________________
ગીતાહન ] આ સર્વ ભૂતેમાં એક આત્મા જ ગૂઢરૂપે હોઈ તે પ્રકાશતો નથી, [ ૬૫
સૂર્યના દષ્ટાન્ત વડે આત્મસ્વરૂપને નિર્ણય હે ભારત! જેમ એક સૂર્ય આ તમામ લોકોને પ્રકાશિત કરે છે તેમ હે પાર્થ! આ સમગ્ર ક્ષેત્રને એક ક્ષેત્રજ્ઞ જ પ્રકાશે છે. કહેવાનો આશય એ છે કે, ઉપર સર્વાત્મભાવને માટે આકાશના દષ્ટાંત વડે આત્મપદવિશ્રાંતિના અભ્યાસને બીજો પ્રકાર સમજાવવામાં આવેલું છે છતાં તેની દૃષ્ટાંત સાથે ભગવાન વધુ સ્પષ્ટતા અન્ને એવી રીતે કરે છે કે જેમ એક જ સૂર્ય આખા જગતને પ્રકાશે છે તેમ એક આત્મા જ ચરાચર સર્વને પ્રકાશી રહ્યો છે. જેમ દીપકની તરફ પ્રસરેલા પ્રકાશની અંદર જે જે વસ્તુઓ હોય તે જ બધી પ્રકાશિત થયેલી જોવામાં આવે છે અને પ્રકાશની બહાર એટલે જે પ્રકાશમાં નથી તેવી વસ્તુઓ જોઈ કિંવા જાણી શકાતી નથી, આથી આ સર્વ વરતુઓ પ્રકાશની અંદર જ ગણાય છે. હવે આ પ્રકાશ તો દીવાની જ્યોતિ વડે પડે છે, તેને પ્રકાશવાને માટે બીજા કોઈ દીવાની જરૂર હોતી નથી; તે તેથી સ્વયંપ્રકાશ છે એમ કહેવાય. વળી આ પ્રકાશિત થનારી વસ્તુઓને દીવાની બહાર ગણવી કે અંદર તેને વિચાર કરવાથી જણાશે કે દીવ આવ્યો કે તેની સાથે પ્રકાશ પણ અનાયાસે જ આવે છે અને પ્રકાશ થયો કે તેમાં જે જે વસ્તુઓ હોય તે તમામ દેખાવાની જ એમાં તે કિંચિત્માત્ર પણ શંકા નથી. અર્થાત પ્રકાશક (દીવો), પ્રકાશ (સાધન) અને પ્રકાશ્ય (વસ્તુઓ) એ ત્રણે એક બીજાને છોડીને કદાપ રહી શકતી નથી. જે ત્રણમાંથી એકનો પણ અભાવ થાય તો તે ત્રણેનો લય અનાયાસે જ થઈ જાય છે એટલે દીપકના પ્રકાશ વડે પ્રકાશમાન થતી આ વસ્તુઓ દીવાની અંદર કે બહાર છે એ કહી શકાતું નથી. કેમ કે દીવાની બહાર જે કાંઈ હોઈ શકે છે તે એક અંધારું અને તે દીવાથી તદ્દન વિરુદ્ધ ધર્મનું હેવાથી તેનું અસ્તિત્વ કદાપિ પ્રકાશિત થઈ શકે જ નહિ, એટલે પ્રકાશિત થનારી તમામ પ્રકાશ્ય વસ્તુઓ દીવાની બહાર છે એમ કાંઈ સિદ્ધ થઈ શકતું નથી. કદાચ કોઈ કહે કે, આ બધી પ્રકાશ્ય વસ્તુઓ દીવાની જ્યોતિની બહાર છે, તો જોત એ પોતે પણ દીવાની બહાર હોઈ તે પ્રકાશરૂપ જ છે. આથી જે તે પોતે જ બહાર છે તે તે બીજાને બહાર કહેવાનું કારણ શી રીતે બને અને આમ કહેવું એ તો તર્કશાસ્ત્રના નિયમ વિરુદ્ધ ગણાશે. અર્થાત આ બહાર અને અંદર એવા ભેદભેદો નિરર્થક જ કરે છે. હવે પ્રકાશની અંદર પ્રકાશ નારા સઘળા પદાર્થો પ્રકાશની બહારના છે એમ જે કહેવામાં આવે તો તે પણ મટી મૂર્ખતા જ ગણાશે. કેમ કે પ્રકાશની બહાર તે ફક્ત તેથી વિરુદ્ધ ધર્મવાળું એક અંધારું જ હેઈ, તે પ્રકાશમાં કદી પણ રહી શકતું નથી, જે ઉપર કહેલું જ છે. એ ન્યાયે આ સર્વ પદાથી પ્રકાશની બહાર એટલે તે કરતાં વિરુદ્ધ ધર્મના છે એમ જે કહીએ તો તે યોગ્ય ગણાશે નહિ; સિવાય આ અનેક વસ્તુ ઓને પ્રકાશિત કરવાને માટે તે દરેક વસ્તુ દીઠ કાંઈ જુદા જુદા દીવાઓ હોતા નથી પરંતુ અનેક વસ્તુઓને પ્રકટ કરવાને માટે એક જ દીવો હોઈ તેમાં જ અનેકવિધ પદાર્થો પ્રકાશિત થાય છે. તસ્માત આ બધું પ્રકાશની અંદર છે, એટલું જ નહિ પણ પ્રકાશથી ભિન્ન ધર્મનું નહિ પણ પ્રકાશરૂપ જ છે. અર્થાત તે તમામ પ્રકાશ ધર્માવાળું છે એમ સિદ્ધ થાય છે. તેથી ભગવાને અત્રે સૂર્યનું દષ્ટાંત આપીને કહેલું છે કે સ્વયંપ્રકાશ એવો એક. આત્મા (વૃક્ષાંક ૧) પિતે જ ક્ષેત્રજ્ઞ એટલે દ્રષ્ટા કિવા સાક્ષી (વૃક્ષાંક ૨) રૂપે બની જેમાં અનેક પ્રકારના ચિત્રવિચિત્ર ભાસો ભાસી રહ્યા છે, એવા ક્ષેત્ર કિવા પ્રકૃતિ અથવા માયાને તેનાં કાર્ય (વૃક્ષાંક ૩ થી ૧૫ ઘ) સહ પ્રકાશિત કરે છે, એમ પ્રતીત થાય છે ખરું, પરંતુ વાસ્તવમાં તો તે સર્વ આત્માથી અભિન એવું એકરસાત્મક બ્રહ્મ જ છે, એમ જે નિશ્ચયાત્મક સમજે છે તે જ ખરે જ્ઞાતા છે એમ જાણવું. જ્ઞાનચક્ષુ તે આનું નામ.
क्षेत्रभेत्रश्योरेवमन्तरं ज्ञानचक्षुषा । भूतप्रकृतिमोक्षं च ये घिदुर्यान्ति ते परम् ॥३५॥
ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞને ભેદ જાણનારે પરમપદને પામે છે "શ્રીકૃષ્ણ ભગવાન આગળ કહે છે કેઃ ઉપર કહેવામાં આવ્યાં તે પ્રમાણેનાં જ્ઞાનચક્ષુ વડે ક્ષેત્ર તથા જ્ઞના અંતર એટલે ભેદ કિવા રહસ્યને જેઓ જાણે છે તથા જ્યાં સર્વ ભૂતનાં આદિકારણરૂપ એવી પ્રકૃતિ.