________________
ગીતાદેહન] (આત્મરૂપ)સ્વયંભૂ પરમાત્મા જ ને બાહ્ય (દૈતપ્રપંચ)ની ખાણુરૂપે પ્રગટેલો હેવાથી [૬૮૯ () જિર્ણ, (૫) નાક, એ પાંચ જ્ઞાનેંદ્રિયોને વાળ. અને (૬) મહું (૭) બે હાથ (૮) બે પગ (૯) શિશ્ન અને (૧૦) ગદા એ પાંચ કર્મેન્દ્રિો તથા તેના સ્થાનકો મળી કુલ દશ સ્થાનકે ઉત્પન્ન થયાં. તેની ઇંદ્રિ કમે (૧) શ્રોત્ર (૨) રામ (૩) ચક્ષુ (૪) જિર્ણ (૫) પ્રાણ (૬) વાણી (૭) બ4 (૮) ગતિ (૯) રેત અને (૧૦) પાયું; એ રીતે સ્થાનકો સહ દશ ઇંદ્રિયોનો સમાવેશ અધ્યાત્મમાં થાય છે. અધિભૂતમાંથી પંચમહાભૂત સમૂહ (૧) શબ્દ (૨) સ્પર્શ (૩) રૂ૫ (૪) રસ અને (૫) ગંધ એ પાંચ તન્માત્રાઓ તથા (૬) આકાશ (૭) વાયુ (૮) વહ્નિ (તેજ) (૯) જળ અને (૧૦) પૃથ્વી એમ પાંચ મહાભૂતની ઉત્પત્તિ થઈ (જુઓ વૃક્ષાંક ૮) ના પેટામાં આવેલા ભાગો, ત્યાર પછી તમે ગુણમાંથી દેવતા ક્ષેત્રજ્ઞ કિંવા નારાયણસહ ચિત્ત (વૃક્ષાંક ૯), રજોગુણમાંથી દેવતા બ્રહ્માસહ બુદ્ધિ (વૃક્ષાંક ૧૦) તથા સત્ત્વગુણમાંથી તેના દેવતા ચંદ્રસહ મન (વૃક્ષાંક ૧૧)ની ઉત્પત્તિ થવા પામેલી છે. ત્યારપછી હિરણ્યગર્ભ કિવા વિષ્ણુના નાભિકમળ (વૃક્ષાંક ૧૨)ની ઉત્પત્તિ થયેલી છે. અત્યાર સુધીના વિરતારને સર્ગસૃષ્ટિ કહેવામાં આવે છે; ( જુઓ વૃક્ષાંક ૩ થી ૧૨ ). આ દરેકમાં ઉપરના અંશોનું મિશ્રણ હોય છે જ એમ સમજવું. જેમ કે વૃક્ષાંક ૩માં ૨નું; ૪માં ૨ ને ૩ નું; ૫ માં ૨ થી ૪ નું; ૬ માં ૨ થી ૫ નું; ૭ માં ૨ થી ૬ નું; ૮ માં ૨ થી ૭ નું ૯ માં ૨ થી ૮ તથા આઠના પેટામાં આવેલા સર્વ અંશેના મિશ્રણને સમાવેશ થઈ જાય છે; ૧૦ માં ૨ થી ૯ નું; ૧૧ માં ૨ થી ૧૦ નું તથા ૧૨ માં ૨ થી ૧૧ સુધીના તમામ અંશોનું મિશ્રણ આવી જાય છે. આ સર્વ કારણસૃષ્ટિ છે. હજી સુધી પ્રત્યક્ષ સ્થલ કાર્યની શરૂઆત થવા પામેલી નહિ હોવાથી તે તમામ સમરૂપમાં છે. તેમાં પણ વૃક્ષાંક ૨ થી ૫ એ એકેકા વિવર્તભાવને પામેલા હોવાથી તદ્દન શુદ્ધ તો કહેવાય છે. આથી અહીં સુધીના વિસ્તારને શાસ્ત્રમાં શુદ્ધતત્ત્વપંચક કહેલું છે. શુદ્ધ હવાને લીધે તેને મહાકારણ ત (વૃક્ષાંક ૩ થી ૫ જુઓ) કહેવામાં આવેલા છે. આ દરેકમાં પુwાંશ તથા પ્રકૃતિ અંશ એમ બંને અંશનું મિશ્રણ છે. વૃક્ષાંક ૩માં માયા એ પ્રકૃતિના અંશ તથા સદાશિવ કિવા વાસુદેવ એ પુરુષાંશ છે. વૃક્ષાંક ૪ માં અવ્યક્ત એ પ્રકૃતિનો અંશ તથા શિવ એ પુરુષાંશ છે, જ્ઞાનશક્તિ એ પુરુષાંશ તથા ક્રિયાશક્તિ એ પ્રકતિ અંશ હોવાથી નટેશ્વર તથા અર્ધનારી, શિવશક્તિ, પુરુષપ્રકૃતિ એ બેનું ઐક્ય આમાં છે. આની અંતર્ગત આવેલા આ દરેકમાં આ બંને અંશે એક સાથે જ હોય છે. આ રીતે આ મહાકારણે પ્રકૃતિનું થયું. હવે કારણ પ્રકૃતિના સંબંધે કહું છું. વૃક્ષાંક ૬ થી ૧૨ સુધી તમામ તો કારણુત કહેવાય છે. તેમાં પણ પ્રકૃતિ પુરુષાંશ બને યુક્ત હોય છે જ. વેદાંતી આ અંશને માયા કિંવા ઈશ્વર એવા નામે સંબંધે છે.
