________________
ગીતાહન ] આત્મસાક્ષાત્કાર વિનાને અજ્ઞાની અતિ ચંચળ મનવાળા મૂઢ, મલિન જ હોય છે. [ ૬૩૫
પ્રકારનું વિશેષરૂપે વિવત થવા પામે નહિ અર્થાત પ્રયત્ન નહિ કરવા છતાં પણ અનાયાસે અંતઃકરણમાં આત્મા સિવાય બીજી કોઈ વૃત્તિનું ઉથાન જ થવા પામે નહિ અને જે જે કાંઈ ઉત્થાન થાય તે આત્મસ્વરૂપ જ છે એવો સહજભાવ સિદ્ધ થાય, તેવા વૃત્તિઓથી તદ્દન રહિત ચિત્તથી હંમેશાં અત્યંત સમતા જ રહે છે અને આ મુજબ આત્મતત્ત્વનો કોઈપણ પ્રકારે કદાપિ વિવત જ થવા નહિ પામે તે સુષુપ્તમૌન છે. હું પણ નથી, બીજે પણ નથી, કપના પણ નથી, મન પણ નથી, તેમ નથી પણ નથી, છતાં જે કાંઈ છે તે વિષયોથી રહિત એવા જ્ઞાનસ્વ૫ જ છે અને તેમ કહેનારો પોતે પણ ત૫ જ છે; એવા પ્રકારની જે અખંડ એકધારી અને દઢ નિશ્ચયવાળી સ્થિતિ તે જ સુષુપ્તમૌન કહેવાય.
જેમાં આ જગતની અંદરના સઘળા શબ્દો, અર્થો તથા શરીર, મન, વાણી, અને બુદ્ધિ વડે જે જે કાંઈ કરવામાં, જાણવામાં, સંક૯પમાં કિંવા નિશ્ચયમાં આવે તે સર્વે પોતાહ એકરસ એવું આત્મસ્વરૂપ જ બની જાય છે એવું જે સત્તા સામાન્યરૂ૫ રેય કિંવા પરમતત્વ છે તે જ હું છે એવી રીતની કદાપિ સહેજ પણ ખંડિત નહિ થનારી જે સ્વરૂપસ્થિતિ તે જ સુષુપ્તમૌન કહેવાય. તાત્પર્ય એ કે, જીવન્મુકતો લકોની જેમ બહારથી સર્વ વ્યવહાર કરતા હોવા છતાં પણ અંદરખાને તે તદ્દન શાંત, શીતળ, નિશ્ચલ અને નિર્મળ હોવાથી તેઓ વ્યવહાર કરવા છતાં જળકમળવત હોવાને લીધે તેઓનાં થતાં તમામ કર્મો તદન નિષ્ફળ જ છે. આ રિથતિમાં નિશ્ચલ રહેવું એ જ ખરું સુષુપ્તમૌન સમજવું. અનિર્વચનીયતા તે આ જ (નિપૂસવ ૬૮ જુઓ). આથી આ બ્રહ્મને સત્ પણ નથી કહેવાતું અને અસત પણ કહી શકાતું નથી, પરંતુ ઉત્પત્તિથી રહિત એવું તે અનિર્વચનીય છે એમ ભગવાને અને કહ્યું છે, તે સારી રીતે સમજમાં આવશે.
सर्वतः पाणिपादं तत्सर्वतोऽक्षिशिरोमुखम् । सर्वतः श्रुतिमलोके सर्वमावृत्य तिष्ठति ॥१४॥
બ્રહ્મ સર્વત્ર હાથ, પગ, નેત્ર ઇત્યાદિવાળું છે? આ તત એવું બ્રહ્મ યા આત્મપદ જ સર્વત્ર હાથપગવાળું, સર્વત્ર આંખો, શિર અને મુખવાળું, સર્વત્ર કાનવાળું તથા આકાશની જેમ સર્વ લોકમાં સર્વત્ર વ્યાપીને રહેલું છે (ભગવાનના વિરાટ સ્વરૂપના વર્ણનને માટે ઋ૦ મંડળ ૧૦ સુ ૯૦ મંત્ર ૧ થી ૧૬ જુઓ). અર્થાત સર્વ લોકેમાં આ જે જે કાંઈ આવૃત્ત એટલે મર્યાદિત થયા જેવું ભાસે છે; સર્વત્ર હાથ, પગ, નેત્ર, મુખ તથા કાનવાળું એટલે જગતમાં સર્વત્ર જે જે કંઈ સાંભળી શકાય, જોઈ શકાય, કહી શકાય, જાણી શકાય એવું જે આ બધું પરમાત્માનું વિરાટ વા અપરસ્વરૂપ સર્વત્ર વ્યાપેલું જોવામાં આવે છે તે સર્વે પણ આ તત કિંવા આત્મસ્વરૂપ જ છે, એમ નિશ્ચયાત્મક સમજે.. તાત્પર્ય છે. જેમ પાણી કહેતાં જ તેની અંદર મહાસાગર, સમુદ્ર, સરોવર, તેલાવ, નદી, નાળાં, બિંદુ તથા તરંગે, ફીણ, બુદ્દબુ, મરી, વરસાદ, વગેરે તમામનો સમાવેશ થઈ જાય છે કિંવા શરીર કહેતાંની સાથે જ તેમાં હાથ, પગ, કાન, નાક, આંખો, હાથપગની આંગળીઓ અને તેના નખો, સ્વાંટાં, ગુદા, શિશ્ન, ચામડી દત્યાદિ બાહ્યગે તથા માંસ, મજા, હાડકાં, વફ, રકત ઇત્યાદિ અંતરંગે તેમજ મન, બુદ્ધિ, ચિત્ત અહંકાર ઇત્યાદિ સૂકમાંગ વગેરે સર્વનો સમાવેશ થઈ જાય છે કિંવા વીંટી, બંગડી, નુપૂર, કુંડળ, હાર વગેરે અનેક નામરૂપવાળા દાગીનાનો સમાવેશ સોનું કહેતાંની સાથે જ થઈ જાય છે. આ સર્વ દાગીના સેનાના છે એમ વ્યવહારમાં કહેવામાં આવે છે પણ તેમાંથી તેનું કાઢી લે તથા પછી કડાંકુંડલાદિ જે દાગીનાઓ રોષે રહે તે રાખો એમ જે કઈ કહે તે જેમ કડાંકુંડલાદિ નામરપાદિનું અસ્તિત્વ જ રહેતું નથી તથા દાગીના વખતે પણ એ સેનું હતું, દાગીના બન્યા તે પહેલાં પણ તે સોનું હતું અને દાગીનાના આકારો નષ્ટ થયા પછી પણ સોનું તે જેમને તેમ જ હતું. સુવર્ણમાં તો કિંચિત્માત્ર પણ વિકાર, આકાર