________________
ગીતાહન ] તેઓની ઇંદ્રિય સારથિના દુષ્ટ અશ્વોની જેમ વિષયોને વશ કરા અસમર્થ છે. [૧૨૯
શાસ્ત્રની શી આવશ્યકતા? નિર્વિકાર અને સર્વવ્યાપક એવા પરમાત્મામાં વિકારીપણું યા અવિકારીપણું આદિ દેવા છે જ નહિ. જગતના વિષયમાં જે નામરૂપાદિની કલ્પના જોવામાં આવે છે તે તે કેવળ મિથ્થા હાઈ કોળકલ્પિત એવા વ્યવહારને માટે જ કપાયેલી છે, વરસ્તુતઃ તે આત્માથી કિંચિત્માત્ર પણ જુદી નથી. જેમ તંતુ વગર વસ્ત્ર હેતું નથી તેમ નામરૂપાદિના કલ્પિત વ્યવહાર વિના શાસ્ત્રોની સ્થિતિ પણ શક્ય નથી. આમ અવિદ્યામાં તણુતે જતે આમાં આત્મજ્ઞાન વિના અનુભવમાં આવતું નથી અને તે આત્મજ્ઞાન આભાના ઉપદેશાત્મક શાસ્ત્રો વિના કદી પણ મળતું નથી. આત્મસ્વરૂપની પ્રાપ્તિ વિના વિદ્યારૂપી નદીને છેડો (અંત) આવતે નથી. આ અવિવારૂપ નદીનો જે છેડો કિંવા અંત તે જ અક્ષયપદ કહેવાય છે. મલિન કરી દેનારી આ મિથ્યા એવી અવિદ્યા ગમે ત્યાંથી ઉત્પન્ન થઈ હોય તો પણ તેણે ઉત્પનન થઈને એવી સ્થિતિ પકડી છે કે જાણે આત્મસ્વરૂપને ઢાંકી દીધું છે. માટે તમે આ અવિદ્યારૂપ શ્રાંતિ કયાંથી ઉત્પન્ન થઈ છે ? એવો વિચાર ના કરો, પરંતુ એ અવિઘાને ઉછેદ કયા ઉપાય વડે હું કરું? એ જે એક વિચાર રાખો. હે તાત ! આ અવિદ્યા જ્યારે ક્ષીણ થઈ ને અસ્ત પામી જશે ત્યારે એ કયાંથી થઈ હતી, શી રીતની હતી, અને કેવી રીતે નષ્ટ થઈ ઇત્યાદિ સઘળું સંપૂર્ણ રીતે તારા જાણવામાં આવી જશે. વાસ્તવિક તો આ અવિદ્યા જેવું કાંઈ છે જ નહિ. વિચારનો ઉદય થતાં જ તે એકદમ કયાંય નષ્ટ થઈ જાય છે, તેનો પત્તો પણ લાગતો નથી. જાગ્રત થયા પછી જેમ સ્વમ ક્યાં ગયું ? કયાંથી આવ્યું હતું અને કેવી રીતનું હતું ? ઇયાદિ તમામ જાણી શકાય છે તેમ અવિવારૂપ એવી આ મિથ્યા માયાનો નાશ થતાં જ તેનું સર્વસ્વરૂપ કોણ જાણે કયાં સમાઈ જાય છે, તેનો પતો પણ લાગતો નથી. માટે એવી ખોટી અને બ્રાંતિરૂપ અવિદ્યાને સાચી ગણીને તે કેના વંશની છે? ઇત્યાદિ જાણવાની ઇરછા કયા વિવેકી પુરુષને થાય ? આ અવિદ્યાના માવતરની ચિંતા કરવી એ તે સ્વમ માં દેખાયેલા પુરુષના માવતરની ચિંતા કરવા સમાન વૃથા છે. હમણાં તમો એ અવિધા ઉત્પન્ન થઈ છે, વિસ્તાર પામેલી છે અને વિસ્તાર પામીને બહુ અડચણો ઉત્પન્ન કરે છે તથા ઘણી દુઃખદ છે, ઇત્યાદિ કપેલું હોવાથી બળાકાર વડે તેનો નાશ કરે એટલે તે શાથી ઉત્પન્ન થઈ હતી, કેવી હતી વગેરે સમજી શકશો. મોટા મોટા સમર્થ પુરુષોને પણ આ અવિદ્યાએ પરવશ બનાવીને જેર કરી દીધા છે, માટે તો આ અવિદ્યાને નાશ કરવાના યત્નમાં જ લાગો (યો. સ્થિ૦ ૦ ૪૧ જુઓ).
બધ થતાં સુધી આત્મતત્ત્વ સમજાવવાની યુક્તિ ભગવાન કહે છે: હે અર્જુન! આમ જ્યાં સુધી અદ્વૈત એવા શુદ્ધ બોધનો ઉદય થતું નથી ત્યાં સુધી માયાનો અંગીકાર કરી જિજ્ઞાસુને આત્મસ્વરૂપ સમજાવવાને માટે અનેક પ્રકારની યુક્તિઓને આશ્રય લેવો પડે છે, તે તે ઉપરના કથન ઉપરથી તારા ધ્યાનમાં સારી રીતે આવ્યું હશે જઆ માયાને જ અવિદ્યા, પ્રકૃતિ અથવા ક્ષેત્ર (વૃક્ષાંક ૩) કહે છે. તે તું સારી રીતે ધ્યાનમાં રાખ. તેનું સ્વરૂપ સમજાવવાને માટે મેં અવ્યક્ત અને અહંકારાદિ ચોત્રીસ તત્ત્વો તથા ઈરછા પાદિવિકારો એવા પ્રકારની યુક્તિથી સમજાવ્યું છે જ્યારે ઋષિઓએ તેને જ વિવિધ પ્રકારની યુક્તિ અને મતો વડે સમજાવેલું છે, પરંતુ આ સર્વ યુક્તિઓ કિંવા મતો અજ્ઞાનીઓને સમજાવવા પૂરતા જ હોઈ તે મિયા એવી અવિદ્યાને દર્શાવતા હોવાથી તે પૈકી કોઈ ત્યાજ્ય નથી તેમ મા પણ નથી. હવે આ માયા કિંવા ક્ષેત્રને જાણનારા સાક્ષી કિંવા દ્રષ્ટાને જ ઈશ્વર કિંવા ક્ષેત્ર (વૃક્ષાંક ૨) કહે છે અને તે ઈશ્વર કિંવા ક્ષેત્રજ્ઞ એટલે વાસ્તવિક તો આત્મા (વૃક્ષાંક ૧) છે એમ સમજ વરતુતઃ આ ક્ષેત્ર તથા સેલ્સ બંનેને જે અભિન્ન રૂપે દેખે છે તે જ ખરો દેખતે સમજો. સર્વશક્તિમાન અનંત અને અદ્વિતીય એવો જે ચેતન્ય કિંવા આત્મસ્વરૂપ હું (દક્ષાંક ૧) તે જ આ સર્વેમાં રહેલો છે એમ જે જાણે છે તે જ ખરે નાની સમજવો. આધિઓ તથા વ્યાધિઓના ભય વડે ઉગ પામનાર તથા જન્મ, જરા અને મરણુવાળે આ દેહ હું નથી પરંતુ હું તે આત્મા છે એમ જે વિવેકવડે જાણે છે તે જ ખરો વિચક્ષણ બુદ્ધિમાન સમજો. મારો વિસ્તાર ઉપર, નીચે, આમ, તેમ ઇત્યાદિ બધે વ્યાપેલે છે, મારાથી બીજા કોઈ છે