________________
ગીતાદેહન ] આત્મસાક્ષાત્કારથી રહિત અજ્ઞાની મનોનિગ્રહ વિનાના હોય છે. [ ૬૭ કાંઈ પણ સંભવતું જ નથી અને જે બ્રહ્મથી જુદું કાંઈ ઉત્પન્ન થયેલું છે એમ માનવામાં આવે છે તે પણ બ્રહ્મ જ છે તથા એમ માનનારે પોતે પણ બ્રહ્મરૂપ જ છે. બ્રહ્મતત્વ વિના બીજું કાંઈ પણ લેવું સંભવતું જ નથી. જે કાંઈ આ જગતદિરૂપ દશ્ય છે તે સર્વ બ્રહ્મ જ છે, એમ સમજવું એ જ વાસ્તવિક છે.
સ્વરૂપને નિશ્ચય થાય ત્યાં સુધી જ દૈતયુક્તિઓની જરૂર હોય છે હે મહાબુદ્ધિશાળી! ઘણો ખરે આવા પ્રકારને સિદ્ધાંત જ્યારે તારી બુદ્ધિમાં ઠસી જશે ત્યારે જ તું આત્મતત્વનાં સૈદ્ધાંતિક રહસ્યો સમજવાને શક્તિમાન થઈશ, અને તમામ શંકાઓથી મુક્ત થઈ નિઃશંક બનીશ. પરંતુ જ્યાં સુધી તેવાં સૈદ્ધાંતિક રહસ્ય સમજી ન શકે ત્યાં સુધી આ દૈતાદિની મિયા કલ્પના કરીને તેને સમજાવવામાં આવશે, જે વાસ્તવિક રીતે સાવ મિથ્યા જ છે. માયા આદિ કઈ પણ બ્રહ્મથી ભિન્ન નથી છતાં જ્યારે તને આ સતરૂપ વિષયનું અજ્ઞાન મટી જશે, ત્યારે સધળા રહયે સંપૂર્ણ રીતે તારા જાણવામાં આવશે. જેમાં રાત્રિના અંધારાનો ક્ષય થતાં જ સ્થાવર જંગમ જગત સ્પષ્ટ રીતે જોવામાં આવે છે તેમ મિથ્યા પદાર્થોનો બાધ થાય ત્યારે જ એ બ્રહ્મતત્ત્વ યથાર્થ રીતે જાણવામાં આવે છે. હે વત્સ! જ્યારે અજ્ઞાનથી દષિત થયેલી દષ્ટિ વડે સઘળી દિશાઓમાં વિસ્તીર્ણ થયેલું આ સધળું જગત જે તારા જોવામાં આવે છે તેને તેના અજ્ઞાન સહિત જ્યારે નાશ થશે ત્યારે નિર્મળ દર્પણ જેવા અને વારતવિક સત્યતાવાળા નિર્મળ એવા તે પરમપદમાં તને અખંડ નિર્મળતા જ જણાશે, એમ નિઃસંશય સમજ (યો સ્થિ૦ ૦ ૪૦, બ્લેક ૧૬ થી ૩૯).
બેધને ઉદય થતાં સુધી મિથ્યા માયાને અંગીકાર કરે પડે છે પ્રશ્નઃ પરમાત્મા અનંત છે, તે કઈ પ્રમાણોના માપમાં આવે તેવું નથી, તે પૂર્ણ છે, એક છે, સર્વદા સ્વય પ્રકાશ છે, તે તેમાં આ માપમાં આવી શકે એવા દશ્યજગતની કલ્પના જ શી રીતે સ ભવે? ઉત્તર : હે વત્સ! આ બ્રહ્મ છે અને આ માયા છે, એવી મિથ્યા કપનાઓ પણ વાસ્તવિક બ્રહ્મરૂપ જ છે, પરંતુ જ્યાં સુધી શિષ્યને સાચો બોધ થાય નહિ ત્યા સુધીને માટે તેને ખરા માર્ગે ચઢાવવાના ઉદ્દેશથી બ્રહ્મના એક દેશમાં માયા છે તથા તે માયાથી બ્રહ્મમાં આ સઘળું જગત થયું છે, એવા પ્રકારની ક૯િષત અને મિથ્યા વા કપોળકલ્પિત વાત કરવી પડે છે. આવી કપોળકલ્પિત વાતો અને યુક્તિઓ જ અજ્ઞાનીઓને અકલ્પિત એવી સાચી વસ્તુનું ભાન કરાવી આપે છે. પરંતુ જ્યારે તું સત્ય અને અત્યંત નિમળ એવા પરબ્રહ્મને જાણશે ત્યારે તને માયાની કિંવા જગતની કાંઈ પણ ગરબડ આત્મસ્વરૂપમાં કદાપિ પ્રતીત થશે નહિ. માયા તથા તેનું કાર્ય જગત અવિદ્યમાન હોવા છતાં પણ હજુ સુધી તારા મગજમાં તેના અસ્તિત્વના વિચારો ઘુમ્યા કરે છે એટલે આ બધું જગત સ્પષ્ટ દેખાય છે છતાં તે નથી એમ કેમ કહેવાય એ રીતનો સંશય જે તારા મનને ગુંચવ્યા કરે છે તે ટાળી નાખી તારા મનમાં સાચી સમજણુ ઠસાવવાને માટે માયા અને તેના કાર્ય૨૫ આ દયાદિ જગત એટલે શું, તેનું વિવેકદ્વારા સાચું સ્વરૂપ સમજાવવાની જરૂર છે અને તેથી જ તે સમજાવવાને માટે મારે આ સત છે અને આ અસત વા મિથ્યા છે એવો ક૯િ૫ત શાસ્ત્રપ્રપંચ કરવો પડે છે કેમ કે તને હજુ બ્રહ્મમાં ભેદ હોવાની શંકા થયા કરે છે,
પ્રક્રિયારૂપ મિથ્યા યુક્તિની જરૂર સામાન્યતઃ એવો નિયમ છે કે જ્યાં સુધી દૈતનો અધ્યાપ સમજાયો ન હોય ત્યાં સુધી તેને અપવાદ પણ સમજી શકાય નહિ તેથી અધ્યારોપ એટલે શું, તેની સ્પષ્ટતા કરવાને માટે જ બ્રહ્મમાં માયા તથા તેનું કાર્ય જગત હવા વિષેને મિથ્યા વાપ્રપંચ શાસ્ત્રકારોએ ઉઠાવેલો છે, અને મેં પણ તેનું જ અવલંબન કરેલું છે. જ્યાં સુધી જ્ઞાનની પરિપકવતા થતી નથી ત્યાં સુધી કાચા શિષ્યની પાસે પ્રક્રિયારૂપે આવી કલ્પિત વાત કર્યા વિના છૂટકે જ થતું નથી; જો કે વિદ્વાને એટલે જીવન્મુક્તોની દષ્ટિથી માયા કિંવા તેનું કાર્ય જગત ઇત્યાદિ કાંઈ છે જ નહિ. આત્મામાં માયા, વાસના, કર્મ કે કલ્પના કાંઈ પણ છે જ