________________
૬૪૪] મૌનઃ રામાપનોતિ તQિળો: પરમ પવનું છે . [ સિદ્ધાન્તકાડ ભ૦ ગીર અ૦ ૧૩/૨૨ હોવાનું તે સર્વત્ર દેખાય છે તેમ જ કાર્ય અને કારણને જાણનારે તે કરતાં કંઈ જુદો જ હોય છે, એવું વ્યવહારમાં પણ જોવામાં આવે છે. પોતે જ પોતાના કાર્યને જાણે છે એવું જે કહેવામાં આવે તો પછી તે બીજાઓની દષ્ટિએ નિરર્થક જ ગણાય અને આત્મદષ્ટિમાં તે પોતે જ સર્વરૂ૫ બની જાય છે. સ્વપ્નમાં કોઈએ મોટાં મોટાં કાર્યો કર્યા હોય અને તે બીજાઓને વ્યવહારમાં કહેશે કે મેં તો સ્વપ્નામાં મોટાં મોટાં ઘણાં કાર્યો કર્યાં હતાં તે તેનું એ કથન બીજાઓની દૃષ્ટિએ તદ્દન નિરર્થક અને હાંસીપાત્ર જ ગણાય. તેમ જ તે પિતાની દૃષ્ટિએ પણ મિથ્યા વિલાસરૂપ જ ગણાય અથવા તે ગમે તેટલું મહાન કાર્ય કર્યું હોય પરંતુ તે વ્યવહારમાં કોઈ એ કદી જોયું જ ન હોય અને લોકોને કહેવામાં આવે કે મેં તો ઘણું મોટું કાર્ય કર્યું હતું તે તે લોકોની દૃષ્ટિએ સત્ય ગણાશે નહિ. એટલે વ્યવહારમાં પણ કાર્ય, કારણ અને તેના કર્તા એ ત્રણની સિદ્ધતા થાય ત્યારે જ તે કાર્યની ખાતરી કરાવી શકાય છે. વળી કાર્ય હોય તે તેનું કારણ કઈ હેવું જ જોઈએ તથા તેને કર્તા પણ અવશ્ય હોવો જ જોઈએ. સિવાય આ અમુક તેનો કર્તા જ છે એવી ખાતરીને માટે કેઈ સાક્ષી પણ હોવો જ જોઈએ. આમ તર્ક દષ્ટિએ વિચાર કરતાં જણાય છે કે આ કાર્ય છે તથા આ તેનું કારણ છે એવું કહેનારે તેનો સાક્ષી અવશ્ય છે અને તેની દૃષ્ટિએ તો આ સર્વ કારણસહિત કાર્ય આદિ કહેવાશે અને તે આદિની અપેક્ષાએ પિતે અનાદિ કહેવાશે.
અનાદિ એટલે આત્મા કેમ? એ રીતે આ કરણકાર્યવાળું પ્રકૃતિરૂપ ક્ષેત્ર(વૃક્ષાંક ૩ થી ૧૫ વ)ને જાણનારે તેને સાક્ષી કિંવા દ્રષ્ટા અવશ્ય છે અને તેને જ ઈશ્વર કિંવા પુરુષ(વૃક્ષાંક ૨) કહે છે. ક્ષેત્રજ્ઞ પણ આ જ છે. તે પુરુષ કિંવા ઈશ્વર પોતે જ પોતાની કાળરૂ૫ ઇક્ષણુશક્તિ એટલે કેવળ દ્રવ શકિતથી પ્રકૃતિના ત્રણ ગુણોમાં ક્ષોભને ઉત્પન્ન કરે છે પરંતુ તે સારી રીતે જાણે છે કે આ પ્રકૃતિને અધિષ્ઠાતા તે તદ્દન અલિપ્ત એવો જુદો જ છે. તેમાં પ્રકૃતિ વા ક્ષેત્ર (ક્ષાંક ૩ થી ૧૫ ઘ) તથા તેને દ્રષ્ટા શુદ્ધ હું(વૃક્ષાંક ૨) એ બંનેનું અસ્તિત્વ નથી. જો કે હું તેનાથી જુદા સ્વરૂપને નથી. સિવાય પ્રકૃતિના ત્રણ ગુણોમાં ક્ષોભ થવાને માટે મારી કાળરૂપ ઈક્ષણશકિત જ કારણ હોઈ પ્રકૃતિને લીધે જ હું તેને સાક્ષો કહાવું છું અને તેથી જ પ્રકૃતિની અપેક્ષાએ હું અનાદિ ગણાઉં છું, પરંતુ વિકારાત્મક એવી આ પ્રકૃતિ પણ વાસ્તવિક જેવી દેખવામાં આવે છે તેવી વિકારવાળી નથી પણ તે તો કેવળ શુદ્ધ એવા આમરવરૂપ જ છે. એ રીતના સમ્યફ જ્ઞાન વડે એટલે અપરોક્ષાનુભવ વડે જ્યારે તેનો વિલય થાય છે એટલે મારો વિલય પણ તેની સાથે અનાયાસે જ થવા પામે છે. વાસ્તવિક આ આદિ છે, આ અનાદિ છે, આ કાર્ય છે, આ કર્તા છે, આ કારણ છે, આ કરણ છે અને આ તેને દ્રષ્ટા કિંવા સાક્ષી છે ઇત્યાદિ કઈ ભાવ ત્યાં નથી. એવું તે પરમપદ અનિર્વચનીય છે. આ બધું જે જે કાંઈ જવામાં આવે છે તે સર્વ સ્વરૂપ જ છે. સ્વસ્વરૂપથી ભિન્ન એવું કાંઈ છે જ નહિ. આ પ્રકૃતિ એ જ ક્ષેત્ર છે અને તે ત્રણ ગુણના વિકારવાળું છે તેમ જ આ પુરુષ વા ક્ષેત્રજ્ઞ તેને દ્રષ્ટા છે ઇત્યાદિ વિભાગો તે કેવળ ભ્રમમૂલક છે. જેઓને સ્વસ્વરૂપમાં ઉત્પત્તિ થવાને ભ્રમ થયેલ હોય છે અને જે પિતાનું સાચું સ્વરૂપ જાણી શકતા નથી તેવા અવિવેકીઓને સમજાવવા પૂરતી જ આ વિભાગોની વા ભેદભેદની મિથ્યા કલ્પનાઓ થયેલી છે. હું કાંઈ આત્માનો દ્રષ્ટા નથી, પ્રકૃતિનું દ્રષ્ટાપણું મને જે પ્રાપ્ત છે તે પણ આત્માને લીધે જ. પ્રકૃત્યાદિ સર્વના દ્રષ્ટારૂપ હું તથા આ પ્રકૃતિ એમ અમો બને પણ વારતવમાં તે અભિન્ન એવા એક આત્મરૂપ જ છીએ, આમ તે દ્રષ્ટા સારી રીતે સમજે છે. આ દૃષ્ટિએ વિચાર કરવાથી જણાશે કે આ પ્રકૃતિને પણ આદિ તેને દ્રષ્ટા (વૃક્ષાંક ૨) છે. અહીં આદિની વ્યાખ્યા પૂણ થઈ. આદિનું આદિ એવી પરંપરા અનવસ્થિતિ દોષ ઉત્પન્ન કરે છે; પરંતુ શાસ્ત્રમાં કહેવામાં આવતું મૂળ આદિ સ્થાન કર્યું તેની અજ્ઞાનીઓને કપના આવે એટલા માટે સમજાવવા પૂરતી આ દૃષ્ટિનો આશ્રય કર્યો છે; આથી આદિ એક જ છે અને તે આદિની અપેક્ષાએ જ આત્મા કિંવા બ્રહ્મને અનાદિ એવી, સંજ્ઞા આપી શકાય છે. આ ઉપરથી સિદ્ધ થાય છે કે અનાદિ એ તે અનિર્વચનીય એવા આત્મ