________________
૬૪ર ] - વિજ્ઞાન સારાિ મન: પ્રખરુવારઃ [ સિદ્ધાન્તકાછડ ભ૦ ગીવ અ૦ ૧૩/૨૦
ક્ષેત્ર, જ્ઞાન અને શેયને જાણનારની સ્થિતિ એ પ્રમાણે ક્ષેત્ર તેમ જ જ્ઞાન અને રેય એટલે શું? તે તેને સંક્ષેપમાં કહ્યું. ટૂંકમાં આ ક્ષેત્ર કહો, જ્ઞાન કહે છે નેય કહે, તે બધું અનિર્વચનીય આત્મસ્વરૂ૫ એવા મારું જ સ્વરૂપ છે. આ રીતે જાણનાર જ મારે એટલે આત્મા (વૃક્ષાંક ૧)નો પરમ ભક્ત છે. અર્થાત જે પોતે પોતાને તથા આ બધું ક્ષેત્ર, જ્ઞાન તથા ય રૂપે જે ભાસી રહેલું છે તે સર્વને આત્માથી અભિન્ન છે એમ સમજે છે, તે મારો પરમભક્ત હોઈ તે જ આત્મસ્વરૂપ એવા મારા ભાવને અર્થાત મેક્ષરૂપ એવા એક્યભાવને માટે યોગ્ય થાય છે. આ રીતે તને યનો નિર્ણય કહ્યો. હવે તને પ્રકૃતિપુરુષના સંબંધમાં કહેવાનું છે તે સાંભળ.
प्रकृति पुरुषं चैव विद्धधनादी उभावपि । धिकारा५श्च गुणा ५श्चैव विद्धि प्रकृति सम्भवान् ॥२०॥
પ્રકૃતિપુરુષ એ બે જુદાં નથી પણ એક આત્મરૂપ જ છે હ પાઈ ! આ પ્રકૃતિ અને પુરુષ એ બંનેને ઉત્પન્ન થયેલા છે એમ જાણુ. ઉદેશ એ કે અત્રે ભગવાને કહેલી પ્રકૃતિ તે જ ઉપર કહેવામાં આવેલું ક્ષેત્ર છે. આને અપરાપ્રકૃતિ પણ કહે છે (વૃક્ષાંક ૩થી ૧૫ જુઓ) અને આ પુરુષ એટલે જ ક્ષેત્રનું, ઈશ્વર કિવા સાક્ષી વૃક્ષાંક ૨) છે. આમાં ભગવાને પુરુષ અને પ્રકૃતિ બંનેને અનાદિ કહેલાં છે અને સર્વ આદિઅનાદિથી પર એવો તો એક આત્મા જ છે. આ પ્રકૃતિ અને પુરુષ એ બંને ભિન્ન નહિ પણ એક આત્મસ્વરૂપ જ છે, એવો ભાવાર્થ તેમાં સૂચવ્યો છે. આ રીતે ભગવાને અર્જુન પ્રતિ કરેલા ઉપદેશમાં વિશેષ ધ્યાનમાં લેવા જેવી વાત તો એ છે કે તેમણે પ્રથમ આત્માનું પરોક્ષજ્ઞાન થતાં સુધી અર્જુનને પ્રકૃતિપુરુષ બંનેને જુદ જુદાં કરીને તેનો વિવેક કરવાને કહ્યું. આમ યુક્તિ દ્વારા વિચાર ઉત્પન્ન થઈ અજુનને જ્યારે વિવેક ઉત્પન્ન થયો ત્યારે તેને આત્માનું પરોક્ષજ્ઞાન થયું. બાદ અપરોક્ષજ્ઞાનને માર્ગે લઈ જવાને માટે તેને દિવ્યદષ્ટિ આપી એટલે તેને સાક્ષીભાવની દષ્ટિમાં સ્થિત રાખી પોતાના અપર એવા માયાવી વિરાટ સ્વરૂપનું દર્શન કરાવ્યું. ત્યાર પછી તેના દ્રષ્ટાપણાને પણ વિલય થઈ તેને તદ્દન અનિર્વચનીય એવા પરમપદને અપરોક્ષાનુભવ થયો. આમ અપરોક્ષાનભવ થયા પછી હવે ભગવાન અત્રે અર્જુનને કહે છે કે, જે અનિર્વચનીય સ્વરૂપને તે અનુભવ કર્યો તે જ આ પ્રકૃતિ અને પુરુષરૂપે છે. તેનાથી ભિન્ન કર્યું છે જ નહિ એટલે પ્રથમ જે કેવળ અજ્ઞાનની ભ્રાંતિ મટાવાને માટે મિથ્યા યુક્તિનો આશ્રય લઈ આત્માનું પરોક્ષજ્ઞાન સમજાવ્યું, તે ઉપદેશ તો કેવળ અજ્ઞાનની ભ્રમનિવૃત્તિ કરવા પૂરતો જ હતું અને અપક્ષજ્ઞાન થયા પછી તે સાવ મિથ્યા જ કરે છે. એટલે અર્જુનને અપરોક્ષાનુભવ થયા પછી હવે આ અને તે ૫૮ જુદુ છે એવો ભ્રમ રહેવા નહિ પામે એટલા માટે ભગવાન અને કહે છે કે, હે અર્જુન! હવે તું પ્રબંધને પામેલ હોવાથી તને મિથ્યા યુક્તિઓ દ્વારા નહિ સમજાવતાં સત્ય અને સૈદ્ધાંતિક સ્વરૂપનું યથાર્થ જ્ઞાન હું આપી રડ્યો છું. આ પ્રકૃતિ તથા પુરુષ ભિન્ન નથી પરંતુ એકરૂપ જ છે અને તે બંને વાસ્તવિક અભિન્ન એવા આત્મરૂપ જ છે. માટે એ મુજબનું હું તને જે આ નિશ્ચયાત્મક અને સૈદ્ધાંતિક જ્ઞાન આપી રહ્યો છું, તે તું ધ્યાનમાં રાખ અને નિઃશંક બની જ.
આદિ શબ્દ કયાંથી શરૂ થયું ? પ્રથમ તે તું નિશ્ચયાત્મક સમજ કે આ પ્રકૃતિ અને પુરુષ અનાદિ એટલે આત્મસ્વરૂપ જ છે, કેમ કે આ ભ્રમણલક જગતમાં જે કોઈને માટે અનાદિ શબ્દ લાગુ પડે છે તે અવિકારી છતાં વિકારવાળી એવી જે આ દશ્યપ્રકૃતિ (વૃક્ષાંક ૩થી ૧૫૪) જોવામાં આવે છે તેને જ લાગુ પડે છે. જેમ ઝાડના બીજમાંથી અંકુર, થડ, શાખા, પાન, ફૂલ, ફળ ઇત્યાદિને વિસ્તાર થતો હોવાથી બીજ એ જ તેનું આદિ કારણ ગણાય તેમ આ જે વિકારે છે તે બધા બીજ૫ એવી પ્રકૃતિના ત્રણ ગુણ વડે ઉત્પન્ન થયેલા છે એમ