________________
૬૫૪ ]
સંપુ મૂતેષુ રોમા જ પ્રાતો
[ સિદ્ધાન્તકારડ ભ૦ ગીવ અ૦ ૧૩/૩૫
પણુ અતિ સૂક્ષમ હોવું જોઈએ તે જ આકાશ છે, એમ નક્કી સમજે. આમ આકાશ તત્વ તો કેવળ બુદ્ધિથી જ કલ્પી શકાય તેવું અતિ સુક્ષમ છે; આથી જ તેને અનુભવ લેવો હોય તો પૃથ્યાદિ ચારે મહાભૂતોને નિરાસ કરે એટલું જ એક કાર્ય કરવાનું હોય છે. અરીસાની અંદર જે જે પદાર્થોનું પ્રતિબિંબ જોવાની ઇચ્છા હોય તે તે પદાર્થો અરીસાની સામે મૂકવાથી તેનું પ્રતિબિંબ જોઈ શકાય છે પરંતુ જે આકાશનું જ પ્રતિબિંબ જોવાની ઈચ્છા હોય તો આકાશને બીજા પદાર્થોની જેમ કાંઈ અરીસાની સામે લાવી શકાતું નથી, પરંતુ અરીસાની સામેના તમામ પદાર્થો ખસેડી લેવા એટલું જ એક કામ કરવાનું હોય છે કિંવા ઘરમાંથી બહાર ખુલ્લા મેદાનમાં અરીસાને મૂકવાથી વ્યવહારમાં જેને આકાશ કહે છે તેનું પ્રતિબિંબ બતાવી શકાય છે તેમ આકાશની જેમ આત્મા પણ ચરાચરમાં ઉપર, નીચે, અંદર, બહાર, આમ તેમ એમ બધે વ્યાપેલો હોવા છતાં મન, બુદ્ધિ, અહંકાર ઇત્યાદિ સર્વ કરતાં પણ અતિ સૂક્ષ્મ હોવાને લીધે તે કશાથી પણ લપાતો નથી. આથી તેને અનુભવ કરવાની ઇચ્છા હોય તેમણે શરીર, વાણી, મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર ઇત્યાદિ વડે થતાં કાયિક, વાચિક અને માનસિક વગેરે વિષયો સહ તમામ કર્મો તથા તેના નિશ્ચય વગેરેનો ત્યાગ કરી વિકથી રહિત બની તદ્દન નિ:શેષ અને શાંત થવું પડે છે, તે જ તે અનિર્વચનીય એવા આત્મપદમાં સ્થિત થઈ શકે છે. અંતઃકરણમાં હું, તું, તે, આ, મારું, તારું, મને તને ઇત્યાદિ સંક૯પ વિકલ્પ હોય ત્યાં સુધીને માટે આત્માને અનુભવ શી રીતે આવી શકે? આથી શાસ્ત્રકારો હું નથી, તું નથી. તે નથી, આ નથી, મારું નથી તથા મને કહેનાર નથી, ટૂંકમાં હું, મારું, તું, તારું ઇત્યાદિ કઈ પણ ભાવ આત્મામાં નથી; એ રીતે નાહમને દઢ અભ્યાસ કરીને સર્વ સંકઃપોથી રહિત થઈ નિ:શેષ એવા આત્મપદનો અનુભવ લેવો જોઈએ એમ પોકારી પોકારીને કહે છે. આ જ એક અભ્યાસને સર્વોત્તમ બેકાર છે અથવા બીજો પ્રકાર એવો છે કે જેમ આકાશમાંથી વાયુ, વાયુમાંથી વહ્નિ (તેજ), તેજમાંથી જળ, જળમાંથી પૃથ્વી અને પૃથ્વીમાંથી પ્રતીત થતા આ અનેક આકાર તથા નો મરૂપ જોવામાં આવે છે. એવું આ ચરાચર પૂલ, સૂક્ષ્મ જગત ઉપરના ક્રમે ઉત્પન્ન થાય છે, એટલે આ બધાનું મૂળ બીજ આકાશ હોવાથી બીજાં કરન્યાયાનુસાર આ બધું આકાશરૂપ જ છે એમ પણ કહી શકાય. તે ધરણે આ શરીરવડે જે જે ક્રિયાઓ થાય છે, મનવડે જે જે સંકલ્પ થવા પામે છે, પરા, પયંતિ, મધ્યમ અને વૈખરી વાણી વડે છે જે કાંઈ ઉચ્ચાર થતો રહે છે, બુદ્ધિવડે જે જે કાંઈ નિશ્ચય કરવામાં આવે છે, આંખો વડે જે જે કાંઈ જોઈ શકાય છે, ત્વચા વડે સ્પર્શદિને જે અનુભવ આવે છે ઈત્યાદિ , તું, તે, આ, મારુ, તારું, મને, તને વગેરે અનેક ભિન્ન ભિન્ન નામરૂપ તથા આકારાદિરૂપે જે જે કાંઈ હર્ષ, શોક, સુખ, દુઃખ, ભય, અભય, ઇત્યાદિ દ્વન્દો પ્રતીતિમાં આવતા હોય તે તમામ આત્માથી અભિન્ન એવું એકરસાત્મક આત્મસ્વરૂપ જ છે, એવા પ્રકારના દઢ નિશ્ચય વડે હું એ આત્મા જ છે, તું પશુ આત્મા છે, તે પણ આત્મા જ છે, આ પણ આત્મા છે, મારું પણ આત્મા છે, તારું પણ આમાં છે, મને પણ આત્મા છે અને તેને પણ આત્મા હેઈને તે સર્વને કહેનારો તથા જાણનારે પોતે પણ આત્મા જ છે. આ રીતે સર્વત્ર એક આત્માની જ ભાવના કરી પોતે પોતાને પણ વિસરી જવું જોઈએ. આમ આત્મપ્રાપ્તિના મુખ્ય જે બે અભ્યાસક્રમ છે તે પૈકી પ્રથમ આત્માનું સાચું સ્વરૂપ સમજી લીધા બાદ તેને અપરોક્ષ અનુભવ કેવી રીતે કરો એની સ્પષ્ટતા માટે ભગવાને અત્રે આકાશનું દષ્ટાંત આપેલું છે. હવે સર્વાત્મભાવના અભ્યાસક્રમની કલ્પના જે કે ઉપર કહેવામાં આવેલી છે છતાં ક્ષેત્રક્ષેત્રાનું સ્વરૂપ સમજાવવાની દૃષ્ટિએ સૂર્યના દષ્ટાંતસહ ભગવાન નીચે પ્રમાણે કહે છે.
यथा प्रकाशयस्येकः कृत्स्न लोकममं रविः । क्षेत्र क्षेत्री तथा कुत्स्ने प्रकाशयति भारत ॥३॥