સુવર્ણ કિંવા તામ્રાદિ ધાતુમય હતી. આ બ્રહ્માંડમાં પણ ઘણી વિચિત્ર વસ્તુઓ છે તથા બીજા બ્રહ્માંડોમાં પણ જુદા જુદા પ્રકારના અનેકવિધ ચિત્રવિચિત્ર પદાર્થો છે. કેટલાંક બ્રહ્માંડ એક જ પ્રકારનાં પ્રકાશવાળા એટલે તેમાં શીત કિંવા ઉoણું પિકી એક જ પ્રકાશ હોય છે. કેટલાકે તે પ્રકાશથી તદ્દન રહિત એટલે ગાઢ અંધકારવાળા પણ છે. જેમ મહાસાગરમાં અનંત તરંગે પ્રકટ થાય છે અને તે સર્વે પાછા તેમાં જ શમી જાય છે તેમ આ બ્રહ્મતત્ત્વરૂપી મોટા આકાશમાં અનંત બ્રહ્માંડ પ્રકટ થાય છે તથા શમી પણ જાય છે. જેમ સમુદ્રમાં તરંગો કિંવા નિર્જળ પ્રદેશમાં ઝાંઝવાનાં પાણી ભોસમાન થાય છે તેમ બ્રહ્મમાં આ બ્રહ્માંડનો ભાસ થાય છે. સૂર્યના કિરણોમાં દેખાતી ઝીણી ઝીણી રજકણે કેઈ કાળે કદાચ ગણી શકાય પરંતુ બ્રહ્મતત્વમાં જે આ ચપળ આકારવાળાં બ્રહ્માંડોના સમૂહ પ્રકટ થાય છે તેમની તો કોઈ કાળે પણ ગણના થવી શક્ય જ નથી. જ્યાં સુધી સૂક્ષ્મબુદ્ધિથી વિચાર કરીને “ આ બધું કાંઈ છે જ નહિ' એવી રીતે તેનો બાધ કરવામાં નહિ આવે ત્યાં સુધી આ પરબ્રહ્મરૂપ ચિદાકાશમાં મોટા આકારોવાળાં તથા મેટા વિકારોવાળાં આ અસંખ્ય બ્રહ્માંડો થયા જ કરશે. આ સઘળી સૃષ્ટિઓ અજ્ઞાનીઓએ પિતપોતાનો વાસનાવશાત કલપી કાઢેલી છે. તે બધી આકાશમાં જણાતી વેલની જેમ વિરતારને પામે છે, ઉદય પામે છે અને અસ્ત પામે છે. સાચી પણ નથી અને ખોટી પણ નથી; પરંતુ અનિર્વચનીય છે. આ સઘળો સૃષ્ટિએ સમુદ્રમાંના તરંગોની પેઠે વારંવાર દેખાઈને તુરત નાશ પામતી જાય છે, સર્વ બ્રહ્માંડોની અંદર આવેલી સૃષ્ટિઓ પણ વિચિત્ર આકારવાળી છે, અસંખ્ય પ્રાણીઓની વિચિત્ર ચેષ્ટાવાળી, વિચિત્ર વિકારોવાળી અને વિચિત્ર રૂપવાળી છે; તેમ છતાં વૃષ્ટિ જેમ પાણીથી જુદી નથી તેમ આ સઘળાં બ્રહ્માંડ અને તેમાંની તમામ સૃષ્ટિઓ આત્મતત્ત્વથી યત્કિંચિત પણ ભિન્ન નથી, એવો તત્ત્વવેત્તાઓનો અનુભવસિદ્ધ નિર્ણય છે. છતાં મૂર્ખ લોકે તો જેમ વાદળાંમાંથી વૃષ્ટિઓ આવે છે તેમ ઈશ્વરમાંથી આ બધી સૃષ્ટિઓ આવે છે એમ માને છે. જેમ શીમળાના ઝાડની શીરાઓ, શાખાઓ, પાંદડાંઓ, અને ગાંઠે શીમળાથી ભિન્ન નથી તેમ વિદ્વાનોના જોવામાં આવતી તથા અવિદ્વાનના જોવામાં આવતી આ સર્વ સૃષ્ટિએ પણ વાસ્તવિક રીતે તો આત્મતત્વથી જરા પણ ભિનું નથી. હે વત્સ! જ્ઞાનીની દૃષ્ટિથી આ સઘળું જગત બ્રહ્મ જ છે એટલા માટે સંસાર છે જ નહિ એમ કહેવું પણ ઘટે છે તથા અજ્ઞાનીઓની દૃષ્ટિમાં તો આ સંસાર કદી પણ વિછિન થતો નથી એટલે મટતો નથી એટલા માટે સંસાર ખોટો હોવા છતાં પણ સર્વદા છે એમ કહેવું પણ ઘટે છે, તસ્માત તે અનિર્વચનીય છે એમ જ કહેવું પડે તેમ છે. આ જગત અજ્ઞાન વડે જ ઉદય પામેલા બે ચંદ્રના ભ્રમની જેમ નદીના અવિચ્છિન્ન પ્રવાહની જેમ વિકપોથી વિસ્તીર્ણ થયેલ છે. જે કર્તા પોતે કદી પણ વિદ્યમાન જ નથી તેણે તે બનાવેલું છે એટલે કર્યા વગર જ તે થયેલું છે અને અધિષ્ઠાનરૂપ એવા બ્રાની સત્તા વડે જ તે ભાસી રહેલું છે, એમ સમજે. તો પછી હવે તમને શા કારણથી મોહ રહે છે? તો જે મોતનું કારણ ધારો છો તેનું જ મૂળમાં અસ્તિત્વ નથી અને આ જે જે કાંઈ છે તે અખંડ એકરસ એવું બ્રહ્મ જ છે. તસ્માત વગર કારણે અજ્ઞાન વડે ઉત્પન્ન થયેલા તમારે આ મેહ યોગ્ય નથી. યોક સ્થિ૦ પ્ર. સ. ૪૭).
ઉપદેશના અધિકારીઓ ભગવાન કહે છેઃ હે પાર્થ! અત્યાર પર્યત કહેવામાં આવેલા આ શાસ્ત્રવિવેચન ઉપરથી તુ સારી રીતે સમજી શક્યો હશે, કે જેમાં નિરંતર જન્મ અને મરણ થયા જ કરે છે અને વિષયોની અનંત વાસનાથી બનેલી તથા મિથ્યા એવી સંસારજાળની અજ્ઞાનરૂપ મિથ્યા મોહ વડે ચાલી રહેલી આ ગરબડમાં રાજી થવું