________________
ગીતાદહન ] બુદ્ધિમાનો તે આ ઇકિયાદિ બધું વતઃ આત્મરૂપ છે એમ જાણે છે. | ૬ર૫ કારણુત જ ગણેલાં છે. આમાં ભગવાને હું ૨૫ પ્રકૃતિ (વૃક્ષાંક ૩)ને સમાવેશ અવ્યક્ત (કક્ષાંક ૪)માં જ કરેલ છે. જ્ઞાનશક્તિ, ક્રિયાશક્તિયુક્ત પ્રકૃતિપુરા (વૃક્ષાંક ૫) તથા મહાપ્રાણ કિવા સુત્રાત્મા (કક્ષાંક ૬) અને મહત્તવ (વૃક્ષાંક ૭)ને સમાવેશ અહંકાર (વક્ષાંક ૮)માં જ કરેલો છે. આ અહંકારમાંથી ઉત્પન્ન થતા ત્રણ પેટા ભેદ અધિદેવ (વૃક્ષાંક ૬), અધ્યાત્મ (કક્ષાંક ૬) અને અધિભૂત (ક્ષાંક ફ્ર)ના અંતર (પેટા)માં આવેલાં તો પૈકી દશ ઇંદ્રિયો તથા તેના સ્થાનકે (વૃક્ષાંક ૮/૮/ગ) તથા પાંચ મહાભૂતો તથા તેની તન્માત્રા (રક્ષાંક ૮/૯/૬) એમ બે જ ભેદ પાડેલા છે. તેમ જ તમામ અધિદેવતાઓ કિંવા કર્તા (વક્ષાંક ૮/૭/ગ)નો સમાવેશ મન (દક્ષાંક૧૧)માં જ કરેલો હેઈ ચિત્ત તથા તેના દેવતા ક્ષેત્રનું (વૃક્ષાંક ૯)ને બુદ્ધિ (વૃક્ષાંક ૧૦૦માં જ સમાવેશ કરેલ છે. તેમ જ હિરણ્યગર્ભ કિંવા વિષ્ણુના નાભિકમળ વૃક્ષાંક ૧૨)નો સમાવેશ પણ મન (કક્ષાંક૧૧)માં જ કરે છે. આ રીતે ભગવાને કાર્ય તથા મહાકારણ સૂષ્ટિને ઉપરનાં તત્તવોથી સંક્ષેપમાં વર્ણવેલી છે; તેમ જ ઇચ્છા, પ, સુખ, દુઃખ, ચેતના એટલે પ્રાણીમાત્રને વ્યાપારમાં પ્રવૃત્ત કરાવનારી શક્તિ તથા વૈર્ય એટલાં તત્તવોને સંધાત યાને સમુદાય એ બધા કારણ, મહાકારણ પ્રકૃતિના વિકારો હોઈ તે વિકારોનો આશ્રય લઈને જ આ કાર્યસૃષ્ટિ એટલે સમષ્ટિ બ્રહ્માંડરૂપ કાર્ય ઉત્પન્ન થાય છે. કાર્યકારણમાં કારણ જ મુખ્ય હોવાથી બ્રહ્માંડાદિ તેના કાર્યનો સમાવેશ કારણતત્ત્વમાં જ ભગવાને અત્રે કરેલો છે, એમ સમજવું. આ મુજબ વ્યવહારમાં જેને વિકારવાનું કહે છે, એવા ક્ષેત્રનું સ્વરૂપ સંક્ષેપમાં તને કહેવામાં આવ્યું, પરંતુ વાસ્તવિક તો તે આત્મસ્વરૂપ જ છે, એમ નિશ્ચિત સમજ,
