________________
ગીતાહન ] આ સંસાર ગતિને પેલે પાર આત્મસ્વરૂપ એવા વિષ્ણુપદને પામે છે. ૬૪૫ (ક્ષાંક ૧)ની જ સંજ્ઞા છે અને આ પુરુષ તથા પ્રકૃતિ એ બંને આત્મરૂપ હોવાથી અનાદિ જ છે. એનો અર્થ એ બંને તેના તમામ કાર્ય સહિત આત્મસ્વરૂપ જ છે એમ જાણ. એ રીતે ભગવાન અને અર્જુનને કહેલું છે, છતાં પણ વ્યવહારમાં જેને માટે આ બધું વિકારવાળું તથા ગુણોવાળું છે એમ જે માનવામાં આવે છે તે ગુણ અને તેના વિકારોને સંભવ પ્રકૃતિ (વૃક્ષાંક ૩) વડે જ છે. આત્માને તે તેમાં તલભાર પણ સંબંધ નથી એમ જાણુ.*
कार्यकरणकर्तुत्वे हेतुः प्रकृतिरुच्यते।
पुरुषः सुखदुःखानां भोक्तृत्वे हेतुरुच्यते ॥२१॥ કર્તાપણાને હેતુ પ્રકૃતિનો તથા ભક્તાપણાનો હેતુ પુરુષને છે કાર્યકરના કર્તાપણામાં હેતુ પ્રકૃતિ (વૃક્ષાંક ૩) કહેવાય તથા સુખદુઃખાદિના ભોક્તાપણામાં હેતુ પુરુષ (વૃક્ષાંક ૨) કહેવાય છે. ઉદ્દેશ એ કે, વ્યવહારમાં જે આ બધું ઉત્પન્ન થવું, રહેવું તથા નષ્ટ થવું એટલે ઉત્પત્તિ, સ્થિતિ અને લય થ ઇત્યાદિ જે જે કાંઈ કર્તા, કરણ અને કાર્યરૂપે પ્રત્યક્ષ પ્રતીત થતું જોવામાં આવે છે તે બધાને મૂળ હેતુ પ્રકૃતિ છે એમ સમજ; તથા આ નષ્ટ થયું અને આ ઉત્પન્ન થયું છે, આ મારું છે, આ હું છું, આ મારી વસ્તુનો નાશ થયો, એવી રીતે પ્રકૃતિના કર્તા, કરણ, કાર્ય ઉપર તે મારું જ છે એમ વાસનાવશાત્ માનીને ભોક્તાપણુ વડે જે મિથ્યા સુખદુઃખાદિને આરેપ કરવામાં આવે છે તે માનનારો જીવાત્મા કિંવા મહાપ્રાણ (વૃક્ષાંક ૬) હાઈ એ પુરષ (વૃક્ષાંક ૨)ના હેતુરૂપ કહેવાય છે. અર્થાત આ દશ્ય જગતમાં પ્રકૃતિનું કાર્ય કર્યું અને પુરુષનું કાર્ય કર્યું એમ ભિન્ન ભિન્ન રીતે સમજાવવાને માટે ભગવાન આમાં સ્પષ્ટતા કરે છે કે જ્યાં કર્તા, કરણ ને કાર્ય એ ત્રિપુટીઓ લાગુ પાડી શકાય છે તે સર્વે પ્રકૃતિના અંશવાળું એટલે હેતુવાળું કહેવાય, એટલે કર્તાપણું એ પ્રકૃતિનું કાર્ય છે તથા તેને મેં કર્યું, હું જ ભેગવું છું, એમ ભોક્તાપણું માની લેવું તે પુરુષના અંશ કિવા હેતુરૂપ છે એમ સમજવું. આ રીતે પ્રકૃતિપુરુષના વિવેક માટે અવિવેકીઓને સુગમ પડે એટલા સારુ આ વિભાગો કહ્યા છે.
पुरुषः प्रकृतिस्थो हि भुङ्क्ते प्रकृतिजान्गुणान् । कारणं गुणसङ्गोऽस्य सदसद्योनिजन्मसु ॥२२॥
ગુણેના સંગથી પુરુષ બંધનને પામે છે હે પાર્થ! આ પુરુષ પ્રકૃતિથી કાંઈ અલગ જ રહેલો હશે એમ સમજીશ નહિ, પરંતુ તે પ્રકૃતિમાં જ સ્થિત રહેલ હોઈ આ પુરુષ જ પ્રકૃતિમાં ઉત્પન્ન થયેલા ભાગોને તે મારા જ છે અને તેને હું જ ભેગવું છું એવી રીતે મિથ્યા માની લે છે, તેથી વાસ્તવિક તે અલિપ્ત હેવા છતાં છવરૂપે બની જાય છે. આમ તેને (જીવન) મિથ્યા ભ્રમ વડે સારી માઠી નિઓમાં થતા ભ્રમણમાં કારણ આ પુરુષને પ્રકૃતિના કાર્યમાં તે કાર્ય મારું જ છે એમ માની લેવારૂપ મિથ્યા સંગ જ છે. એમ નિશ્ચયાત્મક જાણ. એટલે જેમ ગાડાની નીચે ચાલનારું કૂતરું ગાડામાં સર્વ બેજો હું જ ઉપાડું છું તેમ માની લે તેમ આ ત્રણ ગુણ વડે વિકારને પામેલાં દસ્યાદિ તમામ કાર્યો વાસ્તવિક રીતે પ્રકૃતિનાં હોવા છતાં અને પોતે તે કરતાં તદ્દન અલિંસ હોવા છતાં પણ આ પુરુષ તે મારાં જ છે, હું જ તેને ભક્ત છું, એમ મિથ્યા અભિમાન વડે માની લેવાને લીધે જીવરૂપ બની જાય છે; અને આકાશ જેમ ઘટમાં રહેવાથી ધટાકાશ બની જાય છે તેમ તે આત્મરૂપ હોવા છતાં ભ્રમ વડે પોતે પોતાને હાથે જ ભોક્તાપણાના અભિમાનમાં બંધાઈ જઈ વિષયના
- આ પ્રકૃતિપુચ્છના ભિન્નપણું સંબંધમાં વિસ્તૃત વિવેચન શાસ્ત્રાધારસહ પાછલા અધ્યાયમાં આપવામાં આવેલું છે. તે પૈકી મુખ્યત્વે અધ્યાય ૨, ૩, ૭, ૮, અને ૯ જુએ.