________________
ગીતાહન ] પુરુષથી પર બીજું કઈ નથી તે જ સર્વની અવધિ યાને પરા ગતિ છે. [ ૬૫૩ અનંતપે વિસ્તારને પામે છે. આ તમામ વિસ્તાર આત્માને હોઈ તે આત્માથી તદ્દન અભિન્ન એવો છે એ પ્રમાણે પૃથફરૂપે ભાસતા તમામ ભાવેને જે એક આત્મામાં જ જુએ છે અને જયારે આ રીતની સર્વાત્મદષ્ટિ થાય છે ત્યારે જ તે પોતે પણ આત્મા કિંવા બ્રા સાથે સંપૂર્ણ રીતે તાદાસ્યભાવને પામે છે.
अनादित्वान्निर्गुणत्वात्परमात्माय॒मव्ययः । शरीरस्थोऽपि कौन्तेय न करोति न लिप्यते ॥३२॥
પરમાત્મા અવ્યક્ત કેમ? હે કય! અનાદિપણુ તથા નિગુણપણાને લીધે આ અવ્યય એ પરમાત્મા શરીરમાં રહ્યો છો કાંઈ કરતે પણ નથી કે લેપાત ય નથી. આદિથી રહિત તે અનાદિ કહેવાય. આદિ શબ્દ તો ઉત્પત્તિની શરૂઆતને લાગુ પાડી શકાય અને ઉત્પત્તિની શરૂઆત તે પ્રકૃતિ(વૃક્ષાંક ૩) વડે થાય છે તેથી તે આદિ ગણાય; પરંતુ આત્મા (ક્ષાંક ૧)માં આ પ્રકૃતિ (વૃક્ષાંક ૩)ને અંશ પણ નથી તેથી જ્યાં આદિ જ નથી એવો એ આત્મા છે, એમ દર્શાવવાના ઉદ્દેશથી આત્માને અનાદિ શબ્દ વડે સંબોધવામાં આવેલ છે. અર્થાત્ આ અનાદિ શબ્દ એ આત્માને જ વાચક છે. વિકાર એ તે પ્રકૃતિને ધર્મ છે. આત્મામાં વિકારીપણું નહિ
નો લવલેશ પણ નથી. માટે નિર્વિકારીપણાને લીધે આ પરમાત્મા અવ્યય અને ગુણાતીત હેઈ તે આકાશની પેઠે શરીરમાં રહેવા છતાં પણ કાંઈ કરતો ય નથી અને પાસે પણ નથી.
यथा सर्वगतं सौक्ष्म्यादाकाशं नोपलिप्यते । सर्वत्रावस्थितो देहे तथात्मा नोपलिप्यते ॥३॥
આકાશના દષ્ટાંત વડે સમજાવેલું આત્માનું સ્વરૂપ જેવી રીતે આકાશ સર્વત્ર વ્યાપેલું હોવા છતાં અતિશય સૂમપણાને લીધે તે લેવાતું નથી, તેમ આત્મા દેહમાં બધે રહેલો હોવા છતે પણ તે કશાથી કિંચિત્માત્ર પણ લપાતો નથી. ઉદ્દેશ એ કે, આકાશ દશ્યાદિ ચારે મહાભૂતમાં ઉપર, નીચે, અંદર, બહાર એમ બધે વ્યાપેલું હોવા છતાં કશામાં લપાતું નથી એટલું બધું તે સૂક્ષમ છે. વળી આમ નિત્યકતિ તે સર્વ જગાએ અને સર્વમાં વ્યાપેલું હોવા છતાં કોઈ કહે કે મને આકાશ બતાવો, તો તે કોઈ પણ સાધન દ્વારા બતાવી શકાય તેવું નથી, પરંતુ પૃગીમાંના તમામ જડ પદાર્થો તેમ જ પૃથ્વી, જળ, તેજ અને વાયુ એ ચારે મહાભૂતોનો વિલય થયા પછી જે શેષ રહે તે જ આકાશ કહેવાય, એવી રીતે કેવળ બુદ્ધિ વડે જ તેની પ્રતીતિ કરાવી શકાય છે. પૃથ્વી તે જડ, કઠણાશવાળી હેવાથી તે આકારાદિ વડે પ્રત્યક્ષ જ હોય છે, પાણીને આકાર વગેરે નથી પણ દ્રવપણું હેવાથી કેઈપણ વસ્ત તારા જ તેની ખાતરી કરાવી શકાય તેમ છે, તેની ખાતરી તે નેત્રદ્વારા આ બધું જે જે જોવામાં આવે છે તે ઉપરથી કરાવી શકાય તેમ છે, એટલે તેની ખાતરી કઈ વાસણમાં લઈ પીને કિંવા ખાઈને થઈ શકતી નથી અથવા તેનું ગૂંચળું કરીને ગજવામાં કિવા તિજોરીમાં મૂકી શકાતું નથી પરંતુ ફક્ત તે નેત્ર દ્વારા જ જોઈ શકાય તેવું હોય છે, તેમ જ વાયુ તો નેત્રથી પણ જોઈ શકાતો નથી, તેની ખાતરી તે ત્વચાના શીતઉષ્ણદિ સ્પર્શપ ધર્મો વડે કિવા ઝાડપાનના હલનચલન ઉપરથી કરાવી શકાય છે. આમ વાયુ સુધીને અનુભવ તે સર્વ પ્રાણીઓ (સૂત) લઈ શકે છે પરંતુ આકાશ તે કઈ પણ સાધન વડે બતાવી શકાતું નથી કે શીતઉષ્ણાદિ કોઈ પણ સાધનદ્વારા તેને અનુભવ થઈ શકતો નથી, પરંતુ ફક્ત એટલું જ કહી શકાય છે કે આ વાય કે જેને અનુભવ આવે છે, તેને કોઈ પણ તત્ત્વમાં અવકાશ મળેલો હેવો જોઈએ અથત આ વાયને વિચરવાની મયદાનું પણ કોઈ સ્થાન હોવું જોઈએ અને તે વાયુ કરતાં