________________
ગીતા દહન તેવા સંસાર તિતીર્ષ નચિકેતા અગ્નિનાઉપાસકે, નિર્ભય બની પાર પામી શકે. [ ૬૧૭ ઉધરાણ માટે આવી ચઢશે. આ મહાત્માના કેટલાક હિતશત્રુઓ ઈર્ષા વડે બળતા હતા. તેઓ તો મહાત્મા ઢંગી છે એમ સમજતા; તેથી તેમને ઢોંગ લોકોમાં ખુલ્લો કરે એવા ઉદ્દેશથી તેમણે આ ભૂદેવને કહ્યું કે, તમારે જેટલા પૈસાની જરૂર હોય તે અમો આપીશું પરંતુ તેમાં શરત એ છે કે, અહીં એક ઢોંગી મહાત્મા રહે છે, તેઓ પોતે કદી ક્રોધ કરતા નથી, એમ બહારથી લોકોમાં બતાવે છે, તો તમો તેને આખા ગામમાં ક્રોધી બનાવીને ફરે તો તમને પૈસા મળશે. આ સાંભળી બાપડા બ્રાહ્મણે મહાત્મા પાસે જઈ તેમને ક્રોધ લાવવાના ઘણા પ્રયાસો કર્યો પરંતુ તે સર્વ નિષ્ફળ ગયા. અંતે તેને પશ્ચાત્તાપ થયો. તેણે મહાત્માને સાષ્ટાંગ પ્રણામ કર્યા તથા ક્ષમા માગી અને બનેલો સર્વ પ્રકાર કહ્યો. તે સાંભળીને મહાત્માએ કહ્યું કે, એટલું જ ને ? જે તારું કામ થતું હોય તો પ્રથમ તેમની પાસેથી પૈસા લઈ લે અને તેઓને કહે કે હું મહાત્માને ક્રોધાવેશમાં આખા ગામમાં ફેરવીને પછી નાસી જઈશ. માટે તમો મને પ્રથમ પૈસા આપો. તેમ જ ન કરું તો મારી પાસેથી પૈસા પાછા છીનવી લેજે. આમ થશે એટલે હું તારી પાછળ જોડો હાથમાં રાખીને ક્રોધ વડે દોડીશ અને આખા ગામમાં કરીશ ૫છી તું તે પસા લઈ ને પોતાના ગામ તરફ ચાલ્યા જજે નહિ તો આ લોકો તારી પાસેથી પૈસા ફરીથી ઝૂંટવી લેશે. આ રીતે સંકેત કરીને ઠર્યા પ્રમાણે મહાત્માએ કર્યું, આથી બ્રાહ્મણનું કામ થયું. તેમ કપિલ, ગૌતમ, કણાદ, પતંજલિ, વ્યાસ વગેરે મહર્ષિ તો વેદના તાત્પર્યાને યથાર્થ રીતે જાણનારા તથા સાક્ષાત અનુભવસિદ્ધ મહાત્માઓ હતા; પરંતુ લોકોને સમજાવવા માટે તેમણે દૈતવાદનો અંગીકાર કરી તેને ફરીથી અદ્વૈતમાં જોડી દીધું છે, તથા વેદાંતના સિદ્ધાંતે પિકી અદ્વૈતસિદ્ધાંતનું જ પ્રસ્થાપન કર્યું છે. પરંતુ અજ્ઞાનીઓ કે જેઓ તેઓના સિદ્ધાંત પૂર્ણાશે સમજવાને શક્તિમાન નથી, તેઓએ તે તેમણે યુક્તિ માટે બતાવેલી બૈત બાજુ જ વગર સમજે પકડી લઈ અનુભવગમ્ય માર્ગને છોડી ખોટા દુરાગ્રહ વડે આચાર્ય બનવાના મોહમાં ફસીને પોતાનો વિનાશ કરી લીધો તથા તેવા પ્રકારના અનુયાયીઓ તૈયાર કરવા માંડ્યા, પરંતુ તે તો કેવળ એક અજ્ઞાનતા જ છે. આમ અપરોક્ષ અનુભવ વડે જ અભિ પ્રાપ્તિ થઈ કલ્યાણ થઈ શકે છે, એ આ સાચો રાહ છોડી દઈ કેવળ પોતપોતાની કલ્પના વડે આચાર્યાદિ બનવાના તથા આશ્રમાદિ સ્થાપવાના મોહમાં ફસાઈ ભ્રમ વડે અનેક કુતર્કો ' કરી, પોતાને સાંપ્રદાય જ સત્ય છે એવું કહી મિથ્યાભિમાન વડે પોતાને જ્ઞાની માની બેઠેલા પરંતુ વરતુત:
અજ્ઞાનીઓ ખરેખર દયાને જ પાત્ર ગણાશે. આવા દુરાગ્રહીઓ તો અંતે પોતાના અનુયાયી સહ અધોગતિને જ પામે છે, કારણ કે તેઓ અદ્વૈતવાદનો ઉદ્દેશ સમજતા નથી તેમ તેમનામાં અનુભવને લેશ પણ હોતો નથી.
