________________
પર ] પુસ્થાન પર વિસ્તા IB ના જ જતિઃ || 5. [ સિદ્ધાન્તકાષ્ઠ ભ૦ ગીવ અ૦ ૧૩/૩૩
આત્મા તે અકર્તા છે. હે પાર્થ ! આ કથન ઉપરથી તારા જાણવામાં આવ્યું હશે કે આત્મા જ આત્માને ઉદ્ધાર કરે છે. વાસ્તવિક તે આ આત્મા જ પ્રકૃત્યાદિ અનેકરૂપે પ્રતીત થયેલ છે છતાં એ રીતે સર્વાત્મભાવને વિવેક થઈ શકતા ન હોય તે આ તમામ કર્મો પ્રકૃતિનાં જ છે, સર્વ કર્મો પ્રકૃતિ વડે જ થાય છે તથા આત્મા તે તદન અકર્તા છે તેમાં પ્રકૃતિ અને તેના કર્મોની ગંધ સરખી પણ નથી. આ મુજબના વિવેક વડે જે જુએ છે. તેને જ ખરે દેખતો સમજવો. આમાં શ્રીકૃષ્ણ ભગવાને આત્મામાં કાંઈ છે જ નહિ એ રીતને નિઃશેષભાવ બતાવેલો છે. પરોક્ષજ્ઞાન થયા પછી આત્મસ્વરૂપની પ્રાપ્તિને માટે અભ્યાસ કરવાના જે મુખ્ય બે પ્રકારે છે તે વખતેવખત કહેલા છે (જુઓ કિરણશ ૨૨ તથા અધ્યાય ૨ શ્લેક ૩૯) છતાં બંધની પરિપક્વતાને માટે અત્રે ભગવાન ફરીથી સમજાવી રહ્યા છે. ઉદાહરણને માટે સુવર્ણ અને તેના દાગીના હો. આ દાગીનામાંથી કડાં, કંડળ, વટી, બંગડી, બાજુબંધ ઇત્યાદિ આકારો તથા નામરૂપનો વિલય કરવામાં આવ્યા બાદ જે શેષ રહે તે જ સુવણુ કહેવાય તેમ આ નામરૂપાદિ તમામ દસ્યકાર્ય (વૃક્ષાંક ૩ થી ૧૫ ઘ) એ પ્રકૃતિનું જ છે. આત્મામાં તો નામરૂપાદિને અંશમાત્ર પણ નથી. એ રીતે દઢ નિશ્ચય કરી હું, તું, તે, આ, મારું, તારું, તને મને ઇત્યાદિ તમામ નામરૂ પાદિને વિલય કર્યા બાદ છેવટે જે શેષ રહે તે જ અનિર્વચનીય એવું પરમપદ છે એમ સમજવું. આમ પ્રકૃતિ જ આ સર્વે કર્મોની કર્તા છે તથા આત્મા તે તદ્દન અકર્તા છે એમ જાણવું, અર્થાત્ હું, તું, તે, આ ઇત્યાદિ વડે જે જે કાંઈ ભાસે છે તે બધું પ્રકતિનું રૂપ હોઈ આત્મા તો તે સર્વથી અસંગ છે તેમાં આ નામરૂપાદિ કાંઈ છે જ નહિ એમ જે જુએ છે તે જ ખરો જેનારો છે અને જે એ પ્રમાણે જોતો નથી તેને આંધળા જે જ જાણુ. આમ ભગવાને આમાં પ્રકૃતિપુરુષને વિવેક કરીને નિઃશેષ (નામ) ભાવને અભ્યાસક્રમ બતાવ્યા છે. હવે આગળ સર્વાત્મભાવનો અભ્યાસક્રમ બતાવે છે.
यदा भूतपृथम्भावमेकस्थमनुपश्यति ।
तत एव च विस्तारं ब्रह्म सम्पते तदा ॥३१॥
જુદા જુદા ભાવેને એકરૂપે જોનારે જ બ્રહ્મભાવને પામે છે હે ધનંજય! જયારે ભૂતના જુદા જુદા સઘળા ભાવને જે એકસ્થ એટલે એક એવા આત્મામાં જ સ્થત રહેલા તથા તે સર્વ આત્મા વડે જ વિસ્તારને પામેલા છે એમ દેખે છે ત્યારે જ તે બ્રહ્મરૂપ થાય છે. ભગવાને ઉપર આત્મા તદ્દન અસંગ છે, તેમાં નામારૂપાદિને કિંચિત્માત્ર પણ અંશ નથી, એવી રીતે નિઃશેષભાવને નિશ્ચય કહ્યો છે. જેમ સોનાનું સાચું સ્વરૂપ જાણવું હોય તો તેમાં કર્યું નથી, કુંડળ નથી, બંગડી નથી, વીંટી નથી, બાજુબંધ નથી, આ પ્રમાણે તમામ નામરૂપનો વિલય કરવો જરૂરી છે. તેમ આત્મામાં આ નથી, તું નથી, તે નથી અને હું અને હું કહેનારે કા વા સાક્ષો પણ નથી ઇત્યાદિ તમામ ભાવેનો નિરાસ કર્યા પછી જે નિઃશેષ અને તદ્દન અસંગ એવી નિર્વિકલ્પ અવસ્થા રહે તે જ આત્મા છે એમ જે જાણે છે તે જ ખરો જ્ઞાતા છે એમ કહેલું છે. હવે અને સર્વાત્મભાવનો નિશ્ચય કહે છે. કડાં એ સેન છે, કંડળ પણ સોનું છે, વીંટી પણ તેનું છે, બંગડી પણ સોનું છે તથા બાજુબંધ પણ તેનું જ છે. આ મુજબ તું પણ આત્મા છે, આ પણ આમાં છે, તે પણ આત્મા છે, હું પણ આત્મા છે, તેમ કહેનારે તેને સાક્ષી પણ આત્મા છે. ટૂંકમાં અંતઃકરણમાં જે જે વૃત્તિઓનું ઉત્થાન થાય તેને તુરત જ તે આત્મા છે, આત્માથી ભિન્ન કાંઈ છે જ નહિ એવી રીતના પ્રતિસંકલ્પ વડે તત્કાળ દાબી દેવી એટલે ભૂતમાત્રના નામરૂપાદિ તમામ ભેદેને એક
એવા આત્મસ્વરૂપ જ બનાવી દેવી, આ સર્વ આત્મરૂપ જ છે, આત્મા સિવાય બીજું કાંઈ છે જ નહિ કિંવા આ આત્મા જ (“gોષ વદુરા–“એક (એ) હું અનેક (રૂપે) થાઉં” એ ઐતિન્યાયે)