________________
ગીતાદેહન ] તેઓની ઇંદ્રિય સારથિના સારા અશ્વોની જેમ વિષે વશ કરવા સમર્થ હોય છે. [ ૬૩૩
એટલે તેને સમજાય છે કે હું જેને સેવ સમજતો હતો તે તે સ્વતઃસિદ્ધ એવું પરમ પદ જ છે. તે અંતપદ જ જ્ઞાતા એટલે મારું સ્વસ્વરૂપ હાઈ જ્ઞાન પણ તે જ છે. વાસ્તવિક તે સ્વરૂપે જ મારા જ્ઞાતારૂપે હતું તથા જ્ઞાનપે પણ તે જ હતું. અર્થાત જ્ઞાતા અને જ્ઞાનનું અસ્તિત્વ પણ તેને આધાર ઉપર હે તે બંને પણ તકૂપ જ છે. તે તેનાથી કદિ પણ ભિન્ન હેતાં જ નથી. તેથી આ જ્ઞાતા, આ જ્ઞાન અને આ રેય કિંવા આ સત અસત ઇત્યાદિ તમામ ભેદભેદ દષ્ટિએ પણ તે પોતે જ પોતામાં વિવર્તાને પામેલું છે, તેનાથી ભિન્ન કાંઈ છે જ નહિ, આમ તે એકરસાત્મક હોવાને લીધે તેમાં કાંઈ છે જ નહિ, તે આદિનું પણ આદિ અને ૫રનું પણ ૫ર છે. હું, તું, તે, આ, મારું, તારું, મને, તને ઈત્યાદિ નામરૂપ વડે જે જે કાંઈ ભાસે છે તે સર્વે તેનું જ સ્વરૂપ હોઈ તે રૂ૫ જ છે, તેનાથી ભિન્ન કાંઈ પણ સંભવી શકે જ નહિ. સિવાય તેમાં કશું પણ છે જ નહિ. આમ તે એકરસાત્મક હોવાને લીધે તેમાં કાંઈ છે યા નહિ એ બંને ઉક્તિઓ પણ વ્યર્થ જ છે. આ પ્રમાણેનું તે ય એટલે આત્મપદ (વૃક્ષાંક ૧) અનાદિમત એટલે આદિ કિંવા ઉત્પત્તિથી રહિત, બ્રહ્મસંજ્ઞા પણ જ્યાં લાગુ પાડી શકાતી નથી એવું તથા તેથી ૫ણ ૫ર હેવાથી તેને એટલે તત, આત્મા કિંવા ય (વૃક્ષાંક ૧ ) સત પણ કહી શકાતું નથી અને અસત પણ કહી શકાય તેવું નથી.
ય પદ સત કિંવા અસત કેમ કહેવાતું નથી ?
સુવર્ણના બધા આકારો સુવર્ણપ જ હોવાથી સુવર્ણથી જરા પણ ભિન્ન કહી શકાતા નથી, તથા સુવર્ણમાં અનેક આકારો પ્રતીત થાય છે અને તે બધા સુવર્ણમય જ હોય છે એટલે સુવર્ણમાં આકારો નથી એમ પણ કહી શકાય નહિ તેમ આ દશ્ય, દર્શન અને કષ્ટારૂપે તથા તેના સાક્ષીરૂપે પશુ તે એટલે એક આત્મા જ પ્રકટ હોવાથી તેમાં આકારાદિ નથી એમ પણ કહી શકાય નહિ. જો કે તે બધા આકાર તેનાથી ભિન્ન નથી તેમ જ તેમાં દ્રષ્ટા દસ્થાદિ ત્રિપુટીઓ તથા તેને સાક્ષી છે કે નહિ તેની તેને કલ્પના પણ નહિ હોવાથી તે અનિર્વચનીય એવું વ વા આત્મ કે બ્રહ્મપદ નામરૂપાદિથી તદ્દન અલિપ્ત જ છે, એમ પણ કહી શકાય છે. આથી તેમાં છે, નથી કિંવા તે બંનેના સાક્ષીભાવનું અસ્તિત્વ છે એમ પણ કહી શકાય નહિ. તેમ કાંઈ નથી એમ પણ કહી શકાય નહિ, એટલું જ નહિ પરંતુ તે છે અને નથી એવું જાણનારા સાક્ષીભાવનું પણ જ્યાં અસ્તિત્વ છે અથવા નથી તે પણ તે જાણતો નથી તો પછી તેણે જાણેલા છે, નથી અને તેવું જાણનારા સાક્ષી વગેરેની તો વાત જ કયાં રહી? આ રીતે આત્માની સત્ય પરિરિથતિ હોવાને લીધે તે ય એટલે તત રૂ૫ તથા અનિર્વચનીય એવા આત્મસ્વરૂપને નથી સત કહી શકાતું કે નથી અસત કહી શકતું. આમ આ બંને ભાવોમાં અંતે અનિર્વચનીયતા અર્થાત મૌન જ ધારણ કરવું પડે છે. આ મૌન કિંવા અનિર્વચનીયતાને અર્થ મૂંગાપણું કિંવા કાઇમૌન નથી, પરંતુ આત્મસાક્ષાત્કાર૫ સુષુપ્ત મૌન એવો છે. એટલે બેલવા છતાં નહિ બોલવું, કરવા છતાં પણ કર્તાપણાના
પણ ન હો એ મુજબ જળકમળવત રહેવું અને યથાપ્રાપ્ત વ્યવહાર કરવો તે જ જીવન્મુક્તોનું સુષુપ્ત મૌન છે. હવે મૌન સંબંધે છેડે વિચાર કરવો પડશે.
ચાર પ્રકારનું મૌન મુનિઓ બે પ્રકારના હેય છે. (૧) કાઈ તપસ્વી તથા (૨) જીવન્મુક્ત. આત્મતત્વના જ્ઞાન કિવા નિશ્ચય વગરના તથા સ્વરૂપના અનુભવ વિનાનો અને કેવળ વ્રતાદિ અથવા શુક ક્રિયાઓમાં આગ્રહવાળા તથા કેવળ હાથી જ ઇન્દ્રિયોના સમૂહને જીતનારો જે મુનિ હોય તે કાક તપસ્વી કહેવાય છે. તથા આ જગતના તત્વને બરાબર સમજીને આત્માનું અનુસંધાન કરનારે, નિત્યપ્રતિ આત્મામાં જ રડેના અને વ્યવહારમાં બીજાઓની પેઠે વર્તતે છતાં પણ અંદર નિરતિશય આનંદથી તૃપ્ત રહેનારો જે પુણ્ય હોય