________________
૬૨૪] આત્મચિમનોકુફ્ર મોવાડુમનીષિનઃ . [ સિદ્ધાન્તકાષ્ઠ ભ૦ ગીવ અ૦૧૩/૭
ક્ષેત્રક્ષેત્રનું સ્વરૂપ કહું છું તત એટલે જેને તેએવા પદ વડે સમજાવવામાં આવે છે તે અનિર્વચનીય કિંવા આત્મસ્વરૂપ એવું જે આ ક્ષેત્ર યાદફ અર્થાત આ દશ્ય જેવું અને જેવા વિકારવાળું હોય તેમ જ તેને જાણનાર ક્ષેત્રજ્ઞ જેવા પ્રભાવવાળો હોય તે સંક્ષેપમાં કહું છું તે સાંભળ. તાત્પર્ય, ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞ એ બંને વાસ્તવિક તે આત્મસ્વરૂપ જ છે છતાં તેવો બોધ જેમને થયેલો હેતો નથી તેવા અજ્ઞાનીઓને માટે જે આ તમામ દક્ષ્યરૂપ ક્ષેત્ર જેવું છે, જેવા વિકારવાળું છે તથા જેવા પ્રકારે જોવામાં આવે છે, તે જેથી ઉપર્યું છે તેમ જ તે અર્થાત ક્ષેત્રજ્ઞ જે સ્વરૂપે ભાસે છે અને જેવા પ્રભાવવાળો છે તે સર્વે હું તને સંક્ષેપમાં કહું છું.
ऋषिभिर्वहुधा गीत छन्दोभिर्विविधैः पृथक् । ब्रह्मसूत्रपदैश्चैव हेतुमद्भिर्विनिश्चितैः ॥५॥
ઋષિઓએ જુદે જુદે રૂપે અનેક પ્રકારે વર્ણવેલું આત્મતત્ત્વ આના એટલે બ્રહ્મસ્વરૂપના પૂલ વર્ણન સંબંધમાં ઋષિઓએ જુદે જુદે અનેક પ્રકારે નિરૂપણ કર્યું છે, વેદોએ નાના પ્રકારે વિવેકથી ગાયું છે અને સાક્ષીભાવમાં સ્થિત રહીને સમજાવનારા અને બ્રહ્મસ્વરૂપ તથા કેવળ અનિર્વચનીય એવા બ્રહ્મપદને જ નિશ્ચિત ભાવ બતાવનારા ઉપનિષદોમાં પણ આ બધું બ્રહ્મરૂપ જ છે એ મુજબ અનેક પ્રકારે કહેવાયું છે. તાત્પર્ય એ કે, આ અનિર્વચનીય એવા આત્મપદને સમજાવવાને માટે ભિના ભિન્ન પ્રકારના યુક્તિવાદો વડે શાસ્ત્રકારોએ આ બધું બ્રહ્મસ્વરૂપ જ છે, એ રીતે સમજાવવાને માટે અનેક પ્રકારની યુકિતઓ દ્વારા તેનું વર્ણન કરેલું છે (મતિની ભિન્નતાના ઉદ્દેશ સંબંધમાં અધ્યાય ૨ પૃષ્ઠ ૧૭ર તથા અધ્યાય ૯ માં વિરતૃત વિવેચન કરવામાં આવેલું છે તે જોવું ), પરંતુ હું તને આ ક્ષેત્રનું સ્વરૂપ ટૂંકમાં કહું છું.
महाभूताम्यहङ्कारो वुद्धिरव्यक्तमेव च । । इन्द्रियाणि दशैक् क पञ्च चेन्द्रियगोचराः ॥६॥ इच्छा द्वेषः सुखं दुःखं सातश्चेतना धृतिः। एतत्क्षेत्र समासेन मुविकारमुदाहृतम् ॥७॥
વિકારવાળા ક્ષેત્રનું સ્વરૂપ પાંચ મહાવ્રતો તેની પાંચ તન્માત્રા, દશ ઈન્દ્રિયો, તેના વિષયો તથા અહંકાર બુદ્ધિ અને અવ્યક્ત એ કારણત તેમ જ ઈચ્છા, દ્વેષ, સુખ, દુઃખ, ચેતના, ધૈર્ય, ઇત્યાદિ સંધાલુકા વિકારવાળું આ બધું ક્ષેત્ર કહેવાય છે, જે તેને સંક્ષેપમાં કહ્યુંઃ જેમ પ્રકૃતિનું સ્વરૂપ સમજાવનારા શાસ્ત્રવિદોએ અનેક પ્રકારનાં ભિન્ન ભિન્ન તરોની સંખ્યા વડે તેને સમજાવેલું છે, જેનું વર્ણન પ્રથમ વખતો વખત (અધ્યાય ૨ પૃષ્ઠ ૧૫૫ થી ૧૫૮) આપવામાં આવેલું જ છે તે કેવળ યુકિતરૂપ છે. તે યુક્તિઓને અર્થ ફકત આત્મા વા બ્રહ્મનું સાચું જ્ઞાન કરી આપવું એટલે જ હેવાથી તેની બુદ્ધિને વિચાર કરી દેઈ એ વિસ્તારપૂર્વક તથા કેટલાકેએ તેને સંક્ષેપમાં સમજાવ્યું છે. તે બધી યુક્તિએ સયુક્તિક હે ઈ તેમાં જેમ તત્વોને પરસ્પર એક બીજામાં સમાવેશ થઈ જાય છે, તેમ ભગવાને અને માયા વા પ્રકૃતિને જ ક્ષેત્રરૂપે વહેલી હેઈ તેમાં પાંચ મહાભતો, તેની તન્માત્રા, દશ ઇંદ્રિયો અને તેના વિષયો તથા બુદ્ધિ, અહંકાર અને અવ્યકત, એટલાં