________________
I
ગીતાદહન ] ઈનેિ અશ્વો અને વિષને વિચારવાના માર્ગે કહેલા છે, પરંતુ દર પ્રગટ થાય છે (વૃક્ષાંક ૧૩). આમ આત્મચેતન્યરૂપ ક્ષેત્રનું એવો ઈશ્વર, પોતે જ મનરૂપે બની તે મને રાગદ્વેષાદિ અનેક શક્તિઓને પ્રાપ્ત થઈ ધૂલ ઇન્દ્રિયો દ્વારા વિરાટના સમષ્ટિરૂપ પૂલ શરીરને ધારણ કરે છે (વૃક્ષાંક ૧૪); અને કોશેટાના કીડાની જેમ હાથે કરીને બંધનને પામે છે. આ રીતે જેને ખાવાની લાલચને લીધે મત્સ્ય હાથે કરીને જ જાળમાં સપડાય છે તેમ પોતાના સંક૯પનું વારંવાર સ્મરણ કરવાને લીધે મન પણ ભૂંડે હાલે આ સંસારમાં બંધાઈને પરિતાપને પામે છે. હું ખરેખર બંધાયો છું એમ માનીને મિથ્યા બંધનને સાચું માન્યા કરતું અને ધીરે ધીરે પોતાના બ્રહ્મપણાને છેડી દેતું એ મન પોતાની અંદર ચૌદ લોકવાળા જગતમાં અનેક ભ્રાંતિરૂ૫ રાક્ષસોને ઉત્પન્ન કરે છે. આ મુજબ તે પોતે ધીરેધીરે શબ્દ સ્પર્શાદિક વિરૂપી અગ્નિની રાગદ્વેષાદિક જવાળાઓની અંદર સપડાઈ, સાંકળથી બંધાયેલા સિંહની પેઠે તે અત્યંત પરવશ બની જાય છે અને અનેક વાસનાઓને લીધે તે પિતાનાં સંકલ્પાત્મક વિચિત્ર કાર્યોના કર્તાપણાને સંપાદન કરે છે. આમ તે ઈશ્વર(વૃક્ષાંક ૨) પોતે પોતાની ઇચછામાત્રથી જ રચાએલી આ અનેક દશાઓમાં પડ્યો હોય એમ ભાસે છે. આ રીતનું તેનું જે કાર્ય તે જ ક્ષેત્ર કહેવાય છે, તેને જ પ્રકૃતિ કિવા માયા કહેવામાં આવે છે. એ જ ક્ષેત્રજ્ઞ વા ઈશ્વર(વૃક્ષાંક ૨) પોત પોતાના સંકલ્પ વડે કોઈ અવસ્થામાં મન કઈમાં બુદ્ધિ, કોઈમાં જ્ઞાન તેમ જ કેઈમાં ક્રિયા, તે કઈ સ્થળમાં અહંકાર તથા કઈ જગ્યાએ લિગશરીર કહેવાય છે. માયા કિવા પ્રકૃતિ પણ તે જ બનેલો છે. મૂળ,કર્તા, તથા કમં પણ તે જ છે. તે જ કોઈ સ્થળમાં બંધ તે કેઈ સ્થળમાં ચિત્ત, કઈ સ્થળે અવિદ્યા તથા કોઈ સ્થળે ઇચ્છા ઇત્યાદિ અનેક રૂપે પ્રકટ થયેલો છે એમ કહેવાય છે. આ પ્રમાણે તે જ સંસારમાં બંધાએલ છે, દુ:ખી છે, તૃષ્ણાથી તથા શેક વડે ઘેરાયેલું અને રાગના વિસ્તીર્ણ સ્થળરૂપે પણ તે જ છે. તાત્પર્ય, તે જ પોતાની મેળે મિથ્યા એવા આ સંસાર નામના ઝેરી ઝાડપણને પામેલું છે તથા પોતાના મૂળ સ્વરૂપને ભૂલી ગયેલ હોવાથી સંતાપ પામ્યા કરે છે ( યે રિથ૦ ૦ ૪૨).
क्षेत्रमं चापि मां विद्धि सर्वक्षत्रेषु भारत ।
क्षेत्रक्षेत्रक्षयोर्भानं यत्तज्ज्ञानं मतं मम ॥३॥
ક્ષેત્રક્ષેત્ર આત્મરૂપ છે એવું યથાર્થ રીતે જાણવું તે જ જ્ઞાન હે ભારત ! ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞ સંબંધે શાસ્ત્રમાં ઉપર મુજબ નિર્ણય છે, તે તારી સમજમાં આવ્યું હશે જ, પણ શાસ્ત્રમાં આવેલું આ વિવેચન તો મારા જેવા શાસ્ત્રના અભ્યાસીને શી રીતે સમજવામાં આવે એમ જો તું કહેવા ઇચ્છતા હોય તો તને સ્પષ્ટ કહું છું કે સર્વ ક્ષેત્રમાં આતમસ્વરૂપ એવા મને જ ક્ષેતુ જાણ, એટલે તમામ ક્ષેત્રમાં ક્ષેત્રનુરૂપે આત્મસ્વરૂપ એવા એક “હું” જ છે. ભાવાર્થ, ઉપર કહેલું જ છે કે આ ક્ષેત્રજ્ઞ જ સર્વ ક્ષેત્રરૂપે બનેલો છે. ક્ષેત્ર તથા ક્ષેત્રનમાં વાસ્તવિક કઈ ભેદ નથી. આ મુજબનો જે ક્ષેત્રન તે તો આત્મસ્વરૂપ એવો હું જ છે, એટલે મિથ્યા વિકારવાળું જણાતું આ ક્ષેત્ર(વૃક્ષાંક ૭ થી ૧૫૫) તથા તેને સાક્ષી ક્ષેત્રજ્ઞ(વૃક્ષાંક ૨), એ બંને વાસ્તવિક તે આત્મસ્વરૂપ જ છે. આત્મસ્વરૂપથી કિંચિત્માત્ર પણ ભિન્ન નથી. આ રીતે ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞ બંનેનું સાચું જ્ઞાન થવું એટલે તે બંને આત્મસ્વરૂપ છે તેથી ભિન્ન નથી એમ જાણવું, તે જ ખરું જ્ઞાન છે એવો મારો મત છે. પરંતુ આવો વિવેક જેને થયેલ હતો નથી તેવાઓને આત્મરવરૂપનું યથાર્થ જ્ઞાન થતાં સુધીને માટે જ ક્ષેત્રક્ષેત્રજ્ઞ એવા મિયા ભેદ પાડીને સમજાવવાને શાસ્ત્રકારોને ઉદ્દેશ હોય છે. આ ક્ષેત્રજ્ઞને સાક્ષી, દ્રષ્ટા, ઈશ્વર વા પુરુષ(વૃક્ષાંક ૨) તથા ક્ષેત્રને અવિવા, માયા, પ્રકૃતિ (ક્ષાંક ૩ થી ૧૫ થ) ઇત્યાદિ અનેક નામો સમજાવવાને માટે આપવામાં આવેલાં છે.
तत्क्षेत्र यञ्च याक्च यद्विकारी यतश्च यत् ।
स व यो तत्प्रभावश्च तत्समासेन मे शृणु ॥४॥