________________
૬૫૮] છદ્રાક્ષની પ્રાજ્ઞવજ્ઞાન માનિ [ સિદ્ધાન્તકાડ ભ૦ ગીવ અe ૧૪/૫
હુ” (વૃક્ષાંક ૩) ને મારું એવું નામ પ્રાપ્ત થયું છે. આમ વાસ્તવિક બ્રહ્મરૂપ હોવા છતાં પરમાત્મા પિતામાં જ પ્રથમ દૈતરૂપે પ્રકટ થયો. વસ્તુતઃ આ રીતનો તેનો ઉત્પત્તિક્રમ છે છતાં જ્યાં સુધી હું હું એવી પ્રતિબિંબરૂપ રણા (વૃક્ષાંક ૩) બહાર પ્રકટ થતી નથી ત્યાં સુધી તેને પોતાને જાણનાર કોઈ હરી એવી કલ્પના પણ કયાંથી થઈ શકે? અથત કલ્પના કરવાવાળાની જ જ્યાં ઉત્પત્તિ નથી તે પછી ક૯૫નાથો પર કાંઈક હશે એ સંબંધે વિયાર કરવાપણું પણ ક્યાં રહ્યું અને કોણ કરે? જેમ વીજળીને દીવો જ્યાં સુધી પ્રકાશિત ન થાય ત્યાં સુધી વિદ્યુતવરમાં વીજળી છે તેની ખાતરી શું? તે તે જ્યારે દીવા પ્રકાશમાન થાય ત્યારે જ જાણી શકાય છે કે વિદ્યતઘરમાં પ્રકાશનો જથ્થો જરૂર હોવો જ જોઈએ; આમ તે દીવાનું પ્રાકટય થયા પછી જ અનુમાન વડે સિદ્ધ કરી શકાય છે, પ્રત્યક્ષ જોઈ શકાય એવો તે દી૫કને પ્રકાશ જ હોય છે, તે પ્રમાણે જ્યાં સુધી આ “હું” “હું” એવી રફુરણા કુરીને બહાર નહિ પ્રકટે ત્યાં સધી તે હું ને કહેનારે કઈ છે એમ પણ સિદ્ધ થઈ શકે નહિ તેથી ઈશ્વરરૂપ શુદ્ધ “હું” (વૃક્ષાંક ૨) નું પિતાની જ દ્રષ્ટાભાવરૂ૫ (ઈક્ષણ) શક્તિ વડે જે “” એવા રણનું આદ્ય સ્થાન છે તે જ નિ, માયા કિંવા પ્રકૃતિ (વૃક્ષાંક ૩) કહેવાય, તેથી આ નિ કિવા પ્રકૃતિ તે જ શુદ્ધ “હું” નું પ્રથમનું પ્રતિબિંબ, એવી તેને સંજ્ઞા છે (વૃક્ષાંક ૩ જુઓ). આથી ભગવાને અત્રે આત્મભાવ (વૃક્ષાંક ૧) માં રિથા રહીને કહ્યું છે કે, મારી યોનિ યાને પ્રકૃતિમાં “હું” એવા ગર્ભને હું જ ધારણ કરું છું. તે જ મારું ગર્ભનું સ્થાનક છે. આ માયા વા પ્રકૃતિ “હુ” “હું” એવા વિસ્તારને પામ્યા બાદ તેમાંથી સત્વ, રજ અને તમ એવા ત્રણ ગુણેનો સંભ થાય છે, પછી તે ત્રણે ગુણેના સમમિશ્રણવાળી અવ્યક્તપ્રકૃતિ (વૃક્ષાંક ૪) રૂપે બને છે, ત્યાર પછી તે આ ત્રણ ગુણના અંશ સહ ક્રિયા અને નાનશક્તિના સમમિશ્રણવાળી અર્ધનારીનટેશ્વર(વૃક્ષાંક ૫)રૂપે બને છે, પશ્ચત સર્વ ભૂત માત્રામાં સત્રરૂપે રહેલા સૂત્રાત્મારૂ૫ મહાપ્રાણુ કિંવા છવભાવ (વૃક્ષાંક ૬) સ્વરૂપે તે જ પ્રકટ થાય છે અને પછી મહત, અહંકાર,ચિત્ત, બુદ્ધિ મન, હિરણ્યગર્ભ, બ્રહ્મદેવ તથા બ્રહ્માંડ (વૃક્ષાંક ૭ થી ૧૪) એ ક્રમે વિસ્તારને પામી ત્યારબાદ બ્રહ્માંડની અંદર આવેલા ચૌદ લેક (વૃક્ષાંક ૧૫ થી ૧૫ ઘ) રૂપે બની સર્વત્ર સ્થૂલ સ્વરૂપે પ્રતીતિમાં આવે છે. એ રીતે આભાજ પોતે પાતામાં કારણ, સૂમ અને ધૂલ ઈત્યાદિ રૂપે ક્રમે ક્રમે વિવર્તભાવને પામે છે. આ મુજબ બ્રહ્મરૂપ
એવી આ પ્રકૃતિને મહદાદિરૂપે થયેલા જે વિસ્તાર તે સર્વે વાસ્તવિક રીતે તો બ્રહ્મરૂપ જ છે, બ્રહ્મથી. કાંઈ છે જ નહિ, એ ભાવ બતાવવાના ઉદ્દેશથી ભગવાને કહ્યું છે કે, મહત્તત્ત્વાદિના વિસ્તારવાળી જે મારી આ નિ કિંવા પ્રકૃતિ છે તે પણ વાસ્તવિક બ્રહ્મરૂપ જ છે. સંક્ષેપમાં આ બધું બ્રહ્મનું જ અપર કિંવા વિરાટ સ્વરૂપ છે અને તે બ્રહ્મથી કિચિત અંશે પણ ભિન્ન નથી. એ ભાવ દર્શાવવાને માટે ભગવાને અત્રે કહ્યું છે કે આ મહદારિરૂપે પ્રતીત થતી મારી યોનિ વસ્તુતઃ બ્રહ્મરૂપ જ છે. તેમાં બ્રહ્મરૂપ એવો જ બ્રહ્મરૂપ એવા “હું” બહુ રૂપ ગર્ભને મૂકું છું, જે વાસ્તવિક આત્મસ્વરૂપ છે. આત્મસ્વરૂપ એવા “હું” વડે જ આ સર્વ ચરાચરની ઉત્પત્તિ થાય છે અને તે જ સર્વની ઉત્પત્તિ અને લયરૂપ છે (પ્રકૃતિનો વિસ્તાર કેવી રીતે થયો તે જાણવાની વિશેષ ઈચછા હોય તે કિરણુશ ૩૬ થી ૪૧ તથા અધ્યાય ૨-૩-૪ અને ૭-૮-૯ જુઓ).
મહત બ્રહ્મ એ જ વિરાટ કિંવા અપર સ્વરૂપ છે આ વિવેચન ઉપરથી જાણી શકાશે કે, માતા તે યજ્ઞ૨૫ બાળકને જન્મ આપશે, ઇત્યાદિ પ્રકારના શ્રતિશાસ્ત્રોમાં જે વર્ણન આવે છે તે કૃતિકથનનો ઉદ્દેશ પણ ઉપરના વિવેચનથી રપષ્ટ થાય છે. અનિર્વચનીય એવું બ્રહ્મ (વૃક્ષાંક ૧) પોતે જ પ્રથમ શુદ્ધ “હુ' (વૃક્ષાંક ૨) રૂપે અપ્રકટ હોય છે, પણ તે જયારે આ પ્રકૃતિરૂ૫ “હું” “હુ” એવાં રફુરણ (વૃક્ષાંક ૩) રૂપે પ્રકટ થવા પામે છે, ત્યારે જ તે લક્ષ્યાર્થ વડે સમજી શકાય છે, કે આ “હુ” “હું” એવું કહેનારે તેને બીજે કઈ સાક્ષી જરૂર છે અને એ સાક્ષી એટલે યજ્ઞપુરુષ (વૃક્ષાંક ૨) પોતે સ્વતકસિદ્ધ એવા આત્મરૂપ (વૃક્ષાંક ૧) હોવા છતાં પણ પ્રકતિ કે જે ચરાચર દશ્યની માતા કહેવાય છે તેની ઉત્પત્તિ થયા પછી જ જાણી શકાય તેવો છે. કેમકે આ પ્રકૃતિરૂ૫