________________
૫૦ ] મતઃ પરમધ્યમવ્યalભુવઃ પર: [સિદ્ધાન્તકાણક ભ૦ ગીe અ૦ ૧૩/૩૦ તેવાઓને દેવતાઓ પણ કહી નહિ શકાય. એકનિષ્ઠ બનવાની જેની શક્તિ ન હોય તે પુત્ર, શિષ્ય કિંવા ભક્ત કહેવરાવવાને માટે પણ નાલાયક છે, તેમ જ અજ્ઞાનરૂ૫ બંધનમાંથી પોતાની સ્ત્રીને છોડાવવાની જેની શક્તિ ન હોય તેણે પતિ પણ બનવું નહિ જોઈએ. જે દંપતિઓ કેવળ ઇનિા પોષણુના ઉદ્દેશથી જ પતિપત્ની ભાવ રાખે છે તેઓને તો દંપતિ નહિ પણ પશુઓ જ જાણવા. ઉદ્દેશ એ કે, જે મનુષ્ય મૃત્યુરૂપ એવા આ અજ્ઞાનજન્ય સંસારમાં સપડાઈ પડેલા અને તીવ્ર જિજ્ઞાસુ હોય તેવા અજ્ઞાનીઓને મોહપાશમાંથી છોડાવી શકતો નથી તે ગુરુ કહેવાતો હોય તો પણ સાચો ગુરુ નથી, સ્વજન કહેવાતો હોય તો પણ સાચો સ્વજન નથી, પિતા હોય તે પણ પિતા કહેવરાવવાને નાલાયક છે, માતા હોય તે પણ સાચી માતા નથી, દેવ કહેવરાવતું હોય તો દેવ પણ નથી અને પતિ કહેવરાવતો હોય તે સાચો પતિ પણ નથી. અથવા તો જે તે મોહરૂપ સંસારપાશમાંથી છોડાવવાની જેમનામાં શકિત ન હોય તેણે ગુરુ ન થવું, સ્વજન ન થવું, પિતા ન થવું, માતા ન થવું, પુત્રની ઉત્પત્તિ ન કરવી, દેવ થઈને કોઈની પૂજા સ્વીકારવી નહિ તેમ જ પતિ પણ થવું નહિ જોઈએ (ભા ર્ક. ૫, ૮૦ ૫ લે, ૧ થી ૧૮ જુઓ).
સદ્દગુરુના ઉપદેશથી મૃત્યુ ઓળંગી શકાય છે. આ વિવેચન ઉપરથી જાણી શકાશે કે જેઓ આત્મપ્રાપ્તિ કરાવી શકતા નથી તેવા સાચા ઉપદેશકે, ગરઓ, આચાર્યો, પિતા, માતા, સ્વજનો, શિષ્ય, પુત્ર, પતિ, પત્ની કે દેવતા કહેવાતા નથી, પરંતુ જેઓએ આત્માનો સાક્ષાત્કાર કર્યો હોય અને અનન્યભાવે શરણે આવેલાઓને જે અજ્ઞાનમાંથી છોડાવી આ દુઃખરૂપ સંસારમાંથી ઉગારી શકે છે તે જ ખરા ગુરુ, આચાર્ય, પિતા, માતા, સ્વજન, શિષ્ય, પુત્ર, પતિ, સ્ત્રી વા દેવતા કહેવાય. આવા અપરોક્ષાનુભવી આચાર્ય કિંવા ગુરુની સેવા વગેરે દ્વારા પ્રસન્નતા મેળવીને તેમના ઉપદેશામૃતનું શ્રવણ કરી તે પ્રમાણે આચરણ કરનારાઓ પણ આ મૃત્યુરૂપ સંસારને તત્કાળ ઓળંગી શકે છે.
यावसायते किञ्चित्सत्त्वं स्थावरजङ्गमम् । ક્ષેત્રિશલાિિર અtતમારા
ક્ષેત્રક્ષેત્રણથી ઉપજેલું આત્મસ્વરૂપ છે હે ભરતર્ષ! આ સ્થાવર જંગમરૂપ જે જે કાંઈ ઉત્પન્ન થયેલું છે તે સર્વ ક્ષેત્ર અને ક્ષેત્રાના સોગથી જ થાય છે. તે બધું પણ સત્ય એટલે આત્મરૂપ છે એમ જાણુ. સારાંશ એ કે, આ તમામ વસ્તુઓ ક્ષેત્રક્ષેત્રજ્ઞના સંગ વડે જ ઉત્પન્ન થાય છે અને તે સર્વ આત્મસ્વરૂપ જ છે એમ નિશ્ચયાત્મક જાણવું.
समें सर्वेषु भूतेषु तिष्ठन्त परमेश्वरम् ।
विनश्य॒त्स्वविनश्यन्तं यः पश्यति स पश्यति ॥२८॥
વિનાશી તથા અવિનાશી એ બંને પરમેશ્વરરૂપ જ છે ભગવાન આગળ કહી રહ્યા છે કે આમ વિનાશ પામનાર સર્વ ભૂતેમાં પણ કેવળ એક અવિનાશી એવો પરમેશ્વર અર્થાત આત્મા જ વ્યાપેલો છે, એ પ્રમાણે જે વિનાશીમાં સમાનભાવે અવિનાશીપણાને જુએ છે, તે જ ખરું જુએ છે, અથવા જે આ વિનાશ પામનારાં ભૂતો છે તે તો અવિનાશી એવા પરમેશ્વર કિવા આત્મા (વૃક્ષાંક ૧)રૂપ છે એવી રીતે જુએ છે તે જ ખરો જેનારો છે, પરંતુ જે તેવું જોઈ શકતા નથી તેને અંધ સમજવો. તાત્પર્ય એ કે, ક્ષેત્રક્ષેત્રનના સંયોગથી ઉત્પન્ન થતું વિનાશવાળું એવું જે આ બધું ભાસે છે તે તમામ આત્મસ્વરૂપ છે એમ જે ઉપર કહેવામાં આવ્યું છે તેની સ્પષ્ટતા ભગવાને અને કરેલી છે વિનાશ પામનાર એટલે ક્ષેત્ર તથા તેની અપેક્ષાએ ક્ષેત્રજ્ઞ એ અવિનાશી કહેવાય, કેમ કે આ બંને