________________
૬૫૬] તે વાચા યુવા નવા લૂક્ષ્મ છે . [ સિદ્ધાન્તકાડ ભ૦ ગી- અ૧૪૩ (વક્ષાંક ૩) ને પણ મોક્ષ થાય છે એટલે આ પ્રકૃતિનું અસ્તિત્વ પણ જ્યાં છે જ નહિ, અર્થાત જ્યાં પ્રકૃતિને જ અત્યંત અભાવ છે એવું જે વિવેક દષ્ટિ વડે જાણે છે, તેઓ પરમપદને એટલે પરબ્રહ્મ પરમાત્માને પામે છે. અત્રે કહેવામાં આવેલા ક્ષેત્ર અને ક્ષેત્ર તથા પ્રકૃતિ અને પુરુષ એ બંનેમાં વાસ્તવિક ભેદ બિલકુલ નથી, છતાં જે તેને ભેદદષ્ટિએ વિચાર કરવામાં આવે તે આ બંનેમાં ભેદ ફક્ત એટલો જ છે કે ક્ષેત્ર ક્ષેત્રની દષ્ટિના આશ્રયે જે સમજાવેલું હોય છે તેને ઉદ્દેશ આ ક્ષેત્ર તથા ક્ષેત્ર બંને એક આત્મસ્વરૂપ જ છે, આમાથી ભિન્ન નથી એવા સર્વાત્મભાવની સિદ્ધતા પૂરતું જ છે તથા પ્રકૃતિપુરુષના વિવેકની દૃષ્ટિએ જે સમજાવેલું છે તેમાં પ્રકૃતિ તથા તેનું તમામ કાર્ય નાશવંત હેઈ અવિનાશી એવો આત્મા જ એક સત્ય છે; તેનો સંબંધ પ્રકૃતિ કિવા તેના કાર્યની સાથે કિંચિત્માત્ર પણ નથી. એવી રીતનો વિવેક કરી આત્મરવરૂપની પ્રાપ્તિને માટે નિઃશેષભાવની સિદ્ધતા કરેલી છે. આ રીતને ભેદ અજ્ઞાનીઓને સમજાવવાની દૃષ્ટિએ આકાશ અને સૂર્યને ઉદાહરણ સાથે આ અધ્યાયમાં ભગવાને સ્પષ્ટ કહે છે; પરંતુ વાસ્તવિક તો એ બંને દૃષ્ટિઓને આશય અનિર્વચનીય આત્મપદની સિદ્ધતાને માટે યુકિત પૂરતું જ છે એમ જાણવું.
.
અધ્યાય ૧૪
બનાવવાનपरं भूयः प्रवक्ष्यामि ज्ञानानां ज्ञानमुत्तमम् ।। यज्ज्ञात्वा मुनयः सर्वे पुरां सिद्धिमतो गताः ॥१॥
પરબત્તમ જ્ઞાન ફરીથી કહું છું ભગવાન શ્રીકૃષ્ણ કહે છેઃ હે અર્જુન ! તારી દતાને માટે જ્ઞાનમાં એક અને સર્વોત્તમ એવું જ્ઞાન હું તને ફરીથી કહીશ, જે જાણીને સર્વે મુનિઓ અહીંથી એટલે આ દશ્યના મોહપાશમાંથી સ્ટીને પરમસિદ્ધિ અર્થાત નિવાર્ણપદને પામ્યા છે. સારાંશ, જ્ઞાનેથી શ્રેષ્ઠ જ્ઞાન કે જે, જાણ્યા પછી આગળ કાંઈ જાણવાપણું રહેતું જ નથી એવું પરમોચ્ચ જ્ઞાન હું તને તારી દઢતાને માટે ફરીથી કહું છું તે તું સાંભળ, એમ ભગવાને અર્જુન પ્રતિ હેલું છે. આ પરમજ્ઞાન જાણવાથી જ મુનિઓ આ મિથ્યા એવી મેહમયી દસ્યજાળમાંથી છૂટીને પરમ કેવયપદને પામ્યા છે.
इदं ज्ञानमुपाश्रित्य मम साधर्म्यमागताः । सर्गेऽपि नोपजायन्ते लये न व्यथन्ति च ॥२॥
ઉત્પત્તિ તથા લયને કણ પામતા નથી? આ પરમોચ્ચ જ્ઞાન કે જે પૂર્વે કહેવામાં આવ્યું છે તથા હવે પછી કહેવામાં આવશે તે જ્ઞાનને આશ્રય કરનારા વા અભ્યાસકે મારા “સાધચ્ચેનાતા:” એટલે આત્મસ્વરૂપ એવા મારા જેવા સમભાવને પામે છે અર્થાત મારી સાથે જ એકરૂ૫ (તદાકાર) બની જાય છે. આથી જેમ હું અજન્મા છે, તેમ તે એ પણ મારા જેવા જ બની આ સર્ગમાં એટલે માયાના ત્રણ ગુણો વડે ઉત્પન્ન થયેલી સૃષ્ટિ (વૃક્ષાંક ૩ થી ૧૫ ૧)માં કદી ઉત્પન પણ થતા નથી અને પ્રલયમાં નષ્ટ પણ થતા નથી, તાત્પર્ય કે જેઓ આ અત્યંત ઉચ્ચ