________________
ગીતાહન ] મહતથી પર અવ્યક્ત છે, અવ્યક્તથી પર પુરુષ છે.
[ પ૧ ભાવો પરસ્પર સાપેક્ષ છે. તેથી આ ક્ષેત્ર છે જેને પ્રકૃતિ પણ કહે છે તે તે નાશવંત છે અને તેની અપેક્ષાએ ક્ષેત્રજ્ઞ કિવા પુરુષ અવિનાશી ગણાય, તેથી અત્રે ભગવાને સ્પષ્ટતા કરેલી છે કે, આ સર્વ ભૂતેમાં એટલે ક્ષેત્રમાં જે વિનાશીપણું જોવામાં આવે છે તે તથા અવિનાશી એટલે ક્ષેત્રજ્ઞ એ બંનેમાં આત્મસ્વરૂપ એ એક પરમેશ્વર જ વ્યાપેલો છે એવી રીતે સમાનદૃષ્ટિથી જુએ છે તે જ ખરે જોનાર કિવા જ્ઞાની છે. સારાંશ, જે વિનાશીમાં એટલે દૈતભાવમાં અવિનાશીપણું એટલે અદ્વૈતભાવ દેખે છે તેજ ખરે દેખતો છે તથા બાકીના બધા અંધ છે એમ જાણવું.
समें पश्यन्हि सर्वत्र समवस्थितमीश्वरम् । म हिनुस्त्यात्मनात्मानं ततो याति परां गतिम् ॥२९॥
તે પરમ શાંતિને પામે છે. ભગવાન શ્રી કૃષ્ણ કહે છેઃ હે અર્જુન! ઉપર કહ્યા મુજબ સમભાવનાવાળો જીવન્મુક્ત પુરુષ ઉત્તમ ગતિને પામે છે, કેમકે સર્વત્ર સમાનપણે રડેલા ઈશ્વરને સમાનપણે જેનારો આ આત્મારામ પુરુષ આમાં વડે આત્માને હણતો નથી એટલે આત્માને અનામરૂપ માની પિતાનો વિનાશ (વાત) કરી લેતા નથી. ઉદેશ એ કે, પોતે પોતાને આત્મરૂપ નહિ માનતાં હું શરીર છું એમ માની લઈ જે દેહાભિમાન વડે બંધાય છે અર્થાત દેહ એટલે જ હું એવી દઢ ભાવનાવાળે હોય છે તે પિતાને હાથે જ પોતાને વિનાશ કરનાર, છે એમ જાણવું. પરંતુ જે આ બધું આત્મરૂપ હોઈ હું પણ આમાં જ છે એવા એક નિશ્ચય વડે સ્થિત હોય છે તે આત્મારામ પુરુષ પોતે પિતાને વિનાશ નહિ કરતાં ઉત્તમ એવી પરમગતિને પામે છે. હવે આત્મા જ આત્મા વડે કેવી રીતે બંધને પામે છે તથા પાછા મુક્ત થાય છે તે કહું છું.
આત્માને જ બંધ મેક્ષ કેવી રીતે? આત્મા પોતે જ સંક૯પની કલ્પના કરવાથી મલિન થાય છે તથા પાછો પોતે જ વાસનામય લગ શરીરનો આકાર લઈ જીવસ્વરૂપે બને છે એમ સમજે, આ રીતે જાણે આત્મા જ પિતે પરાધીન થયો હોય એમ ભાસે છે. વાસ્તવિક રીતે બીજાને અધીન નહિ રહેનારું, સર્વ સંકલ્પોથી રહિત, અનિર્વચનીય અને અવિનાશી એવું જે આત્મતત્તવ છે, તે જ પિતાની અવિદ્યાવડે ઢંકાઈને જીવપણને પામેલા જેવું જણાય છે અને જ્યારે એ આત્મતત્વ જ પિતાની વાસ્તવિક અને શુદ્ધ સ્વરૂપના બેધના પ્રભાવને લીધે વાસનાઓથી મુક્ત થાય છે ત્યારે તેને જ મોક્ષ કહે છે, એમ સમજે. જે પુરુષ વાસનારૂપી જાળથી સદંતર છૂટેલે હોય તે મુકત કહેવાય છે તથા જે વાસનાઓથી રહિત થયેલ ન હોય તે પુરુષ સઘળા ધર્મો પાળતો હોય અને સર્વજ્ઞ હોય તો પણ પાંજરામાં રહેતા પક્ષીની માફક ચારે બાજુએથી બંધાએલો જ છે, એમ જાણવું. અવિવાથી હંકાએલા અને જેને વેદાંતનો પરિચય નથી એવા જે પુરુષને ઈદ્રજાળવાળાએ કરેલી આકાશમાં મોરનાં પીંછાં જેવી અનેક શ્રમ દેનારી સૂમ વાસના અંદર સ્કરે છે, તે પુરુષ જ્યારે આ શરીરમાં જ વેદાંતને અભ્યાસ કરી તત્ત્વજ્ઞાન મેળવે છે ત્યારે તે વાસનારૂપ બંધનથી સમૂળ મુક્ત થાય છે. માટે હે અન! વાસના જ બંધ છે તથા વાસનાને ક્ષય તે જ મેક્ષ છે ( નિ પૂ૦ સ૫૬ ૪૧ થી ૫).
प्रकृत्यैव च कर्माणि क्रियमाणानि सर्वशः। यः पश्यति तथात्मानमुकतार स पश्यति ॥३०॥