________________
૬૪૬]
સ્થિ : વ ાથ મા
મન:
[ સિદ્ધાન્તકાષ્ઠ ભ૦ ગીવ અ૦ ૧૩/૬
સંગને લીધે સત અને અસત્ એટલે સારી નરસી અનેક નિમાં જન્મ લેતે રહે છે. આમ તેને સારા માઠા અનેક જન્મો લેવામાં મિયા સંગ યા પ્રીતિ જ કારણભૂત છે. સારાંશ, આત્મા પોતે જ પોતામાં મિથ્યા ભ્રમ વડે મિથ્યા પ્રકૃતિ વા માયાના ગુણોના સંગ વડે બંધાઈ જીવરૂપ બની અનેક પ્રકારનાં જન્મમરણાદિ દુઃખો ભોગવે છે તથા પ્રકૃતિના ગુણોના સંગનો ત્યાગ કરી ભ્રમમાંથી નિવૃત્ત થતાં મુક્ત થાય છે. તસ્માત * આ બધું ત્રણ ગુણોના વિકારવાળું જે જે કાંઈ જણાય છે તે તથા તેનો સાક્ષી કિવા દ્રષ્ટા એ સર્વ આત્મરવ૫થી અભિન્ન એવું પરમતત્વ જ છે એમ નિશ્ચયથી જાણ.
उपमुष्टाऽनुमन्ता च भुर्ता भोक्ता महेश्वरः । परमात्मेति चाप्युक्तो देहेऽस्मिन्पुरुषः परः ॥२३॥
આ દેહમાં રહેલો પુરુષ પરમાત્મા જ છે પ્રકૃતિ (વૃક્ષાક ૩ થી ૧૫ ઘ) એ જ જેને દેહ છે એ તે પરમપુરુષ પ્રકૃતિરૂપ દેહમાં ઉપદ્રષ્ટા એટલે કષ્ટા (વૃક્ષાંક ૨)ને પણ દ્રષ્ટા, અનુમંતા અર્થાત અનુમતિ કિવા પ્રેરણા આપનાર, ભર્તા, ભોક્તા અને મહેશ્વર છે. પરમાત્મા પણ તેને જ કહેવામાં આવે છે. તાત્પર્ય એ કે, ઉપર કહ્યું તેમ આ પુરુષ પ્રકૃતિમાં સ્થિત રહીને તેના ગુણોને પોતાના સમજીને પોતાપણાના માની લીધેલા મિયા સંગને લીધે શુભાશુભ : અનેક જન્મમરણદિનું કારણ બને છે. આ પ્રકૃતિ (વૃક્ષાંક ૩ થી ૧૫ ઘ) રૂપ દેહમાં ઓતપ્રેત રહેલ એ પુરુષ (વૃક્ષાંક ૨) જ વસ્તુતઃ પિતાથી એટલે પુરુષથી પણ પર એવો આત્મા (વૃક્ષાંક ૧) હેઈ પોતે જ દ્રષ્ટા બની એ દ્રષ્ટાપણુરૂપ ઈક્ષણશક્તિ વડે પ્રકૃતિના ગુણોમાં ક્ષાભ ઉત્પન્ન કરે છે; તે દ્રષ્ટાપણાને પણ જ્યાંથી દ્રષ્ટાભાવની પ્રાપ્તિ થાય છે અર્થાત આ દ્રષ્ટાપણાને દ્રષ્ટાપણું જેની પ્રેરણા વડે પ્રાપ્ત થયેલું છે. એવો તેનો પણ અનમંતા અર્થાત અનુમતિ કિંવા પ્રેરણું કરનાર, ભર્તાપણાને તથા ભોક્તાપણાને પણ આવા પ્રેરક અને મહેશ્વર એટલે ઈશ્વરનો પણ ઈશ્વર એ જે છે તે જ પરમાત્મા કહેવાય છે. તે પરમાત્માથી ભિન્ન કાંઈ નથી, એમ નિશ્ચયાત્મક જાણુ.
य एवं वेत्ति पुरुष प्रकृति च गुणैः सह । सर्वथा वर्तमानोऽपि न स भूयोऽभिजायते ॥२४॥
પુરુષ અને ગુણે સહિત પ્રકૃતિને જાણનારે શ્રેષ્ઠ છે જે એ પ્રકારે પુરુષને અને ગુણ સહિત પ્રકૃતિને જાણે છે, તે સર્વ પ્રકારે વર્તમાન અર્થાત અસ્તિત્વરૂપે હોવા છતાં પણ ફરીથી જન્મને પામતે નથી. ઉદ્દેશ એ છે કે, ઉપર જણાવ્યા મુજબ પ્રકૃતિ પિતાના ત્રણ રણો વડે આ કાર્ય સૂજે છે તેની સાથે પુરુષનો કિચિત્માત્ર પણ સંબંધ નથી. તે પોતે તે પરમાત્મા જ છે એવા પ્રકારના દઢ નિશ્ચયવાળ બનીને અસંગ દષ્ટિએ પ્રકૃતિમાં રહીને ગમે તે પ્રકારે વર્તતો હોવા છતાં પણ ફરીથી જમને પામતો નથી, પરંતુ પ્રકૃતિના ગુણે મારા જ છે એમ માની લઈ જે તેના મિથ્યા સંગ વડે પોતે તેમાં આસક્ત થાય તે જીવરૂપ બની જન્મમરણાદિ દુઃખ૨૫ ચક્કરમાં પડે છે, તે ઉપર જણાયું છે. પરંતુ આ પ્રકૃતિ અને પુરુષ બંને અભિન્ન એવા આત્મસ્વરૂપ જ છે, એવું માનનારો ફરીથી પરિવર્તનને પામતો નથી, અર્થાત મેક્ષને પામે છે.
છે આ સંબંધે અધ્યાય ૩ માં સુવર્ણના દાંત સાથે વિવેચન ૫૪ ૧૯૯, ૨૦૦ ઉપર છે તે જોવું