________________
ગીતાહન] આ બધું પણ) આમા (એટલે પિતાનું અનિર્વચનીય એવું બધૂ (સ્વરૂપ) જ છે. [ મૂર્ખને સુધારવાને માટે સાક્ષાત બ્રહ્મદેવ આવે તો પણ તે કદી સુધરતો નથી તે પછી બીજાની વાત જ શી કરવી ? કારણ કે આ અતિમૂઢ એવો અલ્પજ્ઞ થોડું જાણવા છતાં પણ હું અતિવિદ્વાન છું, એવી પોતાના મનમાં ભ્રમણ સેવે છે. આવા મૂઢ લોકે અંદરખાને લેકેષણ, પુત્રવણું અને વિતરણ આદિ અનેક પ્રકારની વાસનાઓમાં ફસાએલા હેવા છતાં પણ પોતે કર્મયોગી છે, જગતનું કલ્યાણ કરવાના ઇરાદાથી અમો આ બધું અનાસક્તિથી કરીએ છીએ, ઇત્યાદિ પ્રકારની મીઠી મીઠી અને મોહક શબ્દજળ પ્રસારી તેમાં લોકોને ફસાવી તેમની અજ્ઞાનતાને લેવાય એટલો લાભ લે છે. આ રીતે લોકોને ફસાવી પોતાનો માનસિક રડેલો નીચ હેતુ સાધ્ય કરી લેવો એને જ તેઓ પોતાનું પ્રતિકર્તવ્ય કિંવા કર્મયોગ સમજે છે તેથી એ આસુરીહેતુ સિદ્ધ થવો એનું નામ જ સિદ્ધિ માને છે.
આ અનાસક્તકર્મયોગ અને લેકકલ્યાણને નામે સામાજિક, રાજકીય કે ધાર્મિક ઉન્નતિના ઉદ્દેશ દાખવી લોકો પાસેથી મોટા મેટા ફંડ ફાળા ઉઘરાવવામાં આવે છે. તથા મેટામોટી સંસ્થાઓ, કંપનીએ, નિશાળો, આશ્રમો, દેવાલયો, જીર્ણોદ્ધારાદિ સ્થાનકે ઇત્યાદિ જાહેર સંસ્થાઓ તથા ધાર્મિક આશ્રમાદિની સ્થાપના કરવામાં આવે છે; પરંતુ ખરી રીતે તે એ બધા પારકે પૈસે મોજશોખ કરવાના અખાડાઓ છે. કારણ કે તેમને અંતઃસ્થ હેતુ શુદ્ધ હેતો નથી. કેમકે વાસ્તવિક રીતે મનુષ્ય જ્યાં સુધી આત્માનો અપરોક્ષ સાક્ષાત્કાર કરી ન શકે ત્યાં સુધી તે કદાપિ નિષ્કામ બની શકતો નથી અને આ મુજબ સાચી નિષ્કામતા પ્રાપ્ત થયા સિવાય હું કર્મયોગને આશ્રયી છું, હું અનાસક્ત કર્મ કરું છું, એમ કહેવું એ ખરેખર પિતાને અને જગતને બનેને છેતરવા સમાન છે. એટલું જ નહિ પણ તે બન્નેનું અધ:પતન કરાવે છે. એવા અલ્પજ્ઞો પોતાના હિતની વાત સાંભળવાને પણ તૈયાર હોતા નથી એટલે તેમને માટે કોઈપણ શાસ્ત્ર યા હિતોપદેશ નિરર્થક નીવડે છે. તેઓને સુધારવાનો એકે ઉપાય જગતમાં નથી છતાં આવા મૂર્ખ અને ખેલ પુરુષને જે મનુષ્ય અમૃતતુલ્ય મીઠાં મીઠાં વચને કહી શાસ્ત્રોપદેશદ્વારા સુધારી સન્માર્ગે લઈ જવા ઈચ્છે તે તેને એ પ્રયાસ ખારા સમુદ્રને એકાદ મધના બિંદુ વડે મા બનાવવાના ઉદ્યોગની જેમ તદ્દન વ્યર્થ જ નીવડે છે કેમ કે આવા મૂર્ખ અને ખેલ પુરુષોને સન્માગે લઈ જવા એ લગભગ અશકય જ છે.
પરસ્પર દોષ જોવાની મનુષ્યસ્વભાવની પરંપરા આ જગતની અંદર પરસ્પર એકબીજાના દોષ દેખવા અને આપ આપસમાં લોકાપવાદ દેવાને મનુષ્ય સ્વભાવ તો એક અતિ હીન અને ક્ષક ગણાતા ચંડાલથી માંડીને કે સ્ત્રીઓ, અતિશયો. શકો. વૈો. ક્ષત્રિય બ્રાહ્મણે મોટા મોટા વિદ્વાને અને પંડિતો ઇત્યાદિ દરેકમાં લેવાનું સર્વત્ર પ્રસિદ્ધ છે. દરેક પોતપોતાની જાતિ, જ્ઞાતિ, કુળ, ગોત્ર, ધર્મ, કુલાચાર, કુલધર્મ, બંધુવર્ગ, ઇષ્ટદેવતા અને માની લીધેલ માન્યતા તથા માનેલ ગઓ વગેરેનું અભિમાન પકડી આપસ આપસમાં પોતાની મોટપની બડાઈ અને બીજાની નિંદા કરતો રહે છે. એ રીતે મિથ્યાભિમાન વડે પરસ્પર એક બીજાની નિંદા થતી સર્વત્ર જોવામાં આવે છે. ફક્ત એક જીવનમુક્ત જ આમાંથી બચવા પામે છે. આવા પ્રકારની મૂઢતાને ઉદ્દેશીને એક સ્થળે શાસ્ત્રમાં કહ્યું છે કે “ જગતમાં જે પોતાને પવિત્ર કહેવરાવે છે તે પિશાચ છે. જે પોતાને વિદ્વાન સમજે છે તે ભ્રમિત છે, જે ક્ષમાવાન સમજે છે તે અશક્ત છે. બળવાન માને છે તે દુષ્ટ છે, જે ચિત્ત વિનાનો એટલે જડ અથવા નિષ્ઠર છે તે ચાર છે. આમ છે તે કહે છે કે પુરુષ જગતના તમામ લોકોને પ્રસન્ન કરવા શક્તિમાન બની શકે તેમ છે ?”
જગતમાંના તમામ લોકોને સંતોષ નહિ આપી શકાય જગતમાં તમામ લોકોને સંતોષ આપી શકાય એ તો એક ઉપાય છે જ નહિ. છતાં જગતમાંના સધળા લોકે પિતાની વાહવાહ કરે એમ જે કઈ ઈચ્છે તો તેમ બનવું કદાપિ શકય નથી. તસ્માત આ રીતના મિથ્યાભિમાનપણાનો ત્યાગ કરીને લોકનિંદાને ધ્યાનમાં નહિ લેતા, જે વડે સાચું હિત સાધી શકાય એટલે કે જે થકી પરમાત્માની પ્રાપ્તિ થઈ શકે, એવા ધ્યેયનું જ વેદશાસ્ત્ર અને બ્રહ્મનિષ અપરોક્ષાનુભવી સદગુરુની આજ્ઞાનુસાર યથાર્થ નિત્યપ્રતિ આચરણ કરવું જોઈએ. વ્યવહારમાં નિવકર્મને માટે લોકાપવાને ભય રાખવો જરૂરી છે, પરંતુ શાસ્ત્રશુદ્ધ એવા સત્ય અને નીતિના માર્ગે આચરણ કરવામાં કાપવાદને ભય કદી પણ )