________________
૬૮૦ ]
કરવા શ્રવાર મેધાવી પ્રજા
મહીતે ક્રટ.
[ સિદ્ધાન્તકાડ ભ૦ ગી- અ. ૧૫
મોટા છો નાના છાને મારી નાખે છે. માખી ઝીણા ઝીણા કણ જેવી પાતળી ને ખાઈ જાય છે. ત્યારે કોળિયો માખીને ખાઈ જાય છે, ડાંસ કરેળિયાને ખાઈ જાય છે, ડાંસને દેડકે ખાઈ જાય છે, દેડકાને સર્પ ખાઈ જાય છે, તથા સર્પને નેળિયો કાપી નાખે છે, ળિયાને બિલાડો મારી નાખે છે, બિલાડાને કૂતરે મારી નાખે છે, કૂતરાને રીંછ, રીંછને વાઘ, અને વાઘને સિંહ મારી નાખે છે. સિંહને શરભ મારી નાખે છે તથા શરભ તે ગાજતાં વાદળાંની અસહનતાને લીધે પોતે જ ઉછળોને શિલા ઉપર પડીને ચીરાઈ જાય છે. એ રીતની ઘટમાળમાં કેને વાસ્તુ શોક કરીએ ?
પૃથ્વી, જળ ઇત્યાદિમાં ઉત્પન્ન થતાં અસંખ્ય પ્રાણીઓ વાદળાંઓને વાયુ દૂર કરી નાખે છે, વાયુને પર્વતે રોકી રાખે છે, વજ પર્વતેનું પણ ચૂર્ણ બનાવે છે, વજને ઈદ્ર વશ કરે છે, ઇંદ્રને વિષ્ણુના તાબામાં રહેવું પડે છે, વિષ્ણુને તે મરછક૭૫ાદિના અવતારો ધારણ કરવા પડે છે અને પછી તે અવતારોમાં તેને સુખદુઃખની અનેક વિપત્તિઓ ભોગવવી પડે છે, તથા આ અવતારમાં વૃદ્ધાવસ્થા અને મરણની રાહ જ જોવાયા કરે છે. વિદ્યાઓથી તથા આયુધોથી સંપન્ન એવા મોટી કાયાવાળાં પ્રાણીઓને પણ તેમનાં અંગોમાં લાગેલી લીઓ કરડી ખાય છે. આ પ્રમાણે પ્રાણીઓ રૂપી જગત અત્યંત મોહને લીધે પરસ્પરથી નિરંતર છેદાયા કરે છે, વીંખાયા કરે છે, ખવાયા કરે છે, અને વળી પાછળથી ખાવાને માટે રાખી મૂકવામાં પણ આવે છે. લીખ, જૂ, કીડી આદિ અનેક પ્રાણીઓની જાતે નિરંતર ઉત્પન્ન થયા કરે છે, અને મરણ પામ્યા કરે છે. જળાશયમાં પણ માછલાં, હાથી આકારના મેઢા મરછ તથા મગરાદિ અનેક પ્રાણીઓ ઉત્પન્ન થાય છે. પૃથ્વીમાં પણ અનેક કીડીઓ ઉત્પન્ન થાય છે. અંતરિક્ષમાં પણ કેટલાએક ક્ષક પક્ષીઓ ઉત્પન્ન થાય છે. અને તેઓ તો અંતરિક્ષમાં જ ભમ્યા કરે છે, તેમણે મૂકેલાં ઈંડાંઓ ધરતી પર પણ પડ્યાં ન હોય ત્યાં તે તુરત તે ઇંડાંઓમાંથી તેઓનાં બચ્ચાંઓ પણું નીકળે છે અને તેઓ તરત ઊડીને અંતરિક્ષમાં ભમ્યા કરે છે. વનની ઝાડીઓમાં પણ સિંહ, દીપડા અને મૃગાદિ અનેક પ્રાણુઓ ઉત્પન્ન થાય છે. પ્રત્યેક સ્થળમાં તેમ જ પ્રાણીઓના અંગેામાં પણ અનેક કીડાઓ ઉત્પન્ન થાય છે. વૃક્ષ આદિ થાવરોમાં પણ ઘુણ, ઉધઈ, અને ભમરીઓ વગેરે ઉત્પન્ન થાય છે તથા હંમેશ ઝાડોને જ કેતર્યા કરે છે. પથ્થરની મધ્યમાં પણ કેટલાક કીડા, દેડકા અને ઘુણાદિ ઉત્પન્ન થતાં જ રહે છે તથા વિષ્ટામાં પણ અનેક જાતના કીડાઓનો ઉત્પત્તિ થતી રહે છે. આ રીતે અસંખ્યાત પ્રાણીઓ જમ્યા કરે છે તથા મરણને શરણ થાય છે, તો તેમને માટે દયાળુ પુરુષે રાજી થવું પણ યોગ્ય નથી અને દુઃખી થવું પણ યોગ્ય નથી; પરંતુ ઉપેક્ષા કરવી જ યોગ્ય છે (યા. ઉપ૦ ૦ ૧૪ શ્લ૦ ૧-૩૪).
મિથ્યા વિષયવાસનાને લીધે અસંખ્ય છની ઉત્પત્તિ હે વત્સ! આ મિથ્યા મન જ વિષયવાસનાઓને લીધે સંસારમાં બંધાએલું છે, દુઃખી છે, તૃષ્ણ અને શેક વડે ઘેરાયેલું છે, રાગના વિસ્તીણું સ્થળરૂપ છે. આ મિથ્યા મન જ સંસારની ભાષના વડે વાસનાવશ વૃદ્ધાવરથા. મરણ અને મોહમાં ફટાયા કરે છે. સંકલ્પવિકલ્પથી વ્યાપ્ત છે અને અવિદ્યાના રંગથી રંગાયેલું છે. વિષયોની ઇચ્છાઓને લીધે તે ક્ષોભ પામ્યા કરે છે. તે પોતાની મેળે જ બંધાયેલું છે. આ રીતે આત્મચૈતન્યમાં મિયા મનપ ઉપાધિ વડે અનેક જાતના આવિર્ભાવરૂપ અસંખ્ય છની ઉત્પત્તિ થયેલી છે અને તેમનો આ મિથ્યા મૃગતૃષ્ણાવત વિષયવાસનાઓને લીધે જ અનેક કરિપત નામ, રૂ૫ અને આકારાદિ ભાસમાન થયેલાં છે. આ રીતે નિર્વિકાર આત્મસ્વરૂપ એવા મહાચેતન્યમાંથી લાખો અને કરડો છો ઉત્પન્ન થતા હે જાણે તે સત્ય જ ન હોય એમ ભાસી રહ્યા છે તેને પાર નથી. જેમ મોટા ધમાંથી અસંખ્યાત જળકણે પૂર્વ ઉત્પન્ન થઈ ગયા, હાલમાં પણ ઉત્પન્ન થઈ રહ્યા છે, અસ્તિત્વમાં પણ છે તથા ભવિષ્યમાં ઉત્પન્ન થરો તેમ જ આ મહાચેતન્યમાં મિથ્યા વિષયના પ્રાબલ્ય વડે અસંખ્ય છ પૂર્વે ઉત્પન્ન થઈ ગયા છે, હમણાં ઉત્પન્ન થાય છે તથા હવે પછી પણ થશે. એ સમસ્ત જીવો પોતપોતાની વાસનાઓની દશાના આવેશને લીધે