________________
૬૨૮ ] તઢિયાખ્યવરનિ સુરાજા રુવ સાથે છે . [ સિદ્ધાન્તકાણડ ભ૦ ગીવ અ૦ ૧૩/૭ નહિ, અને અત્યંત શુદ્ધ એવા પરબ્રહ્મમાં અને આ માયા કિંવા તેના કાર્ય૨૫ જગતમાં કિંચિત્માત્ર પણ ભેદ નથી. જે બ્રહ્મ છે તે જ આ જગત છે તથા જે જગત છે તે જ બ્રહ્મ છે, એમ આ બંને અભિન્ન છે એમ સમજ. આ વિચિત્રતાવાળી વાત મેં તને ઘણુ ઘણી યુક્તિઓથી સિદ્ધાંતના સમયમાં વિસ્તારપૂર્વક કહેલી છે અને આગળ પણ કહીશ, પરંતુ જ્યાં સુધી તેવા પ્રકારને બેધ પ્રહણ કરવાની તારામાં શક્તિ નથી ત્યાં સુધી બ્રહ્મમાં માયા હોવાનો સ્વીકાર કરીને જ આગળ સમજાવવું પડે છે. આમ જયારે ધીરે ધીરે તારામાં સ્વતઃસિદ્ધ વિવેક જાગૃત થઈ તું અદ્વૈત બોધ ગ્રહણ કરવાને લાયક થઈશ ત્યારે જ માયા અને માયાવડે થયેલા તેના કાર્ય૨૫ આ જગત આદિ તમામ દશ્ય જાળ તદ્દન મિથ્યા છે એ સારી રીતે સમજી શકીશ. મિથ્યા હોવા છતાં પણ જાણે સારી રીતે જાગી ગયા હોય એમ સાચા દેખવામાં આવતા માયા અને તેના કાર્યને તેડવાનું તથા તે તોડવાનાં સાધનોમાં યત્ન કરવાનું હમણાં તો માયાને અંગીકાર કરીને ચલાવેલી આ મિથ્યા યુક્તિરૂપ પ્રક્રિયા વિના બીજા કોઈ પણ ઉપાય વડે એ શકય બની શકે જ નહિ.
જે કાંઈ નહિ તેનું નામ શું? બટા પદાર્થને નષ્ટ કરવાને માટે ખોટા ઉપાયની જ જરૂર હોય છે, તેમ અવિદ્યમાન એવી માયાને નષ્ટ કરવાને માટે કે આ કપિત પ્રક્રિયારૂપ ઉપદેશ પણ એક જાતનું મિથ્યા એવી માયાનું જ સ્વરૂપ છે છતાં એ સાધન એવું ઉત્તમ છે કે આ માયા પોતે જ પોતાનો નાશ કરાવવાના ઉદ્દેશથી તે જ્ઞાનની માગણી કરે છે અને આ રીતે ઉત્પન્ન થતું જ્ઞાન સઘળા દેષોને હરે છે. આ જગતરૂપે મિથ્યા અનુભવમાં આવતી માયા પોતે જ પોતાના નાશથી આનંદમય એવા પરમ સ્થાનની પ્રાપ્તિ કરી આપે છે. આ માયાને સ્વભાવ જાણી શકાતું નથી, કેમ કે સુક્ષ્મ દૃષ્ટિએ જોવા જતાં તે તુરત જ નાશ પામે છે. આ મિથ્યા માયા કિંવા પ્રકૃતિ વિવેકરૂપ સાચા બોધને ઢાંકી દે છે અને બીજા અનેક મિથ્યા જગતને ઉપન્ન કરે છે છતાં એ કેવી છે તે સમજાતું નથી. અરે, આ ભારે આશ્ચર્ય તો જુઓ ! કે જેમ પ્રકાશ થતાં જ અંધારું નાશ પામે છે તેમ આ માયા જ્યાં સુધી પરીક્ષા ન કરીએ ત્યાં સુધી હું રૂપે સ્કુર્યા કરે છે અને પરીક્ષા કરીએ કે તુરત જ નષ્ટ થઈ જાય છે. જ્યાં સુધી તેનું સ્વરૂપ જાણવામાં નહિ આવે ત્યાં સુધી સાચી હોય એમ લીલા કરે છે તથા તેનું સ્વરૂપ જાણતાં જ એકદમ કયાંક અલોપ થઈ જાય છે. અહે! આ માયા મિયા હોવા છતાં અત્યંત સાચી હોય એવી લાગે છે, એ જ મોટી વિચિત્રતા છે. આ સંસાર સંબંધી માયા જ ભેદ વગરના આત્મસ્વરૂપમાં જીવ તથા દેહાદિ ભેદભાવને વિરતારી દે છે અને આવા ભેદને લીધે જ આત્મા પુત્તમ કહેવાય છે. આ માયા અને તેના સાક્ષીરૂપ ક્ષરપુરુષ તથા આત્મરૂપ અક્ષરપુરુષ ન હોય તે બ્રહ્મને પુરુષોત્તમ પણ કેવી રીતે કહી શકાય? આ માયા વાસ્તવિક રીતે છે જ નહિ એવી ભાવનાને દઢ કરી
જ્યારે તત્વવેત્તા થઈને તું રવસ્વરૂપને પ્રાપ્ત થશે ત્યારે જ આ મારા કહેવાનો આશય તારા જાણવામાં સારી રીતે આવશે. પરંતુ જ્યાં સુધી પાકે બોધ થયો ન હોય ત્યાં સુધી મારાં વચનો ઉપર વિશ્વાસ રાખીને આ માયા જેવું કાંઈ છે જ નહિ અને કદી હતું પણ નહિ, એવો નિત્યપ્રતિ ભારે અવિચળ અને દઢ નિશ્ચય રાખ. આ માયારૂપ કપના ખરેખર સાવ મિથ્યા જ છે, આ જે કાંઈ છે તે સર્વે બ્રહ્મ જ છે. એ જેના મનમાં પરોક્ષ નિશ્ચય થયો હોય તેને પણ મુક્તિની પ્રાપ્તિ અવશ્ય થાય છે. આ કાળદેશાદિ બાહ્ય આકારો વડે હું બંધા છું અને તે બધા આત્માથી ભિન્ન છે, એવી જે ભાવના તે જ જગતના તમામ જીવોને પિતામાં સપડાવનારું જાળરૂપ મિથ્યા જગત છે. આ માયા કિંવા પ્રકૃતિ તથા તેનું કાર્યકારણરૂપ જે આ જગત છે તે તમામ બ્રહ્મરૂપ છે અથવા તો તે સર્વ સાવ ખોટું જ છે; એ બે નિશ્ચયોમાંથી ગમે તે એક નિશ્ચયને દર રાખીને આસક્તિ રહિત થયેલે જે પુરુષ જગતને સ્વમ, મૃગજળ કિંવા ભ્રાંતિ જેવું જાણે છે તે પુરુષ કદી પણ દુઃખમાં ડૂબતો નથી. આ મિથ્યાભૂત એવી દેહ ઈકિયાદિની ભાવનાઓમાં જેને અહં એટલે હું એવી બુદ્ધિ હોય છે તે પુષ્ય વાસ્તવિક રીતે તે પોતે પરબ્રહ્મ હોવા છતાં પ મિથ્યા અવિદ્યામાં જ ગોથાં ખાયા કરે છે એમ જાણવું.