________________
ગીતાદેહન ) (અવ્યય) નિત્ય, અનાદિ, મહતથી પણ પર તથા યુવ છે. [૬૭૫ અવિષયરૂપ સંકલ્પ રહિત એવા હે આત્મા! તારે જય હે. હું તારા દર્શનથી શાંત, પ્રફુલ્લિત અને જ્ઞાનસ્વરૂપ થ છું. હવે જીવન્મુક્તિરૂપી જયને પ્રાપ્ત થયો છું અને વ્યવહારદષ્ટિએ ફક્ત બાકી રહેલા પ્રારબ્ધને જીતી લેવા માટે જ જીવું છું તથા હું કે જે તું રૂપ જ છે તેને પ્રણામ કરું છું તથા તું કે જે “હું” રૂપ છે તેને પ્રણામ કરું છું. વિષયરૂપી રોગોથી રહિત થઈને વિષયેની વાસનાઓના રંગોથી પણ રહિત તથા સ્વસ્થ એટલે પોતે પોતામાં જ રિથતિ કરવી તેવા સ્વરૂપવાળે થઈને “હું પણ તારામાં જ રહ્યો છું, માટે મને બંધન કયાં? વિપત્તિઓ પણ કયાં? સંપત્તિઓ પણ કયાં ? જન્મમરણ પણ કયાં ? અને સુખદુઃખાદિ પણ ક્યાં છે? સંસારનું નિવારણ કરનારા વિષ્ણુ ભગવાને મને કહ્યું કે “મામવિવારવાનું મવ' એટલે કે તું “આત્મવિચારવાળો થા,” આથી મને તેમના પ્રસાદવડે આ આત્મવિચાર સ્ફર્યો તથા આત્મસ્વરૂપ એવા તારી પ્રાપ્તિ થઈ છે. અરે, આ દશ્યાદિ જગતમાં જે કાંઈ છે તે સધળું આત્મા જ છે. અતિ સૂક્ષ્મમાં પણ સૂક્ષ્મ પરમાણુથી માંડીને બ્રહ્મા, વિષ્ણુ, મહેશાદિ સર્વે આત્મા જ છે કે જે આત્મા વિકારોથી તદન રહિત, સર્વરૂપ અને સર્વને સાક્ષી ઇત્યાદિ રવરૂપવાળા છે. હે આત્મા ! તું તથા આત્મરૂપ એવો હું અને તેના સાક્ષીને હું આત્મસ્વરૂપ એવા મારામાં જ પ્રણામ કરું છું. આ રીતે તારું આત્મસાક્ષાત્કારથી સિદ્ધ એવું અપરોક્ષજ્ઞાન પ્રાપ્ત થવાથી હવે મસ્વરૂપ એવો જે હું તે પણ અવિચળ એવા આત્મપદને પ્રાપ્ત થયો છે (પ્રહલાદે કરેલી ભક્તિનો ટૂંક સારાંશ - ઉ૫૦ સ ૦ ૩૬)
અનન્ય ભકિતયેગ તે આ જ અવ્યભિચારિણી ભક્તિ કોને કહેવી? તેની સ્પષ્ટતા માટે આ આધારભૂત કથન ભક્તિમાર્ગના પ્રણેતા એવા પરમભક્ત પ્રહલાદે કરેલી ભક્તિની ખરી કલ્પના લોકોને આવે એટલા માટે અહીં આપવામાં આવેલું છે; આવી ભક્તિ એ જ સાચી ભક્તિ છે. આ સ્તુતિ ભક્ત પ્રહલાદે શ્રીવિષ્ણુનાં દર્શન થયા પછી તેમણે
મારવિવારવાર' થાઓ એવા આપેલા વરદાન ઉપરથી વિચાર સ્કૂતિ થઈ સિક્યસ્વરૂપમાં સ્થિતિનો અનુભવ આવ્યા પછી કરેલી છે, તે ખાસ ધ્યાનમાં રાખવું. તાત્પર્ય એ કે, અવ્યભિચારિણી ભકિત તે જ છે કે જેના ચિત્તમાં અખંડ એક આત્માને જ પ્રવાહ સતત વહી રહ્યો હોય, જેના અંતઃકરણમાં આત્માથી વ્યતિરિક્ત બીજા કેઈ પણ પ્રકારની વૃત્તિનું ઉત્થાન જ થવા પામતું નથી તથા જે ચિત્તમાં આત્મા સિવાય અન્ય વૃત્તિનું ઉત્થાન થવા પામે તે તરત જ તે આત્મા છે એવા પ્રકારની પ્રતિવૃત્તિ વડે તેને દાબી દેવું તે પેગ કહેવાય; આનું નામ જ અવ્યભિચારી કિંવા અનન્ય ભક્તિયોગ કહેવાય. ટૂંકમાં એક આત્મા વિના બીજું કાંઈ છે જ નહિ એવો પ્રથમ દૃઢ નિશ્ચય કરી આત્માનુભવને માટે તે નિશ્ચયને પ્રત્યક્ષ અભ્યાસમાં લાવવો તે જ અનન્ય ભકિતયોગ કહેવાય. આ મુજબના અવ્યભિચારી ભક્તિયોગ વડે તે(મુમુક્ષ) ત્રણ ગુણોથી પર થઈ અર્થાત ત્રણ ગુણોને ઓળંગી જઈ બ્રહ્મ થવાને સમર્થ થાય છે.
ब्रह्मणो हि प्रतिष्ठाहममृतस्याव्ययस्य च ।। शाश्वतस्य च धर्मस्य सुखस्यैकान्तिकस्य च ॥२७॥
હું જ બ્રહ્મનું સ્થાનક છે
ભગવાન કહે છે : આ રીતે હું જ અમૃત, અવ્યય, શાશ્વત, ધર્મ૨૫ તથા એકાંતિક સુખરૂપ એવું બ્રહ્મ (વૃક્ષાંક ૧)સ્થાન છે. અમૃત એટલે મૃત નહિ એવું અવિનાશી, જન્મથી રહિત અજન્મા , અવ્યય અર્થાત વ્યય રહિત એટલે જેમાં કિંચિત્માત્ર પણ પરિણામ કિંવા વિકાર યા વ્યય સંભવતો નથી, જેને કદી ક્ષય થતું નથી તેવું, સ્થિર અથવા કાયમનું રહે એવા ધર્મવાળું, સુખરૂપ અને જે એક અંતવાળું છે એટલે જેમ અનેક નદીઓના સમૂહનો અંત છેવટે એક સમૂદ્રમાં જ થાય છે, એટલે તે બધી એક સમુદ્રના અંતવાળી કહેવાય તેમ ગમે તેટલા ભેદો પ્રતીત થાય છતાં પણ તે સર્વને છેવટે તે એક આત્મામાં જ સમાવેશ