________________
ગીતાદેહન ) અને તે જ આત્મપદને પામી શકે છે કે જે થકી ફરી કદી જન્મ થતો નથી. [ ૬૪૧
अविभक्तं च भूतेषु विभक्तमिव च स्थितम् । भूतभर्तृ च तज्ज्ञेयं प्रसिष्णु प्रभविष्णु च ॥१७॥
અવિભક્ત અને વિભક્ત પણ આત્મા જ છે ભગવાન આગળ કહે છેઃ હે અર્જુન ! આ સ્વરૂપ ય તથા અય એમ બંને પ્રકારે શી રીતે છે તે તને હવે સારી રીતે સમજાયું હશે. આથી જ મેં તને આ દૃશ્યાદિ તમામ ય પણ આત્મસ્વરૂપ જ છે તે વખતોવખત સારી રીતે સમજાવ્યું છે. આ તમામ દસ્યાદિ તથા તે કરતાં પર એ બંને તેનું એટલે આત્માને સ્વરૂપ છે એમ હું તને વારંવાર કહી રહ્યો છું. વળી પણ કહું છું કે તે અવિભક્ત એટલે જેના કદી વિભાગ થઈ શકતા નથી એવું તથા ભૂતોમાં વિભક્ત છે અર્થાત ભૂતમાત્રમાં તે જુદા જુદા વિભાગેવાનું હોય તેમ સ્થિત છે: તેમ જ આ ભૂતાને ધારણ કરનાર, ઉત્પન્ન કરનાર અને સંહાર કરનાર વગેરે રૂપે પણ આત્મસ્વરૂ૫ એવું તે એક ય જ છે; એટલે જેમ એક જ સુવર્ણ નામરૂ પાદિ અનેક ભેદ વડે અનંતરૂપે હોય એમ ભાસે છે તેમ આ અનિર્વચનીય એવું યરૂપ સ્વસ્વરૂપ જ એકરૂપે, અનેકરૂપે તથા તે કરતાં પણ પરરૂપે થયેલું ભાસે છે તેમ જ ભૂતની ઉત્પત્તિ પણ આત્મરૂપ જ છે, સ્થિતિ પણ આત્મરૂપ છે અને લય પણ આત્મરૂપ જ છે.
ज्योतिषामपि तज्ज्योतिस्तमसः परमुच्यते । ज्ञानं क्षेयं ज्ञानगम्यं हृदि सर्वस्य धिष्ठितम् ॥१८॥
આ સર્વ કબ્દ પણ આત્માથી અભિન્ન છે તે એટલે ગેય એવું આ બ્રહ્મ જ તિઓનું પણ તિરૂપ તથા જ્યાં તમસ એટલે અંધકારને કિંચિત્માત્ર પણ સંબંધ નથી એવું અને તે કરતાં પણ ૫ર કહેવાય છે. જ્ઞાન પણ તે જ છે, 3ય પણ તે જ છે અને જ્ઞાન વડે જાણી શકાય એવું જે જે કંઈ વેદ્ય હોય તે બધું પણ તે જ છે; તેમ જ સર્વના હદયમાં સાક્ષીરૂપે સિથત રહેલું પણ તે જ છે. તાત્પર્ય એ કે, જેના વડે આ તમામ દર્ય પ્રકાશિત થાય છે, તે દ્રષ્ટા પોતે તથા તેણે પ્રકાશિત કરેલું આ સર્વ દસ્વરૂપ એવું ય પણ એક આત્મસ્વરૂપ જ છે તેમ જ તેના દ્રષ્ટાસહ શ્રેઠમાં શ્રેષ્ઠ એવો અંધકાર કિંવા અજ્ઞાન (વૃક્ષાંક ૨થી ૧૫ ઘ) અને અંધકારથી પર એટલે જ્ઞાન (વૃક્ષાંક ૧). એ બંને રૂપે પણ આ એક આત્મસ્વરૂપ જ ભાસી રહ્યું છે, અર્થાત અંધકાર તથા તેથી પર એવું જે કંઈ છે તે સઘળું પણ કેવળ એક આત્મસ્વરૂપ જ છે. વળી જ્ઞાન પણ તે જ છે, ય એટલે જાણવા યોગ્ય પણ તે જ છે તથા જ્ઞાન વડે જાણી શકાય એવું જે કંઈ છે તે તમામ પણ તે જ છે. સર્વના હદયમાં અધિષ્ઠિત થયેલ અર્થાત્ સર્વના હૃદયમાંથી થનારા “હું” “હુને પ્રેરણા કરનારા જે તેનો પ્રેરક એટલે તમામને દ્રષ્ટા વા ઈશ્વર (વૃક્ષાંક ૨) છે તે પણ તે જ છે. સંક્ષેપમાં જે જે કાંઈ દયાદિ ભાવો છે તે તથા દશ્યાદિ તમામ ભાવનો જ્યાં વિલય થાય છે તે તેમ જ તેને જાણનારો સાક્ષી, એ બધા આ ય કિવા બ્રહ્મ રમથત આત્મસ્વરૂપ છે. તેથી ભિન્ન કાંઈ છે જ નહિ. આ એકરૂપે કહેવામાં આવતું પણ તેનું જ સ્વરૂપ છે તથા અનેકરૂપે ભાસમાને થતું પણ તે જ છે. તમામ 4% પણ તેજ છે અને કન્દથી પર પણ તે જ છે. આ મુજબ આ એક શેયતત્ત્વ જ ચરાચરમાં વ્યાપક હેઈ તેની જ બ્રહ્મ, આત્મા આદિ સંજ્ઞાઓ છે.
इति क्षेत्रं तथा जानं ज्ञेयं चोक्तं समासतः । मत एतद्विवाय मद्भाधायोपपद्यते ॥१९॥