________________
ગીતાદેહન ] શાનયુક્ત બુદ્ધિના આત્મા૫ મહમાં
[ ૬૬૧ સકસ્થાન ફિજિ મોદી કોશિનાર प्रमावालस्यनिद्वाभिस्तन्निबध्नाति भारत ॥८॥
દેહીને તમવડે ઉત્પન્ન થતું બંધન હે ભારત ! વળી તમોગણ તે અજ્ઞાનવ ઉત્પન થયેલો હેઈ સર્વને મોહ પમાડનારો છે એમ જાણું, સર્વ દેહીઓને પ્રમાદ, આળસ અને નિદ્રાવડે તે બંધન કરે છે એટલે તમગુણનું સ્વરૂપ તે અજ્ઞાન જ છે. અજ્ઞાનવડે સર્વ પ્રાણીમાત્રને નશામાં ચકચૂર કરીને વિષયોની પ્રાપ્તિમાં જ દોરવવા તથા કદીપણ સ્વરૂપનું શાન થવા પામે નહિ એવી દક્ષતા રાખવી એટલે આ તમગુણ સાચું શું અને ખોટું શું એને કદી વિવેક જ ઉત્પન્ન થવા દેતા નથી. અર્થાત અલિપ્ત એવા દેહીને સુખને માર્ગ નહિ બતાવતાં, એક કરતાં એક, એમ કમે વધુ ને વધુ વિષયરૂપ નશામાં ચકચૂર બનાવી અનેકવિધ સાંસારિક દુઃખભોગોમાં નાખવા, એ જ આ તમે ગુણનું કાર્ય છે. તે દેહીને વિષયી, પ્રમાદી, વછંદી, આળસુ અને નશામાં ચકચૂર હોય તેવો બનાવી દે છે. તે મનુષ્ય ઘોર નિદ્રામાં જ સુખ સમજે છે. આ રીતે મેહ ઉત્પન્ન કરનારો અને અજ્ઞાનથી જેની ઉત્પત્તિ થવા પામેલો છે એવો તમોગુણ પ્રમાદ, આળસ અને નિદ્રા વડે દેહીને મિથ્યા અભિમાનમાં નાખી તે વડે બંધન ઉત્પન્ન કરે છે.
सत्त्वं सुखे सञ्जयति रजः कर्मणि भारत । ज्ञानमावृत्य तु तमः प्रमावे सञ्जयत्युत ॥९॥
દેહીનું સત્વ, રજ અને તમવડે બંધાવું હે ભારત! આમ સત્વગુણ સુખમાં જેડે છે, રજોગુણ કર્મમાં પ્રવૃત્ત કરે છે તથા તમોગુણ જ્ઞાનને ઢાંકી દઈને પ્રમાદાદિમાં જ જોડે છે. તાત્પર્ય એ કે, સુખ મળશે એવી અભિલાષાવડે દેહીને સત્ત્વગુણ બંધનમાં બાંધી લે છે. આ કર્યું, આ કરવું છે, આ કરીશ, મારું અમુક કર્તવ્ય છે, અમુક કર્તવ્ય બાકી છે, અમુક કર્તવ્ય હું કરી રહ્યો છું ઇત્યાદિ કર્મના પાલવડે રજોગુણ દેવીને બંધનમાં ફસાવે છે તથા તમોગુણ તે જ્ઞાનને ઢાંકી દઈ એટલે સૂર્ય જેમ વાદળાંઓથી ઢંકાઈ જાય તેમ જ્ઞાનને આવત કરી દે છે તથા અજ્ઞાન વડે મેહ ઉત્પન્ન કરી પ્રમાદ અને આળસ વડે દેહીને બંધનયુક્ત કરી દે છે, એટલે દેખતે છતાં આંધળાની જેમ કરી મૂકે છે.
તમકિપૂર પર પથતિ માત ! रजः सवं तमश्चैव तमः सत्त्वं रजस्तथा ॥१०॥
શુદ્ધ સત્વ, રજ અને તમે ગુણ ને કહે છે? હે ભારત! રજ અને તમે ગુણને પરાભવ કરીને સર્વગુણ પ્રબળ થાય છે તેમ જ સવગુણ તથા તમે ગુણને પરાભવ કરીને રજોગુણ તથા સર્વ અને રજને પરાભવ કરીને તમગુણ પ્રબળ થાય છે. એટલે રજોગુણ તથા તમે ગુણ ઉપર તિરસ્કારની ભાવના કરવાથી તે બંનેને ત્યાગ થઈ સવગુણનું પ્રમાણ વિશેષ રહે છે, તે જ પ્રમાણે સત્ત્વ અને તમે ગુણને તિરસ્કાર કરવાથી રોગુણ અને સાવ તથા રજોગુણને તિરસ્કાર કરવાથી તમે ગુણનું પ્રમાણ વિશેષ રહે છે. અર્થાત પિતાને છોડી બીજા બે ગુણેને નિરાસ થાય તે જ શુદ્ધ એવા સવ, રજ કે તમે ગુણનું પ્રમાણ વધુ રહી શકે છે. આમ શુદ્ધ સત્વ, રજ અને લગણ કોને કહેવા તે સમજાવવામાં આવ્યું છે, હવે તેને ઓળખવાનાં ચિત્તે સંબંધે કહું છું.