________________
૬૩૪ ] અવાનવામાન સાજીંદા [ સિદ્ધાન્તકાડ ભ૦ ગીર અ. ૧૩/૧૪ તે જીવન્મુક્ત મુનિ કહેવાય છે. તે શાંત મહામુનિના ચિત્તમાં આત્મરૂપ નિશ્ચયને અપરા અનુભવડે સિદ્ધ એ જે ભાવ તે જ “મન” એ શબ્દથી કહેવાય છે. મૌનને જાણનારા શાસ્ત્રકારોએ ચાર પ્રકારનું મૌન કહેલું છે. (૧) વામૌન, (૨) ઇજિપમૌન, (૩) કામૌન અને (૪) સુમન. (૧) કેવળ વાણીને રોકી રાખવી તે વાન. (૨) બળાકારથી ઇકિયેનો નિગ્રહ કરવો તે ઇન્દ્રિયમૌન, (૩) કેવળ શરીરની ચેષ્ટાઓને જ ત્યાગ કરવો તે કામૌન તથા (૪) જગતનો બાધ એટલે જાગ્રત થતાં જેમ સ્વમનો બાધ થાય તેવી રીતે આત્માનુભવ થતાં જગતાદિ તમામ દશ્યના બાધપૂર્વક નિત્ય આત્માનું જ અનુસંધાન રહેવું એ સુપ્તમૌન કહેવાય. જે કે મને મૌન નામનું એક પાંચમું મૌન છે, પરંતુ તે કાષ્ટતપસ્વીમાં, મૂછમાં અને મરણમાં જ સંભવે છે, માટે તેને જુદું ગણવામાં આવતું નથી. આત્મતત્વનો અનુભવ થતાં જે સુષુપ્ત નામનું મૌન થાય છે, તેને જીવનમુક જ ધારણ કરી શકે છે.
ગ્રાહ્ય અને ત્યાજ્ય મૌન વાડ, ઇંદ્રિય તથા કા એ ત્રણ મૌનને અધિકારી કાઈ તપસ્વી છે તથા ચોથા સુષુપ્ત મનને અધિકારી જીવન્મુક્ત છે. આ મૌન એ જ તુરીયાવસ્થા છે. વાડ, ઇંદ્રિય તથા કા એ ત્રણેને વ્યવહારમાં મૌન કહેવામાં આવે ખરાં પરંતુ તે મૌન ધારણ કરનારા મુનિઓનો આત્મનિશ્ચય હોતો નથી, તેઓ દેહાદિક . મલિન નિશ્ચયવાળા જ હોય છે તેથી તેઓ ફરી ફરી જન્મ મરણની પરંપરામાં જ પડે છે, માટે તે અનર્થાવહ હાઈ નિરર્થક છે. એ ત્રણે કિંવા ત્રણ પૈકી કોઈ પણ એક મૌનવાળ કાછ તપસ્વી કહેવાય છે. આ તપસ્વીઓનું સમાધિમાંથી ઉત્થાન થયા પછી ફરી પાછું ચિત્તનું ચલન થાય છે અને આત્માનુભવી જીવન્મુક્તાને તે સર્વદા આત્મા વિના બીજી કોઈ ચિત્તાદિની ચંચળતા ઉત્પન્ન થવી શક્ય જ હોતી નથી. આમ પિતાના સ્વરૂપમાં જ સ્થિતિરૂ૫ લીલાથી સર્વદા રહેનાર જીવન્મુક્ત પુરુષો વાડ, ઇકિય અને કામૌન આદિ ત્રણે મને બંધનરૂપ હેવાથી તેને તજી દેવા યોગ્ય જાણી તેના ઉપર અરુચિ રાખે છે અથવા તે એ મને પણ આમસ્વરૂપ જ છે એમ સમજી અરુચિ નહિ રાખતાં તેઓ તેનું કદી ગ્રહણુ જ કરતા નથી, કેમ કે તેઓ તે નિત્ય સુખમૌનમાં જ સ્થિત હેય છે. આ સુષુપ્તમૌન કે જે જીવન્મુકતના અનુભવમાં રહેલું છે તેનું વૈશિષ્ય આ પ્રમાણેનું છે.
સુષુપ્ત મૌનનું વૈશિષ્ટ આ મૌનમાં શરીરની અંદર, બહાર, ઊંચે, નીચે કે મધ્યમાં પ્રાણનો નિરોધ કરવો પડતો નથી. પ્રાણની કોઈ જાતની ક્રિયા પણ કરવી પડતી નથી. સર્વે ઇદ્રિય વિષયોને લાભ થકી ઉલ્લાસને પણ પામતી નથી તેમ શાંત પણ થતી નથી. સમાધિ હો યા ન છે તે પણ આ મૌનમાં ચિત્ત ચિત્તરૂપે રહેવા પામતું જ નથી તેમ અચિત્તરૂપે પણ થઈ જતું નથી પરંતુ હંમેશાં આત્મસ્વરૂપે સમ અવસ્થામાં જ તદાકાર રહે છે. વળી સત્ પશુ રહેતું નથી અને અસત પણ થઈ જતું નથી અને કોઈ બીજા પ્રકારનું પણ થઈ જતું નથી; પરંતુ વિકલ્પોનો જ સદંતર ક્ષય થઈ જવાને લીધે વિભાગ વિનાનું, અભ્યાસની અપેક્ષાથી પણ રહિત અને સર્વવ્યાપક એવા આત્મરૂપ બનેલ હેવાને લીધે તે આદિ તથા અંતથી રહિત બની જાય છે. આ સુષુપ્તમૌનનું લક્ષણ છે. આ ગેય એવું આત્મતત્વ કે જેમાં જગતરૂપી ભ્રમ દેખાય છે તેને શંકારહિત યોગ્ય સ્વરૂપમાં જાણીને રહેવું એ સુષુપ્તમૌન કહેવાય. પરબ્રહ્મ કે જે અનેકવિકલ્પ જ્ઞાનોના અધિકાન રૂ૫ છે, તે વડે પૂર્ણ થઈને મર્યાદારહિત એવી સ્થિતિમાં રહેવું એ સુષપ્તમૌન કહેવાય છે. આ સઘળું જગત શહેવા છતાં પણ અધિકાનની સત્તાથી શુન્ય નથી અને અધિષ્ઠાનની સત્તાથી અસ્તિત્વ ધરાવતું હોય એવું જણાતાં છતાં પણ પોતાની સત્તાથી નથી, એવા નિશ્ચયથી ચિત્ત હંમેશાં સમ અને શાંત રહે તે સુષુમ મૌન કહેવાય છે. આ સઘળું જગત સત પણ નથી તેમ અસત પણ નથી, પોતાની સત્તાથી શન્ય તથા નિરાધાર છે અને અધિકાનરૂપે જોતાં શાંત અને જ્ઞાનમાત્ર જ છે; એની નિશ્ચયાત્મક રિથતિ તે સુષુપ્તમૌન સમજે. જે સ્થિતિમાં આત્મા વ્યતિરિકન બીજા કોઈ ભાવે, અમા, દિશાઓ, દેશ, કાળ, હું તુ, તે, આ ઇત્યાદિ કેઈપણ
.