________________
ગીતાદેહન]
આત્મનિષ્ઠ સૂક્ષ્મદર્શીઓ જ તેને સાક્ષાત્કાર કરી શકે છે.
[ ૬પ૭
કક્ષાનું જ્ઞાન પ્રાપ્ત કરી લઈ હંમેશાં તેનો જ આશ્રય કરીને રહેલા હોય છે એટલે જે આત્માનું પરોક્ષ જ્ઞાન પ્રાપ્ત કરી લીધા પછી તેનો આશ્રય લઈ અભ્યાસહારા અપરોક્ષાનુભવને માટે તેમાં જ એજ્ય થવાને હરહંમેશ પ્રયત્ન કરે છે તેઓ અંતે આત્મસ્વરૂપમાં જ તદાકાર બની જાય છે. અર્થાત કેવળ એક આત્મસ્વરૂપ જ બની જાય છે, કે જે આત્મા આ મિથ્યા પ્રકૃતિના ગુ વડે ઉત્પન્ન થતો સગપરંપરા એટલે સૃષ્ટિની ઉત્પત્તિમાં કદી ઉપન થતું નથી અને લયને પણ પામતો નથી. ટૂંકમાં, આ જ્ઞાનના આશ્રયીઓ પણ આત્માની જેમ અજન્મા જ બની જાય છે કેમકે આત્મામાં કદી ઉત્પત્તિ કિં. લયાદિનો અંશ પણ સ્પશી શકતો નથી.
मम योनिर्महद्ब्रह्म तस्मिन्गर्भ धाम्यहम् । सम्भवः सर्वभूतानां ततो भवति भारत ॥३॥
મહદ બ્રહ્મ એ મારી નિ કેમ? આત્મસ્વરૂપ એ જે હું (વૃક્ષાંક ૧) તે મારી યોનિ એટલે પ્રકૃતિ(વૃક્ષાંક ૩) છે. જે ત્રણ ગુણો વડે મહબ્રહ્મ અર્થાત મહદાદિ કે જે વાસ્તવિક રીતે તો બ્રહ્મરૂપ જ છે તે વડે ધારણ કરાયેલી છે. એટલે વસ્તુતઃ બ્રહ્મરૂપ એવી મારી યોનિમાં પ્રથમ હું રૂપ (વૃક્ષાંક ૩) એવા ગર્ભને આત્મસ્વરૂપ (વૃક્ષાંક ૧) એ હું જ ઈશ્વરરૂપ એવા શુદ્ધ હું (ક્ષાંક ૨) વડે ધારણ કરું છું. હે ભારત! આ તમામ ભૂતની ઉત્પત્તિ તે આમસ્વરૂપ એવા મારા આ “હું”રૂ૫ ગર્ભ (વૃક્ષાંક ૩) વડે જ થાય છે. ભગવાન શ્રીકૃષ્ણ આમાં ઘણું જ ગૂઢ રહસ્ય કહ્યું છે. તેમના કથનનો ઉદ્દેશ એવો છે કે, હું તે વાસ્તવિક બ્રહ્મ કિંવા આત્મા (રક્ષાંક ૧) જ છે બ્રહ્મરૂપ એવા મારી ઉત્પત્તિ કદી પણ સંભવતી નથી; છતાં કોઈ કહેશે કે, આ બધી જગતાદિ દશ્યજાળ તો પ્રત્યક્ષ પ્રતીત થાય છે તો તેવા અજ્ઞાનીઓને માટે હું કહું છું કે આ જે કંઈ મિથ્યા દસ્યજાળ પ્રતીત થયેલી જોવામાં આવે છે તે તમામ હું કે જે બ્રહ્મ છે તેવા મારા બ્રહ્મરૂ૫થી કિંચિત્માત્ર પણ ભિન્ન નથી; તે સર્વની ઉત્પત્તિ બ્રહ્મમાંથી જ થયેલી છે અર્થાત આત્મસ્વરૂપ એ હું જ ઈશ્વર કિંવા શુદ્ધ હું (વેક્ષાંક ૨) રૂપે અપ્રકટ વા સૂક્ષ્મરૂપે રહી બ્રહ્મરૂપે એવી મારી યોનિ એટલે પ્રકૃતિ, માયા કિંવા પ્રતિબિંબિત હું (વૃક્ષાંક ૩) રૂપે પ્રથમ સંભવું છું, તથા પછી પ્રતિબિંબિત કુરણરૂપે બનેલા હું હું એવા આ ગર્ભને એટલે યોનિ કિવા પ્રકૃતિ (વૃક્ષાંક ૩) ને ઈશ્વરસ્વરૂપ એવો શુદ્ધ હું જ ધારણ કરું છું એટલે કે, આત્મા તે તદ્દન અસંગ અને અજન્મા છે તેમાં આ હું એવી રકુરણને અંશ પણ નથી. તે પોતે પોતામાં જ હું એવા શુદ્ધ સ્વરૂપે પ્રથમ અપ્રકટરૂપે હોય છે. જેને સર્વ દયાદિનો સાક્ષી, દ્રષ્ટા કિંવા ઈશ્વર એમ શાસ્ત્રોમાં કહેવામાં આવેલું છે તે પણ વાસ્તવિક બ્રહ્મરૂપ જ છે. આ રીતે અપ્રકટ એ ઇશ્વર (ક્ષાંક ૨) પોતે પોતાની ઈક્ષણરૂપ કાળ શક્તિરૂપે બની એટલે જેમ વ્યવહારમાં કઈ કામ હું કેવળ આ કાયમ દ્રષ્ટા છું એવી દ્રષ્ટાપણાની ભાવના વડે જ અર્થાત ક્રિયા કર્યા સિવાય કેવળ નેત્રના ઇશારાથી જ કરવામાં આવે છે તે પ્રમાણે આ ઈશ્વર પિતે પિતાની કાળરૂ૫ ઈક્ષણ વા દ્રષ્ટાવશક્તિ વડે જ પોતે પિતાનામાં અપ્રકટ રહેલા શુદ્ધ “હું માં જ “હું” “હું” એવી પ્રકટ ફુરણારૂપે અર્થાત હું એવા પ્રતિબિંબરૂપે તે જાણે બહાર હોય એવી રીતે પ્રકટ કરે છે. જેમ કોળિયો પિતામાંથી ઉત્પન્ન થયેલી લાળ થકી જાળું બનાવે છે તથા રમત પૂરી થયે વળી પાછું તેને પોતે પોતામાં જ સમેટી લે છે, તે પ્રમાણે આ શુદ્ધ હું સ્વરૂપ એવો ઈશ્વર અથવા ક્ષરપુરુષ (ક્ષાંક ૨) પોતે પિતામાં પિતાની ઈક્ષણરૂપ કાળશક્તિ વડે “હુ” “હુ” (વૃક્ષાંક ૩) એવી ફુરણરૂપે પ્રકટ થાય છે. આમ તેનું બહુ“હુ' રૂપે પ્રથમ પ્રકટ થવાનું જે આદ્ય સ્થાન તે જ તેની યોનિ, પ્રકૃતિ, માયા કિંવા અવિદ્યા સમજે (વૃક્ષાંક ૩ જુએ), આથી તેને એટલે ઈશ્વરને પિતાને શુદ્ધ હું (વૃક્ષાંક ૨) તથા તેના ફુરણરૂપ આ બીજ અશુદ્ધ
ર