અખંડ બ્રહ્મમાં વિકારની કલ્પના શી રીતે સંભવે? ભગવાન આગળ કહે છે કે: હે પાર્થ ! વળી તું કદાચ એમ કહેશે કે આ બધું અખંડ અને એકરસાત્મક એવું બ્રહ્મતત્વ જ છે અને તેને જ ભિન્ન ભિન્ન પ્રકારે ઋષિઓ, વેદો તથા બ્રહ્મસૂત્ર વર્ણવે છે તથા આપે પણ મને એ પાંચ મહાભૂત, તેની પાંચ તન્માત્રા, દશ ઈદ્રિયો, તેના દશ વિડ્યો, એક મન, બુદ્ધિ, અહંકાર અને અવ્યક્ત એવાં ચોત્રીસ કારણત તથા ઇરછી, દ્વેષ, સુખ, દુ:ખ, ચેતના, ધિય એ સર્વને સંધાત એ સાત વિકારો મળી કુલ એકતાલીસ તાવડે સમજાવ્યું છે. બ્રહ્મ તે અખંડ અને પૂર્ણ છે; તે તેમાં કારણાદિ ત તથા વિકારો કેમ સંભવે? તે સંબંધે હું તને શાસ્ત્રને નિર્ણય કહું છું. આ સંબંધે પાછલા અધ્યાયોમાં પણ વખતો વખત કહેવામાં આવ્યું છે , (અધ્યાય ૨ થી ૫, ૭, ૮ જુઓ) છતાં જ્ઞાનની પરિપકવતાને માટે ફરીથી કહું છું તે સાંભળ.
પરમાત્મામાં વિકાર કયાંથી સંભવે ? પરમાત્મા અખંડ અને પૂર્ણ છે તો પછી તેમાં પ્રદેશનું હોવાપણું સંભવે જ કેમ? પરમાત્મામાં વિકાર તથા બીજા પદાર્થોનું સંક્રમણ એટલે બીજાપણાની ભાવનાનો પ્રવેશ શી રીતે ઘટે?
કાર્યકારણની પરંપરા કેવળ અજ્ઞાનીઓને સમજાવવા પૂરતી જ છે ઉત્તરઃ છવની અને બ્રહ્મની એકરૂપતા જ છે; વાસ્તવિક રીતે દૈત બિલકુલ છે જ નહિ, પરંતુ આ વિષયમાં શિષ્યોની બુદ્ધિને વ્યુત્પન એટલે તેઓ આત્મતત્તવ સમજવાને માટે સમર્થ બને એવી બનાવવાને માટે આ આત્મપ્રદેશમાં મલિન થવા આદિ વ્યવહાર શાસ્ત્રમાં કપેલ છે, તે કેવળ યુતિરૂ૫ હેઈ સમજાવવા પૂરતો જ છે, માટે વરસ્તુતઃ કશે વિરોધ છે જ નહિ. જગત બ્રહ્મનિમિત્તથી ઉત્પન્ન થયું છે તથા બ્રહ્મરૂ૫ ઉપાદાનથી થયું છે ઇત્યાદિ વચનોની રચના તો અજ્ઞાનીઓને જ્ઞાન થવાને માટે શાસ્ત્રમાં કહેવામાં આવેલી છે. તે તે ફક્ત યુક્તિરૂપ હોઈ વ્યવહારદષ્ટિ સમજાવવા પૂરતી જ છે, પણ વાસ્તવિક નથી. વિકારીપણું, અવયવો, દિશાઓ તથા પ્રદેશ ઇત્યાદિ પ્રકારે છે કે પ્રત્યક્ષ દેખવામાં આવે છે ખરા છતાં પણ તેઓ આત્મસ્વરૂપમાં સંભવતા નથી. પરમાત્મામાં ચૈતન્યની કલ્પના વિના બીજી કોઈ કલ્પના છે જ નહિ અને થશે પણ નહિ. આમ છે તો પછી કાર્ય શબ્દનો અર્થ તથા બીજી પણ વ્યવહાર સંબંધી વાતો અને કહપનાઓ તેમાં કયાંથી
૦.
-
- ૧