________________
ગીતાહાહન] રસ તથા તીણ એવા ગંધથી રહિત છે અને જે--
[૬૭૩ તે સર્વ આરંભના પરિત્યાગીને પ્રકૃતિ અને તેના ગુણ હે યા ન હૈ તેથી કિંવા પ્રીતિ હોવાનું પ્રયોજન જ રહેતું નહિ હૈવાને લીધે પ્રકૃતિના ગુ વડે ઉત્પન્ન થનારા આ માન કિંવા અપમાન નિત્યાદિ બંને તલ જ છે. તે મિત્ર તથા શત્ર એ બેàને પણ આત્મરૂપ એવી ભાવના વડે સમાન જ દેખે છે. આ મુજબ ગુણથી પર થયેલો સર્વોરંભને પરિત્યાગો ગુણાતીત કહેવાય છે.
मां च योऽव्यभिचारेण भक्तियोगेन सेवते । स गुणान्समतीत्यैतान्ब्रह्मभूयाय कल्पते ॥२६॥
ગુણાતીતના સાધન ભગવાન કહે છે: હે પાર્થ ! તને ગુણાતીતનાં લક્ષણો તથા આચાર કેવાં હોય તે કહી સંભળાવ્યું, હવે ગુણાતીત કેવી રીતે થવાય? એટલે ત્રણે ગુણોને કેવી રીતે ઓળંગી શકાય તે કહું છું તે સાંભળ.
ત્રણ ગુણ ઓળંગવાને પ્રકાર જે બ્રહ્મ વા આત્મરૂપ એવા મને અનન્ય ભક્તિયોગ વડે સેવે છે, તે આ ત્રણે ગુણોને ઓળંગી જઈ બ્રહ્મ થવાને યોગ્ય થાય છે. આમાં ભગવાને “મા” એટલે હું શરીરધારી એ આ કૃષ્ણ નહિ પરંતુ આત્મસ્વરૂપ એવા મને જે અવ્યભિચારી ભકિતયોગ વડે સેવે છે, એમ કહ્યું છે. ચિત્તની વૃત્તિમાં અખંડ એક જ પ્રવાહ સતત ચાલુ હોઈ તેમાં બીજી વૃત્તિઓ વડે તૂટ પડવી એટલે ભંગ થતો તેનું નામ વ્યભિચાર તથા એવી તૂટ નહિ પડતાં એક સરખો અખંડ પ્રવાહ ચાલે તેનું નામ અવ્યભિચાર છે, તથા જેમ નદીનાં પાણી સમુદ્રમાં મળતાં તે સમુદ્રની સાથે એકાકાર થઈ જાય છે તેમ નદીના પ્રવાહની જેમ અખંડ એકરૂપતાથી પરમાત્માની સાથે જોડી તદાકાર બનાવી દે એવું જે સાધન તે જ ભક્તિયોગ કહેવાય છે. એટલે હું બ્રહ્મ છે. બ્રહ્મ કિવા આત્મા વિના બીજું કાંઈ છે જ નહિ એવા પ્રકારના દઢ નિશ્ચય વડે જરા પણ ખંડ પડ્યા સિવાય ચિત્તને નિરંતર એક આત્મામાં ચા પિતાના ઇષ્ટદેવતામાં જ જેડી દેવું અર્થાત આત્મા સિવાય બીજી કોઈ પણ વૃત્તિનું અંતઃકરણમાં ઉત્થાન જ થવા નહિ દેવું અને થાય તે તુરત જ તે આત્મ૨૫ છે એવા પ્રકારની પ્રતિવૃત્તિ વડે તેને તત્કાળ દાબી દેવું એનું નામ જ અવ્યભિચારી ભક્તિયોગ છે. સ્પષ્ટતા માટે શાસ્ત્રમાં પ્રફ્લાદે કરેલ ભક્તિમાર્ગના વર્ણનનો સાર સંક્ષેપમાં કહું છું જેથી ખોટા દુરાગ્રહ છૂટી અનન્ય ભક્તિયોગની સ્પષ્ટ કલ્પના આવશે.
અવ્યભિચારિણી ભક્તિ જે દેવ વેદના અને વેદાંતનાં વચનો એટલે વાક્યો તથા મહાવાક્યો વડે ગવાયો છે અને તે વચને વડે જ જાણવામાં આવે છે, તે “ આત્મા” નામને દેવ કેવી રીતે ભૂલી જવાય ? હે આત્મા ! તારા વિના અત્યંત પ્રિય ત્રિલોકમાં એવો આ બીજો કોણ છે? અર્થાત કેઈ નથી. તું સર્વરૂપ હોવાને લીધે મારનાર પણ તું છે, રક્ષણ કરનાર પણ તું છે, આપનાર પણ તું છે, સ્તુતિ કરનાર પણ તું જ છે. જનાર પણ તું જ છે અને ગતિ કરનાર પણ તું જ છે. તે તું મને હવે પ્રાપ્ત થયો છે અર્થાત અપરોક્ષ અનુભવમાં આવ્યો છે. તારા સિવાય બીજું કંઈ છે જ નહિ. વળી તને છોડીને કયાંયે જવાય તેમ નથી, પોતાની સત્તાથી સમગ્ર બ્રહ્માંડને પૂરનારા હે આત્મા ! હે સર્વનું હિત કરનારા ! તું સર્વ સ્થળે સર્વદા પરિપૂર્ણ વ્યાપેલો છે, એમ મારા પ્રત્યક્ષ અનુભવમાં આવ્યું છે; માટે હવે તું કયાં નાસી શકે એમ છે ? તારા અને મારા વચ્ચે ઘણું જન્મથી બહુ અંતર પડી ગયું હોય એમ ભાસતું હતું તે ટળી જઈને હવે “તું” અને “હું” એક થયા છીએ, માટે હવે તું કે જે કૃતાર્થ છે, સર્વ જગતાદિનો કર્તા છે, પાલક છે તથા સધળા પદાર્થોથી ન્યારો હોઈ તદ્દન અસંગ એવો છે, તેને “હું” અનન્યભાવે પ્રણામ કરું છું. હે દેવ! તું કે જે સંકલ્પાદિ તમામ વિષયોને ૫ણું ઝરણ કરનારે છે તથા શરીરના રોમેરોમમાં વ્યાપી રહેલા છે તેમ જ બ્રહમાંડાદિ