મુખ્ય પ્રાણુ કિવા સૂત્રાત્મા છે, તેમાં જીવ એ પુરુષોશ તથા શક્તિ એ પ્રકૃતિ અંશ સમજો, આ શક્તિ અંશને મમભાવ પણ કહે છે. આને છવલોક પણ કહે છે(વૃક્ષાંક ૬ જુઓ). ત્યારપછી મહત્તત્ત્વ (વૃક્ષાંક ૭), તેમાં અંતઃકરણ એ પુરુષાંશ તથા મહત્તત્વ, ભૂતપ્રકૃતિ કિવા મહામાયા એ પ્રકૃત્યાંશ સમજ. અહંકાર (વૃક્ષાંક ૮)માં પણ અહંકાર એ પ્રકૃતિ અંશ અને દેવતા રુદ્ર એ પુરુષાંશ, આ રીતે જ અહંકારની અંદર આવેલા તમામ પેટા અંશમાં દિશાદિ દેવતાઓ પુરુષાંશ તેમ જ ઈદ્રિય સમૂહ તથા તન્માત્રા સહ પાંચમહાભૂત એ બધા પ્રકૃતિઅંશો સમજવા. ચિત્ત(વૃક્ષાંક ૯)માં ક્ષેત્ર, નારાયણ કિંવા વિષ્ણુ એ પુરુષાંશ અને ચિત્ત એ પ્રકૃત્યાંશ; બુદ્ધિ પ્રકૃતિ અંશ તથા તેના દેવતા બ્રહ્મા એ પુરુષોશ (વક્ષાંક ૧૦) મન એ પ્રકૃતિ અંશ તથા દેવતા ચંદ્ર એ પુરુષાંશ (વૃક્ષાંક ૧૧ જુઓ). તેમ જ હિરણ્યગર્ભ એ પુરુષાંશ તથા વિષ્ણુને નાભિકમળ એ પ્રકૃતિઅંશ. આ રીતે મિશ્ર સહ સ્થળ સૃષ્ટિ ઉત્પન્ન કરવાની સામગ્રી સહિત વિરાટનો અભિમાની બ્રહ્મદેવ ઉત્પન્ન થયો અને તેણે પિતામાં જ પોતાના સંક૯પ વડે કાર્યસૃષ્ટિની ઉત્પત્તિ કરેલી છે. જ્યારે બ્રહ્મદેવની ઉત્પત્તિ થઈ ત્યારે તેની પાસે કોઈ પણ પ્રકારનાં સ્થલ સાધને વા સામગ્રી ન હતી; કારણ આ સામગ્રી વા સાધનાદિક તે તેના સંક૯૫ વડે જ ઉત્પન્ન થવા પામે છે. આમ બ્રહ્મદેવની કરેલી સૃષ્ટિને વિસર્ગસૃષ્ટિ કિંવા કાર્યષ્ટિ કહે છે, આમાં બ્રહ્મદેવ પુરુષાંશ તથા સમષ્ટિ બ્રહ્માંડ એ તેને દેહ હેઈ તે પ્રકૃતિ અંશ સમજ.