________________
ગીતદેહન ] તે આત્મદેવને “હું જાણું છું' યા નથી જાણત' એવા અભિમાનથી- [ ૫૭૫
વિરાટ સ્વરૂપ પ્રત્યે અર્જુનની ક્ષમા યાચના અજુન આગળ કહે છે? હે ભગવન! આપના આ મહિમાને નહિ જાણતાં પ્રમાદ અથવા નેહ કિંવા વિનોદને લીધે આપને સખા માનીને અજાણપણાથી હે કૃષ્ણ! હે યાદવ ! હે સખા ! એ રીતે ભૂલથી કિંવા અત્યંત ધરવટ યા સખ્યતા વડે હું મર્યાદા છોડીને જે જે કાંઈ બોલ્યો હઈશ તેમ જ હે અશ્રુત ! આહાર, વિહાર, શયા, આસન એટલે ખાતી વખતે કે વિહાર કરતી વખતે; સૂતી વખતે, કે બેઠકમાં; સર્વ સમક્ષ કિંવા એકલા આપનું મશ્કરી વડે મેં જે જે કાંઈ અપમાન કર્યું હશે તે બધા માટે હું આપની પાસે ક્ષમા માગું છું. હે અપ્રમેય એટલે પ્રમાણમાં ન આવી શકે એવા પ્રભુ ! મને ક્ષમા કરો, એવી યાચના હું આપને કરું છું.
વિસ્તાર રોજ ચરણ त्वमस्य पुज्यश्च गुरुर्गरीयान् । न त्वत्समोऽस्त्यभ्यधिकः कुतोऽन्यो રોકડસિનમાજ કર . तस्मात्प्रणम्य प्रणिधाय काय प्रसादये त्वामहमोशमीयम् । पितेव पुत्रस्य सखेव सख्युः થિ વિઘાથrઈતિરેક વોટુ .
મારા સર્વ અપરાધની ક્ષમા કરે હે અપ્રતિમ પ્રભાવવાળા! જેને બીજાની ઉપમા આપી શકાતી નથી એવા આપ જ આ ચરાચર લોકોના પિતા છે, આપ જ પૂજ્ય છે, ચરાચરના આપ જ ગુરુ છે, તેમ ગુરુના પણ ગુરુ અતિ મહાન પણ આપ જ છો. આપની બરોબરી કરી શકે એ આ ઐકયમાં એટલે બ્રહ્માંડમાં કોઈ નથી તો પછી તેથી અધિક એટલે શ્રેષ્ઠ તો કયાંથી હોય ? તસ્માત દેહને અત્યંત નીચે ધારણ કરીને એટલે સાષ્ટાંગ પ્રણામ કરીને સ્તુતિ કરવા યોગ્ય ઈશ્વર સ્વરૂપ એવા આપને પિતા જેમ પુત્રના, સખા જેમ પોતાના સખાના તથા જેના ઉપર અત્યંત પ્રેમ હોય તે પ્રિયાના અપરાધને પ્રિય એટલે પ્રેમ કરનારે જેમ ક્ષમા કરે છે તેમ હું કે જે આપને અત્યંત પ્રિય છું, આપ મારા પર અત્યંત વહાલ રાખો છો એવા આપની પાસે હું મારા તમામ અપરાધોની ક્ષમા ચાહું છું. આપ જ સર્વે અપરાધને ક્ષમા કરવા યોગ્ય છે, માટે મને આપ મારા સર્વ અપરાધાની ક્ષમા કરશો.
શeષ્ટ gવતોડરિન ઇબ્રા भयेन च प्रव्यथितं मनो मे । तदेव मे दर्शय देव रूपं કર્ણી (વેરા વિભાગ જ છે