________________
ગીતાદાન ] હે નચિકતા! તને સ્પષ્ટ ને નિશ્ચિત કરું છું તે સાંભળાંને એ સ્વર્ગના અગ્નિને તું જાણુ. [ ૨૮૩
આવે છે. ટૂંકમાં જ્ઞાન એટલે જ અનિર્વચનીય એવો આત્મા તે પછી જગતમાં આત્મસ્વરૂપ એવા જ્ઞાન કરતાં પવિત્ર બીજું શું હેઈ શકે? અને બીજું છે એમ કહેવું એ પણ વાસ્તવિક જ્ઞાન વગર કેવી રીતે સંભવે? આ ભિન્ન ભિન્ન રૂપે પ્રતીત થયેલું જે કાંઇ ભાસે છે તે પણ વાસ્તવિક અનિર્વચનીય એવું જ્ઞાન જ છે. વસ્તુતઃ તે જ્ઞાનપ્રાપ્તિને માટે સાધનનો કાંઈપણ ઉપગ નથી. એ તો સ્વસિદ્ધ જ છે. જો તે
વાનું હોય તે પછી તે જ્ઞાન જ શાનું ? વળી જ્ઞાન વગર તે પ્રાપ્ત છે કિવા નથી એમ પણું કાણું જાણી શકે? જ્ઞાન તો કદી પ્રાપ્ત થતું હશે ખરું કે જેનું નિત્યપ્રતિ ભાન થાય છે, જે સર્વ ભાવના પણ આશ્રય૩૫ છે અને નિત્ય ભાસમાન થનાર એટલે સ્વતઃસિદ્ધ એવા આ જ્ઞાનની પ્રાપ્તિને માટે ઉપાય તે વળી શે કરવાનો રહ્યો? ઉદેશ એ કે, સર્વ ચરાચરના આધાર તથા દરેક વેધ એટલે જાણી શકાય એવા પદાર્થોના આધારભૂત; કાળ, દેશ અને ક્રિયાની મર્યાદા પણ જેના અધારે જ અસ્તિત્વ ધરાવી શકે છે એવા આ વયજ્ઞાનની પ્રાપ્તિ બીજે કયાંથી થવાની ? તથા બીજું કાઈ સ્થળ છે એવી સિદ્ધતા પણ તેના આર વગર શી રીતે થવાની ? તાત્પર્ય એ કે, શ્રીભગવાને પ્રથમ વખતોવખત કહેલું છે કે, આ અતિ ઉત્તમ એવું જ્ઞાન જ્યારે તને સત્સંગ દ્વારા પ્રાપ્ત થશે ત્યારે આ સર્વ ભૂતમાત્ર તું તારામાં એટલે વમરૂપ” એવા અહ ( વૃક્ષાંક ૩) માં જોશે, તથા આ રીતે સર્વત્ર “હુ' રૂપની પૂર્ણભાવના થયા બાદ તે “હું” એટલે અનિર્વચનીય અને આત્મા (વૃક્ષાંક ૧) છે. એવું ભાન તને થશે, આમ કેવળ હું અનિર્વચનીય એવો આત્મવિરૂ૫ છું એ નિશ્ચય થો તેનું નામ પરોક્ષજ્ઞાન તથા તેવો નિશ્ચય થયા બાદ જ્યારે સાક્ષાત્કાર થઈ પૂર્ણાવસ્થાની પ્રાપ્તિ થાય છે, તેવા અનુભવસિદ્ધ જ્ઞાનને અપરોક્ષજ્ઞાન કહે છે. આને ક્રમે શાસ્ત્રમાં જ્ઞાન અને વિજ્ઞાન એવી સંજ્ઞાઓ પણ છે. આ જ્ઞાન હું એટલે આ ડું (રક્ષાંક ૩)નો નહિ, પરંતુ કેવળ જ્યાં આ હું ને વિલય થાય એ અનિર્વચનીય આત્મસ્વરૂપ (વૃક્ષાંક ૧) છે, એ પ્રમાણે પોતે પોતામાં જ યોગ સંસિદ્ધ અર્થાત આ સર્વ સહ બહુ આત્મરૂપ જ છે એવા પ્રકારના દઢ નિશ્ચય વડે યમની સિદ્ધતા કર. એટલે કે અંતઃકરણમાં આત્મતિરિત બીજી કોઈ વૃત્તિનું ઉત્થાન જ થવા ન પામે, એ પ્રકારના યોગની સિદ્ધતા વડે કેટલાક કાળે અભ્યાસ પૂર્ણ થઈ ઐક્યતા સધાઈ સંપૂર્ણ તાદાઓ થતાં સુધી એટલે પરોક્ષજ્ઞાનમાંથી અનુભવસિદ્ધ એવું અપરોક્ષજ્ઞાન કિવા આત્મસાક્ષાત્કાર થતાં સુધી હું આત્મસ્વરૂપ છું એવા પ્રકારના અભ્યાસ પોતે પિતામાં જ તેની પ્રાપ્તિ કરી શકે છે.
અાવા રમસે શાને સરવર સન્નિવઃ | 'शानं लाया परां शातिमचिरेणाधिगच्छति ॥ ३९ ॥
શ્રદ્ધાવાનને જ જ્ઞાન તથા શાંતિ પ્રાપ્ત થાય છે અત્યંત નિર્મળ અને પવિત્ર એવા આ જ્ઞાનની પ્રાપિત તે જે શ્રદ્ધાવાન પુરુષ ઇદ્રનું સંયમન કરી કેવળ તત’ એટલે આત્મામાં જ તન્મય બની રહેલે હેય છે તેને જ થઈ શકે છે. તથા જ્ઞાન પ્રાપ્ત થાય એટલે તુરત જ તે પરમ શાંતિને પ્રાપ્ત થઈ શકે છે. ઉદ્દેશ એ કે, અનેક જન્મનાં પુણ્ય વડે આત્મદેવતા ઉપર ભકિત ઉત્પન્ન થાય છે. તેની દીર્ધકાળ આરાધના થવાથી તેની કૃપા વડે વિષયો તરફ વૈરાગ્ય ઉપજી આત્મપદ મેળવવાની તીવ જિજ્ઞાસા ઉત્પન્ન થાય છે. આમ વિષયો તરફ વૈરાગ્ય થવાથી પરમપદ પ્રાપ્ત કરવાની ઉત્કંઠા થાય છે અને મનમાં તેની તીવ્ર ઉઠા થવાથી તેને શ્રદ્ધા ઉત્પન્ન થાય છે; એટલે આત્મપદ એ જ એકમેવ પુરુષાર્થનું અંતિમ ધ્યેય છે, એવા પ્રકારની દઢ શ્રદ્ધા અંતઃકરણમાં ઉત્પન્ન થાય છે: તેવી શ્રદ્ધા ઉત્પન્ન થવાથી આગળ ઉપર સમય આવતાં તેને સદગુરુનો મેળાપ થાય છે. નમ્રતાપૂર્વક પ્રણામ, તાવ વિષયક પ્રો તથા સેવા આદિથી તેમને પ્રસન્ન કરી લેવાથી તેમના ઉપદેશ વડે અદ્વૈત એવા પરમપદનું જ્ઞાન પ્રાપ્ત થઈ શકે છે. તે જ્ઞાન પણ વાસ્તવિક પક્ષ હોય છે, એટલે કે આ અતિપદ અમુક જાતનું જ છે, એટલી જ એક ભાવના તે વખતે મુમુક્ષના અંતઃકરણમાં ઉત્પન્ન થાય છે; પછી સાધકને તે અદ્વૈત આત્મસ્વરૂપને