________________
લાહન ] ખરેખર મનથી પર બુદ્ધિ છે અને બુદ્ધિથી પર મહત આત્મા છે. [ ૬૪૯ આત્મસ્વરૂપ એવા મારે અર્થે જ કર્મો કરવાં, નિત્ય આત્મસ્વરૂપ એવા મારી જ કથા શ્રવણ કરવી, આત્મસ્વરૂપ એવા મારા જ ગુણ ગાવા, આત્મનિષ્ઠ એવા મારા ભક્તોને જ સંગ કર, રાગ, દ્વેષ અને વૈરભાવથી રહિત થવું, સમતાયુક્ત શાંતિ રાખવી, દેહ તથા ધરાદિમાંથી “હું અને મારા” પણાને ત્યાગ કરવાની જ ઉત્કંઠા સેવવી, વેદાંતશાસ્ત્રનો સારી રીતે અભ્યાસ કરવો, એકાંત સ્થળનું સેવન કરતા રહેવું, પ્રાણ, ઇંદ્રિય અને મનને તમામ કર્મો આત્મસ્વરૂપ જ છે એવી એક સર્વાત્મભાવની ભાવનાવડે જ જીતવાનો હરહંમેશ પ્રયત્ન કરો, ઉત્તમ પ્રકારની શ્રદ્ધા, નિરંતર બ્રહ્મચર્યનું પાલન, જે કર્મો શાસ્ત્રથી વિપરીત ન હોય તેવાં યથાપ્રાપ્ત કર્મોનો ત્યાગ નહિ કરો, કદાપિ જૂઠું નહિ બલવું, ધીરજ અને પ્રયત્નપૂર્વક શાંતિથી સર્વત્ર આત્મસ્વરૂપ એવો “હું જ” એક વ્યાપેલે છે, એ રીતે બધે એક મારી જ ભાવના કરવાથી પ્રાપ્ત થતી સમતા વડે દઢ થયેલ સાક્ષાત્કાર પર્વતનું જ્ઞાન તેમ જ સહજસમાધિ ઇત્યાદિ સાધન વડે ચતુર પુરુષે અહંકારનો ત્યાગ કરવો. કર્મોને રહેવાના સ્થાનરૂપ અને અવિદ્યાથી પ્રાપ્ત થયેલા એ હદયની ગાંઠરૂ૫ તમામ બંધનોને સાવધાનપણે ઉપરના ઉપાયો વડે એક વખતે સારી રીતે છેદી નાંખીને આત્માનો સાક્ષાત્કાર કરી લેવો અને પછી શાસ્ત્રમાં કહેવામાં આવેલાં સાધના કરવાના પરિશ્રમરૂપ મેહનો પણ ત્યાગ કરે તથા સ્વાભાવિક અને નિશ્ચલ સ્થિતિમાં સ્થિર રહી જીવન્મુક્ત દશા ભોગવવી.
પિતા, ગુરુ અને રાજાએ આત્મતત્ત્વને જ ઉપદેશ કરે જેઓને કેવળ આત્મવરૂપ એવો મારો લોક પામવાની અથવા કેવળ આત્માનુગ્રહની જ ઇછા હોય એવા પિતા, ગુરુ તથા રાજાએ પોતાના પુત્ર, શિષ્ય તથા પ્રજાઓને શાંત ચિત્ત વડે આ રીતનો આત્મોપદેશ જ કરવો જોઈએ; પરંતુ આત્મતત્વને નહિ જાણનારા તથા વિષયમાં મૂઢ બનેલા એ પુત્ર, શિષ્ય અને પ્રજાઓને કામ્યાદિ કર્મો કરવામાં જોડવા નહિ કેમ કે અજ્ઞાનીઓને કામ્યકર્મોમાં જીને દુઃખદ એવા સંસારના ખાડામાં નાખનાર મનુષ્ય કયો પુરુષાર્થ મેળવે ?
મનુષ્ય પિતાનું હિત શામાં છે તે જાણી શકતો નથી પ્રથમ તે મનુષ્ય પોતાનું હિત શામાં છે, એ સમજવામાં આંધળો હોય છે. કેમ કે તે અનેક પ્રકારની તૃણાઓ સેવી ધનને ઇચ્છે છે. મુદ્ર બનીને એક બીજા સાથે વિર રાખે છે અને વિષપભેગમાં ઉપર ઉપરથી દેખવામાં આવતું થોડું સુખ મેળવવાની અભિલાષા સેવે છે; પરંતુ તે થકી પરિણામે અત્યંત દુ:ખ જ આવી પડે છે તેની તેને કલ્પના પણ હોતી નથી. તે હંમેશ કામભોગની તથા વિષયોની જ ઈરછા કર્યા કરે છે. જે બહિશાળી અને વિવેકી પુરુષ પોતે વિષય પરિણામે દુઃખરૂપ છે, એ વાતને સારી રીતે જાણનારે હોય એટલે વિષયો ત્યાજ્ય હાઈ કેવળ એક આત્મા જ પ્રાપ્ત કરવાને લાયક છે, એમ જે “આત્મવિ જાણે છે, તેને તે આવા મૂઢ લોકોને જઈ ખરેખર દયા ઉપજે છે; તેથી તેવો જ્ઞાની પુરુષ આ અજ્ઞાનમાં ભટકતા કુબુદ્ધિમાન મનુષ્યોને જોઈને તેને પાછો સંસારના માર્ગોમાં જ કેમ જાડે? સ્વભાવથી જ અજ્ઞાની એવા મનુષ્યોને અજ્ઞાનનો માર્ગ બતાવો એ તો અવળે માર્ગે ચાલ્યા જતા આંધળાને તે માર્ગે આગળ ચાલ્યો જા એમ કહેવા સમાન છે.
ગુરુ, પિતા, માતા અને પતિ થવાને માટે નાલાયક કોણ? આ સંસારમાં પડેલા અને અજ્ઞાન વડે દુઃખી થતા પુત્રને ભક્તિમાર્ગને ઉપદેશ આપી તેને તેના અજ્ઞાનયુક્ત સંસારમાંથી છોડાવવાની જેમની શક્તિ ના હોય તેમણે પિતા કિવા માતા પણ થવું ન જોઈએ. એટલે જેઓ પોતાના પુત્રને અંતબા શાંતિ પ્રાપ્ત કરાવવા અસમર્થ હોય છે, તેવાઓને પુત્ર ઉત્પન્ન કરવાને અધિકાર જ નથી. તેવાઓએ કદાપિ પુત્ર ઉત્પન્ન કરવો નહિ જોઈએ, એ પ્રમાણે પિતાના સંબંધીઓને કાયિક, વાચિક અને માનસિક દુઃખમાંથી છોડાવવાની શક્તિ ન હોય તેણે સંબંધી થવું નહિ જોઈ એ. જેની તીવ્ર જિજ્ઞાસુ એવા શિષ્યને અજ્ઞાનબંધમાંથી છોડાવવાની શક્તિ ન હોય તે ગુરુ પણ નાલાયક જ ગણાય એટલું જ નહિ પરંતુ જેઓની અજ્ઞાનજન્ય એવા દુઃખરૂપ સંસારમાંથી ભક્તને છોડાવવાની શક્તિ ન હોય