________________
૬૦ ] રાનમાસ્યુનિ મતિ નિયછે – [ સિદ્ધાન્તકાડ ભ૦ ગીર અ ૧૪/૧૦
દહીને પ્રકૃતિવડે થતું બંધન હે મહાબાહ! દેહમાં રહેલા અવ્યય અર્થાત અવિનાશી એવા દેહીને પ્રકૃતિવડે ઉત્પન્ન થયેલા સત્વ, રજ અને તમ એ ત્રણ ગણોથી બંધન થાય છે. ઉદશ એ કે, જેમ આકાશ ઘરમાં તથા ઘરની આજુબાજુ સર્વત્ર વ્યાપેલું હોવા છતાં પણ તદ્દન અસંગ અને નિર્વિકાર હોય છે, છતાં તેના પર ઘરની ઉપાધિને લીધે આ તે મઠાકાશ છે એવા પ્રકારે મર્યાદિતપણાનો અને વિકારીપણાનો આરોપ કરે છે તેમ આત્મા વસ્તતઃ અવ્યય અને અવિકારી હોવા છતાં આ પ્રકૃતિવડ ઉત્પન થયેલા સત્ત્વ, રજ અને તમ એ ત્રણ ગણોને લીધે પોતે જાણે આ પ્રકતિની ઉપાધિ વડે બંધાઈ ગયો ન હોય તેમ જણાય છે. ભગવાન કહે છે: હે પાર્થ! નિર્મળ આત્માને બંધન નહિ હોવા છતાં જાણે પ્રકૃતિના આ ત્રણ ગુણે તેને જ બંધનકર્તા ન હોય એમ અજ્ઞાનીઓની દષ્ટિએ ભાસે છે, એમ જે તને કહેવામાં આવ્યું છે, તો હવે તે અજ્ઞાનીઓની દષ્ટિએ કયા ગુણ કેને કેવી રીતે બંધન કરે છે તે કહું છું (પ્રકૃતિના ત્રણ ગુણો તથા તેના વિસ્તારના વિવેચન માટે અધ્યાય ૨, ૩, ૭, ૮, ૯ અને ૧૮ જુઓ).
સત્ર પર નિર્મણારામનારાયણ सुखसङ्गेन बध्नाति ज्ञानसङ्गेन चानघ ॥६॥
સત્ત્વગુણ વડે દહીને કેવી રીતે બંધન થાય છે? હે નિષ્પા૫ અર્જુન! ત્રણ ગુણ પિકી સત્ત્વગુણ કે જે નિર્મળપણાને લીધે દુઃખથી રહિત અને સર્વને પ્રકાશક છે, તે સુખના અને જ્ઞાનના સંગવડે અનિર્વચનીય એવા દેહીને બંધન કરે છે, એટલે આ પ્રકૃતિથી ઉપજેલો સત્ત્વગુણ, નિર્મળપણાને લીધે જાણે બીજું ચૈતન્ય કિંવા આત્મા જ ન હોય, તેવું આત્મપ્રતિબિંબ પોતામાં ગ્રહણ કરવાને શક્તિમાન હોય છે, અર્થાત આ સત્વગણ એટલે મતિ મત એવું આ આત્માન પ્રતિબિંબ હોય તેમ ભાસે છે. આમ સર્વેના પ્રકાશક અને અનામય એટલે કેપિણ પ્રકારના વિક્ષેપ કિવા દુખથી રહિત, એવા નિર્મળરૂપે ભાસવું એ સત્ત્વગુણનું લક્ષણ છે. તાત્પર્ય કે, આ સત્ત્વગુણ દેહીને જાણે પોતે બીજો આત્મા જ ન હોય એવી રીતે ભાસ કરાવે છે, તેથી વાસ્તવિક અલિપ્ત એવો આ દેવી પિતાને
છું, હું સુખી છું, હું કોઈ પણ પ્રકારના વિક્ષેપ વિનાને છું, હું બધું સમજું છું, એમ સમજીને તેમાં આસક્ત થાય છે પરંતુ આ તે પ્રકૃતિના સાત્વિક અહંકારનું લક્ષણ છે, એમ તેના લક્ષ્યમાં પણ આવતું નથી, આથી તે દેહીને સુખ અને જ્ઞાનના સંગ કિવા અહંકાર વડે બંધનમાં નાખે છે.
रजो रागात्मकं विद्धि तृष्णासङ्गसमुद्भवम् । જિનારિ જી મોર ના શાળા
રજોગુણુ વડે કર્મસંગથી દેહીને થતું બંધન હે કૌતેવ! પ્રતિ વડે ઉત્પન્ન થનારો રજોગુણ રાગાત્મક એટલે કામની આસક્તિવાળો તથા તૃષ્ણાઓમાં સંગ ક૫ત્ન કરનાર હોઈ તે દેહીને કર્મના સંગવડે બંધન કરે છે. એટલે કે, મારી આ ફરજ છે, મારું આ કર્તવ્ય છે, મારે આ કામ કરવાનું છે, તે કરવાનું છે, આજે આ કર્યું, કાલે તે કરીશ, મારા સિવાય આ બધું કોણ કરશે? ઇત્યાદિ અનેક કામનાઓ અને તૃષ્ણાઓથી વ્યાકળ બનાવી તેમાં જ રંગાવી
એ રજોગુણનું કાર્ય છે. તે વડે આ દેહીને અનેક કર્મોમાં પ્રવૃત્ત કરીને તેને પોતે કર્મની જાળ વડે બાંધી દે છે અને સંસારમાં જ ર પઓ રાખે છે. આવી રીતની માન્યતાપ અહંકાર વડે આ વાસ્તવિક અલિપ્ત જે દેહી રજોગુણવડ બંધનને પામે છે,