________________
ગીતાહન] અને મહાન શાંત આત્મામાં વિલય કરે.
[ ૬૬૩ તમે ગુણ વૃદ્ધિનાં લક્ષણે હે કુનંદન! તમોગુણની વિશેષ વૃદ્ધિ થયે અપ્રકાશ, અપ્રવૃત્તિ, પ્રમાદ અને મોહ ઉત્પન થાય છે. ગમે તેટલે ઉપદેશ કરવા છતાં પણ જેની બુદ્ધિમાં તે કદી ઉતરતું નથી તેનું નામ અપ્રકાશ, અપ્રવૃત્તિ એટલે શામાં પ્રવૃત્ત થવું અને શામાંથી નિવૃત્ત થવું, કયાં કર્મો કરવાં અને કયાં નહિ કરવાં, તેનો સારાસાર વિવેક જે કરી શકતો નથી તે; પ્રમાદી એટલે આળસુપણું તથા મોહ એટલે ખોટાને જ સાચું સમજી લેવું તે, આ ગણે તમોગુણની વૃદ્ધિનાં ચિન્હો છે. આમ માયાવ અનેકરૂપે ભાસતા એક જ પરમાત્માને સદગુરૂની સેવા દ્વારા પ્રાપ્ત કરેલી એકાંતિક ભકિતવડે તીક્ષણ કરેલા જ્ઞાનરૂપ કુહાડાથી દેહીના ઉપાધિરૂપ એવા ત્રિગુણાત્મક સૂક્ષ્મદેવને છેદીને પ્રથમ તો સત્વગુણની વૃદ્ધિ કરી તે વડે આત્માનું યથાર્થ રીતે પરોક્ષજ્ઞાન પ્રાપ્ત કરી લેવું તથા ત્યાર પછી તે સત્વગુણુને પણ ત્યાગ કરવો જોઈએ. આ રીતે ક્રમે ધ્યેય પ્રાપ્ત કરી શકાય છે. સવાદિક ગુણની વૃદ્ધિ કેવી રીતે કરવી તે સંબંધમાં શાસ્ત્રનું કથન આપવામાં આવે તો તે અસ્થાને ગણાશે નહિ.
ધર્મની વૃદ્ધિ તથા અધર્મને નાશ શી રીતે થાય ? ભગવાન બોલ્યાઃ સત્વ, રજ અને તમ એ ત્રણ ગુણોની વૃત્તિઓ જ્યાં સુધી સિલક હોય ત્યાં સુધી આત્મજ્ઞાનરૂપ બ્રહ્મવિદ્યા કદી પણ પ્રાપ્ત થતી નથી. આ ગુણની વૃત્તિઓ જ આત્મજ્ઞાનમાં નડતરરૂપ છે. માટે એ વૃત્તિઓને નિવૃત્ત કરીને બ્રહ્મવિદ્યા ઉત્પન્ન ક8 નો પ્રકાર કહું છું. આ સત્વ, રજ અને તમોગુણ એ ત્રણે પ્રકતિ (વૃક્ષાંક ૩) ને છે આત્માના નથી. આત્મામાં તો પ્રકૃતિ અને તેના ત્રણ ગુણોનો અંશ લેશમાત્ર પણ નથી. તે તો તદ્દન અસંગ છે. માટે આત્મ (બ્રહ્મ) પ્રાપ્તિને માટે પ્રથમ સત્ત્વગુણની વૃદ્ધિ કરીને રજ તથા તમોગુણને નાશ કરવો અને પછી સત્વગુણનો સત્ત્વગુણુ વડે જ નાશ કરી નાખવો. વૃદ્ધિ પામેલા સત્વગુણુ વડે આત્મસ્વરૂ૫ એવા મારી ભક્તિરૂ૫ ધર્મની પ્રાપ્તિ થાય છે. સારિક પદાર્થોનું સેવન કરવાથી પ્રથમ સત્ત્વગુણુની વૃદ્ધિ થઈ પછી તે વડે આત્મરૂપ એવા મારી ભકિતરૂપ ધર્મા પ્રવર્તે છે. સત્ત્વગુણની વૃદ્ધિના કારણરૂપ એ આ ભકિતરૂપ ધર્મ રજ તથા તમોગુણને નાશ કરે છે. આ બે ગુનો નાશ થાં જ રજોગુણની વૃદ્ધિરૂપ રાગદ્વેષાદિ તથા તમોગુણની વૃદ્ધિરૂપ પ્રમાદ અને આલસ્યાદિને નાશ પણ અનાયાસે જ થઈ જતો હોવાથી, આ રજ તથા તમે ગુણ વડે ઉત્પન્ન થતા અધર્મનો નાશ પણુ સહજ થાય છે.
ગુણે વડે જ ગુણને નાશ કરે (૧) શાસ્ત્ર, (૨) જળ, (૩) લેક, (૪) દેશ, (૫) કાળ, (૬) કર્મ, (૭) જન્મ, (૮) ધ્યાન, (૯) મંત્ર, તેમ જ (૧૦) સંસ્કાર; એ દશ ગુણેની વૃદ્ધિનાં કારણો છે. આ દશ પદાર્થોમાં વિધાન એટલે અપરહાનુભવીઓ જેનાં વખાણ કરે છે તે સાત્વિક પદાર્થ સમજવો, વિદ્વાને જેની નિંદા કરે છે તે તામસ અને વિદ્વાનો જેની સ્તુતિ કિંવા નિંદા બે પિકી કંઈ પણ કરતા નથી તેને રાજસ જાણ. સત્વગુણની વૃદ્ધિને માટે સાત્વિક પદાર્થોનું સેવન કરવું જોઈએ. જેમ કે (૧) શાસવેદની આખા વિધિ વાકયે યા મહાવાક્યનું જ જેમાં વિવરણ આવેલું છે એવા તત્ત્વજ્ઞાન દર્શાવનારાં શાસ્ત્રો તે સાત્વિક શાઓ હેઈ, તેનું સેવન કરવું પરંતુ પ્રવૃત્તિપરાયણ એવાં પાખંડી શાસ્ત્રોનું સેવન કદીપણ નહિ કરવું જોઈએ તેમજ (૨) જળઃ નદી વગેરેનું વહેતું જળ કિંવા કૂવાવાવડીનું શુદ્ધ જળ તે સાત્વિક સેવન છે પણ મદિરાપાનાદિ તામસ છે; (૩) લેકે: આત્મસ્વરૂપનું જ ચિંતન કરનારા નિવૃત્તિપરાયણ લોકે સાત્વિક છે અને તેમનું સેવન જ પ્રાણ છે તથા કામી અને પ્રવૃત્તિપરાયણ દુરાચારી લેકેનું સેવન અમાહ્ય છે; (૪) દેશઃ દેશમાં પણ શુદ્ધ તથા પવિત્ર એકાંત દેશ ગ્રાહ્ય તેમ જ જુગારખાનાદિ ત્યાજય છે; (૫) કાળઃ કાળમાં પણ પ્રાતઃકાળાદિ સાત્વિક છે તથા મધ્યરાત્રિ, સાયંકાળ ઇત્યાદિ ત્યાજ્ય છે; (૬) કર્મ કર્મોમાં પણુ આત્મપ્રાપ્તિ પ્રીત્યર્થ થતાં કર્મો જ પ્રાલ છે બાકીનાં ત્યાન્ય છે; (૭) જન્મઃ જન્મ ૫ણ શુદ્ધ સદાચાર અને આત્મધર્મમાં પરાયણને