________________
ગીતાહન]
તે શબ્દ, સ્પર્શ, ૫ (વગેર)થી રહિત છે. તે અવ્યય (ઈ-
[ ૬૦૧
અને તેના ગણે, તે ગણેનું સઘળું કાર્યો તેમ જ તેનો દ્રષ્ટા ઇત્યાદિ કશાને યત્કિંચિત અંશ પણ નથી, એવો તે તદ્દન અસંગ છે. આ સ્થૂલ તથા સૂક્ષ્મ દેહાદિની ઉત્પત્તિનું મૂળ બીજ પણ આ ત્રણે ગુણો જ છે. આમાં (વૃક્ષાંક ૧)માં તે ત્રણ ગુણોને લેશ પણ નથી, તો દેહાદિની વાત જ કયાં રહી અને સર્વનું વાસ્તવિક તથા સાચું સ્વરૂપ તે ગુણાથી પર, અનિર્વચનીય એવો આ આત્મા જ છે. તેથી ગુણાદિને પરિત્યાગ કરીને એટલે આત્મામાં હું નથી, તું નથી, આ નથી, મારું નથી, તારું નથી, તને નથી, મને નથી, તથા તે સર્વને જાણનારો સાક્ષી પણ નથી. એ રીતના ગુના ત્યાગરૂપ પરમ પુરુષાર્થ વડે હું સહિત તમામ ભાવનો વિષય કરીને તદ્દન નિઃશેષ અને અસંગ બની જન્મ, મૃત્યુ, જરા, વ્યાધિ અને દુઃખથી અત્યંત મુકત થઈ મોક્ષની પ્રાપ્તિ કરી લેવી જોઈએ.
अर्जुन उवाचकैलिङ्गैस्त्रीन्गुणानेतान्तीतो भवति प्रभो । किमाचारः कथं चैता स्त्रीन्गुणानतिवर्तते ॥२१॥
ગુણાતીતનાં લક્ષણ, આચાર તથા સાધન કહે શ્રીકૃષ્ણ ભગવાનનું વિવેચન સાંભળીને અર્જુને પૂછ્યું: હે પ્રભો ! આપે જે ત્રણ ગુણેને ઓળંગી જવાનું કહ્યું તે મારા સમજવામાં આવ્યું: પરંતુ એ ત્રણ ગુણેને જે ઓળંગી ગયા છે તેનાં લક્ષણે કયાં તથા તેનો આચાર કેવો હોય છે તેમ જ તે આ ત્રણે ગુણોને કેવી રીતે ઓળંગી જાય છે તે મને કપા કરી કહો. આપનાં વચનામૃત સાંભળવાથી તૃપ્તિ થતી નથી.
श्रीभगवानुवाचप्रकाशं च प्रवृत्ति व मोहमेव च पाण्डव । न द्वेष्टि सम्प्रवृत्तानि न निवृत्तानि काङ्कति ॥२२॥
ગુણાતીતનાં લક્ષણે અજનનો પ્રશ્ન સાંભળીને દયાળ શ્રીકૃષ્ણ ભગવાન બાલા : હે પાંડવ! મેં તને તેવા જીવન્મુકતનાં લક્ષણે તો પૂર્વે વખતોવખત કહેલાં છે છતાં બોધની દૃઢતા અર્થે ફરીથી ૫શું કહું છું, તે સારી રીતે ધ્યાન દઈને સાંભળ. ગુણાતીત પુરુષ કેવા લક્ષણવાળો હોય છે તે પ્રથમ કરું છું. પ્રકાશ, પ્રવૃત્તિ, અને મોહ સારી રીતે પ્રવૃત્ત થયાં હોય છતાં પણ જે તેના દ્વેષ પણ કરતો નથી અને તે નિવૃત્ત થયેલાં હોય તો જે તેને ઇરછતે પણ નથી. ભાવાર્થ એ કે, ઉપર કહેવામાં આવ્યું છે કે, પ્રકાશ એ સવગુણનું લક્ષણ છે, પ્રવૃત્તિ એટલે કામનાઓ એ રજોગુણનું લક્ષણ છે, તથા મેહ એ તમોગુણનું લક્ષણ છે; પ્રકૃતિનાં ત્રણ ગુણેનાં જે આ મુખ્ય લક્ષણો કહ્યાં છે, તે લક્ષણે તેઓ સંપ્રવૃત્તાનિ એટલે પિતાતાના સ્વભાવનુસાર પિતપોતાન' કાણ કરવામાં સારી રીતે પ્રવતી રહ્યાં હવે અર્થાત તે પોતાનું કાર્ય કર્યા કરે છે પણ જે ઠેષ કરતો નથી એટલે તે પોતામાંથી નિવૃત્ત થાય એમ ઇરછ નથી તેમ જ તે બધા જે પિતાના કાર્યમાંથી નિnત થયાં હોય તો તેઓ પોતાનું કાર્ય કરે એવી ઈચ્છા કદી પણ રાખતો નથી સારાંશ, જે તેમની પ્રવૃત્તિ અને નિવૃત્તિ બંને સ્થિતિમાં સમાન જ હોય છે તે પુરુષ ગુણાતીત કહેવાય છે.
उदासीनवदासीनो गुणैयों न विचाल्यते ।
गुणा वर्तन्त इत्येष योऽवतिष्ठति नेहते ॥२३॥