જ્યાં પરોક્ષજ્ઞાનને જ અભાવ હોય ત્યાં અપરોક્ષ (અનુભવ)ની તે વાત જ કયાંથી સંભવે? ઉદ્દેશ એ કે, અનુભવની ઇચ્છા ધરાવનારાઓએ પ્રથમ પ્રકૃતિપુરુષ ઇત્યાદિના વિવેક દ્વારા પોતાના આત્મવરૂપનું યથાર્થ પક્ષજ્ઞાન સંપાદન કરી, પછી અપરોક્ષાનુભવ મેળવવા માટે પુરુષાર્થ કરવો જોઈએ અને કોઈ પણ પંથાભિમાનને વશ ન થતાં પોતાનું સ્વહિત સાધી કૃતાર્થ થવું જોઈએ. ખાસ ધ્યાનમાં રાખવું જરૂરી છે કે, જેમ આકાશની પાંચ મહાભૂતમાં ગણત્રો થવા છતાં તે પ્રત્યક્ષ બતાવી શકાય તેવું નથી પરંતુ ત્યારે મહાભૂતોને અવકાશ આપના કેઈ એક તત્વ હેવું જોઈએ એવી રીતની કલ્પના વડે જ તેનું અસ્તિત્વ છે એમ કહી શકાય છે તેમ જ્યાં બધા વાદવિવાદો મરી નિર્વિવાદ (વાદરહિત) બને છે એવી યુક્તિ તે જ વેદાંત યા અદ્વૈતવાદને નામે શાસ્ત્રમાં પ્રસિદ્ધ છે. આ વિવેચન સારી રીતે જાણવામાં આવવાથી બુદ્ધિમાનોની અદ્વૈત વા વેદાંતમત વા વાદ સંબંધની માન્યતા અને શંકાઓ દૂર થશે,
ભગવાન કયાં અને આપણે કયાં? જે વાત એક અજ્ઞાનીમાં અજ્ઞાની ગણાતે મૂઢ પણ જાણે છે કિવા બાળકને પણ ખબર હોય છે કે, ભગવાન અને આપણે અલગ છીએ. તાત્પર્ય, આ રીતે બે પડ્યું છે એવું જ્ઞાન તે વ્યવહારમાં એક મૂઢને પણ હોય છે, તો પછી આટલી બધી સાદી વાતને સિદ્ધ કરવાને માટે શાસ્ત્રોની કિવા વ્યાખ્યાનોની શી જરૂર છે? આથી તે ઊલટું લોકેની અજ્ઞાનતામાં વધારો કરી તેઓને ભ્રમમાં નાખવામાં આવે છે. એક ક્ષેત્રના સ્થાને હજારો મનુષ્યોની સભા ભરાઈ હતી. તેમાં વ્યાખ્યાન થવાનું હતું. તેમાં “ભગવાન તથા ભક્ત