________________
૪૦]
સ તુ તવ માને તે રમા
ન રાયતે I J. [સિદ્ધાન્તકા
ભ૦ ગીર અ૦ ૧૩/૧૯
કારણ કે જે તે કાયમને માટે અન્ય હેત તે તેના સંબંધમાં ઉપદેશ શી રીતે થઈ શકે ? અનેય પદને ઉપદેશ તે વળી કેવો ? પણ સદગુરુ તે પદ સંબંધે ત પદેશ તે કરે છે અને તેનું જ્ઞાન પ્રાપ્ત કરવાના સંબંધમાં સાધકને સદગુરુને આશ્રય પણ જરૂર લેવો પડે છે. માટે, અષ્ટાવક્ર ! તે પદને જાણવું એ ઘણું સરળ પણ છે અને ઘણું કઠણ પણ છે. જેની દષ્ટિ બાહ્ય પદાર્થો ઉપરથી પાછી ફરી હોય છે અર્થાત અંતર્મુખ થયેલી છે તેને માટે તો તે અત્યંત સુલભ છે અને જેમની દૃષ્ટિ હંમેશ બહાર જ ફેલાયેલી છે એટલે બહિર્મુખ જ છે, તેને માટે તે તે અતિદુર્લભ છે.
જ્ઞાનકળાનું મૂળ સ્થાન ખરું કહીએ તો તેનું નિરૂપણ કરી શકાય તેવું કિંવા તે જાણી શકાય તેવું પણ નથી; છતાં પણ મહાન પ્રયત્ન વડે જેમ તેમ અપ્રત્યક્ષ રીતે તે કહી શકાય છે તથા જાણી પણ શકાય છે. તું જે આ બધું દશ્ય જુએ છે તે આધારે જ તે છે એમ જાણી શકાય છે અને તેથી જ તેને વેવ એટલે તે જાણી શકાય તેવું છે એમ કહી શકાય છે, એટલા માટે તેને આ બધું જે જે કાંઈ ભાસમાન થાય છે તે સર્વને તું સૂક્ષ્મ રીતે વિચાર કરીને જે. એ રીતે અનિર્વચનીય એવા પદને જાણવાની જે શક્તિ તે જ જ્ઞાનકળા કહેવાય. આ જ્ઞાનકળા કિંવા જાણવાની શક્તિ ભાસમાન થતા જુદા જુદા આકારો વડે જુદી જુદી પ્રતીતિમાં આવે છે, દરેક જાતના સાકાર ભાન એટલે જ્ઞાનને તેને જ આશ્રય હોય છે, એટલે આ અનેક આકારોનું થતું જ્ઞાન તે જ્ઞાનકળા૨ ૫ એવી આ સંવિત કિંવા ચૈતન્યના આધાર વડે જ થાય છે, તેના આધાર વિના થઈ શકતું નથી. આ જ્ઞાનકળા જ્યાંથી પ્રગટ થાય છે એટલે તેનું અનિર્વચનીય એવું જે મૂળ સ્થાન છે અર્થાત જ્યાંથી આ બધા સાકાર જ્ઞાન થનારી જ્ઞાનકળાને પ્રેરણા મળે છે તે સ્થાન એ જ પરમ પદ છે.
તમામ નામરૂપાદિને નિઃશેષ થયા બાદ શું રહે છે તેની શોધ હે અષ્ટાવક્ર ! બરાબર ધ્યાનમાં રાખ કે જે 3ય છે તે કંઈ જ્ઞાન ન હોઈ શકે! કેમ કે 3યના આધાર વડે પ્રકટ થનારું જ્ઞાન એ કદી પણ રવયંપ્રકાશ હોતું નથી એટલે તે પોતાની મેળે જ પ્રકાશમાન થઈ શકતું નથી. આથી જેના વડે આ બધા વેદ્ય પદાર્થો જાણવામાં આવે છે તે જ્ઞાનકળારૂપ સંવિત પોતે વેદ્ય નહિ પરંતુ તે કરતાં તદ્દન જુદી જ હોય, એ સ્વાભાવિક છે. વેવનું સ્વરૂપ તે પ્રત્યેક વેધ એટલે યરૂપે ભિન્ન ભિન્ન અર્થાત જુદું જુદું હોય છે. છતાં તે સંવિત તે કેવળ એકરસાત્મક અને નામરૂપાદિની સંજ્ઞાથી પર હઈ તેના વિવર્તથી વેદનાં ભિન્ન ભિન્ન રૂપનો ભાસ થવા છતાં તે પોતે કઈ પણ જગાએ ભેદ અર્થાત તભાસને પામતી નથી. ભિન્ન ભિન્ન ગમે તેટલા આકારો પ્રતીત થાય છતાં તે તે એકરૂપે જ રહે છે. ભેદ એ તે વેધનો સ્વભાવ છે તેથી તે અવે એવી સંવિતનો કદી પશુ સ્પર્શ કરી શકાતું નથી, કેમ કે વેદ્યમાં અનેક આકારો જોવામાં આવે છે. તેથી વિવેકદષ્ટિ વડે વેદ્ય પદાર્થોને પૃથફ કરીને અર્થાત તમામ નામકૃપાદિત નિઃશેષ એટલે વિલય કરીને કેઈ પણ આકાર કે અહેમમાદિ ભાવો તથા તેને જાણુના સાક્ષી, એ બધાને નિરાસ થયા પછી શેષ રહેનારી અનિર્વચનીય એવી પરમ સંવતનું જ તું બરાબર રીતે શોધન કરી તેનો અનુભવ લઈ જે. એટલે વઘવને બાજુએ મૂકીને નિઃસંક૯પ અવસ્થામાં તે જ સંવિત પિતાના મળ નિવિકાર સ્વરૂપમાં વેધ થશે અર્થાત અનુભવમાં આવશે. આમ તમામ આકારે તથા હું, તું, તે, આ પ્રત્યાદિ તમામ ભાવનો તેનાં સાક્ષી સહ નિરાસ કર્યા વિના તે કદી પણ સેવ (વેદ્ય ) થતી નથી, અર્થાત
અનુભવી શકાતી નથી. અરીસો જેમ પ્રતિબિંબને ગ્રહણ કરે છે તેમ આ શુદ્ધ ચિતિ જ મિથ્યા દૃશ્ય • વસ્તુના આકારો ધારણ કરીને અનેકરૂપ થાય છે; પરંતુ જેમ દીપકને જેવો હોય તો બીજા કેઈ દીપકની
જરૂર પડતી નથી તેમ આ સંવિત એ જ જાણનારનું એટલે સાક્ષીભાવનું પણ મૂળ હોવાથી તે ય કહી શકાતી નથી, તે વાત પણ તદ્દન સ્પષ્ટ જ છે. માટે હું અષ્ટાવક્ર ! તું પ્રથમ તેં તારા આ પ્રકારના મૂળ અનિર્વચનીય સ્વરૂપની સમ દષ્ટિવ શેધ કરીને જે. આ મુજબ જયારે તને તે નિર્વિકલ્પ સવિતને અનુભવ થશે. ત્યારે તે જ ય અને અને કેવી રીતે છે, તે તેને સારી રીતે સમજાશે ( દત્ત પરશુરામ પ્રકરણ ૧૬ જુઓ )..