________________
દરર ] વિશાળ ન્યાકુવા ગુજરાન ! [ સિદ્ધાન્તકાષ્ઠ ભ૦ ગી- અ. ૧૩/૪ ત્યારબાદ તે જ્ઞાનશક્તિ અને ક્રિયાશક્તિયુક્ત એવા અર્ધનારીનટેશ્વર(વૃક્ષાંક ૫) રૂપે બને છે. પશ્ચાત્ મહાપ્રાણ (વૃક્ષાંક ૬), મહત્તત્ત્વ (વૃક્ષાંક ૭, અહંકાર દેવો દ્ધ (વૃક્ષાંક ૮), ચિત્ત દેવતા ક્ષેત્રજ્ઞ (વક્ષાંક ૯), બુદ્ધિ દેવતા બ્રહ્મા (વૃક્ષાંક ૧૦), મન દેવતા ચંદ્ર (વૃક્ષાંક ૧૧), વિષ્ણુનું નાભિકમળ કિંવા હિરણ્યગર્ભ (રક્ષાંક ૧૨), બ્રહ્મદેવ (રક્ષાંક ૧૩) તથા તેણે રચેલું ચૌદ લેકથી વ્યાપેલું વિરાટ પુરુષના સ્કૂલ દેહરૂપ એવું આ બ્રહ્માંડ; એ રીતના વિસ્તારરૂપે ક્રમે ક્રમે ક્ષણમાત્રમાં પ્રતીત થઈ જાય છે. પરંતુ આ બધું વાસ્તવિક રીતે તે આત્મરિવરૂપ જ હેય છે. આ રીતે ઈશ્વર (વક્ષાંક ૨) પોતે પોતાની ઈક્ષિણશક્તિ વડે જે પ્રકૃતિ (વૃક્ષાંક ૩) ના સત્વ, રજ અને તમ ગુણેના ક્ષોભને પામી તેને જે ક્રમે આ બધે વિસ્તાર ૩ થી ૧૫ ૪) થવા પામેલો છે તે વિરાટ સ્વરૂપ જ ભગવાનનું શરીર કહેવાય અને તેને જ ક્ષેત્ર કહેવામાં આવે છે તથા તેને જાણનાર સાક્ષી, દ્રષ્ટા કિંવા પ્રેરક ઈશ્વર (વૃક્ષાંક ૨) એ જ ક્ષેત્રજ્ઞ કહેવાય છે એમ જાણુ.
ઈશ્વર ક્ષેત્રજ્ઞ તથા માયા વ્ર કેમ? શરીરમાં ત્રણ ભેદ છેઃ (૧) વ્યષ્ટિ શરીર, (૨) સમષ્ટિ શરીર (બ્રહ્માંડ) અને (૩) વિરાટ વા મહત શરીર. આ ત્રણમાં વ્યષ્ટિ શરીરાભિમાની તે જીવ, સમષ્ટિ શરીરાભિમાની તે ક્ષેત્રજ્ઞ (વૃક્ષાંક ૯) અને મહત યા વિરટ શરીરનો અભિમાની કિંવા સર્વનો સાક્ષી વા દ્રષ્ટા તે ઈશ્વર (વૃક્ષાંક ૨) એવી સંજ્ઞા વડે કહેવાય છે. વારતવિક ઈશ્વર જ ખરે ક્ષેત્રજ્ઞ છે, કેમકે વિરાટના શરીરમાં જ સમષ્ટિ અને સમષ્ટિમાં આવેલા તમામ વ્યષ્ટિ, એ રીતે બંનેમાં આવેલા તમામ શરીરને સમાવેશ થઈ જાય છે; જેમ મનુષ્ય કહેતાંની સાથે જ તેમાં હાથપગાદિ તમામ અવયવોનો સમાવેશ અનાયાસે જ થઈ જાય છે તેમ મહત કિંવા વિરાટશરીર કહેતાંની સાથે જ તેમાં અનેક વ્યષ્ટિ જીવો સહિત તમામ સમષ્ટિ ને સમાવેશ અનાયાસે જ થઈ જાય છે. આથી આ ઈશ્વર (વૃક્ષાંક ૨) એ જ ખરે ક્ષેત્રનું હાઈ પ્રકૃતિ, માયો કિંવા અવિદ્યા અને તેને તમામ વિસ્તાક મહત યાને વિરાટશરીર (વૃક્ષાંક ૩ થી ૧૫ શ સુધીનો) હોઈ તેને જ ક્ષેત્ર કહે છે. આથી “ શારીરમ્' એટલે આ શરીર કે જે મેં તને વિરાટ દર્શન વખતે બતાવ્યું હતું તે ક્ષેત્ર કહેવાય અને તે શરીરને જાણવાવાળો એવો છે તેનો દ્રષ્ટા, સાક્ષી કિંવા ઈશ્વરરૂપ શુદ્ધ હું (વૃક્ષાંક ૨) એ ક્ષેત્રજ્ઞ છે, એમ વિધાના કહે છે; એ પ્રમાણે ભગવાને અત્રે સ્પષ્ટ રીતે કહ્યું છે. આ ક્ષેત્રજ્ઞ એવો ઈશ્વર પોતે જ પોતાના સંકલ્પવશાત ક્ષેત્રરૂપે બનેલો છે. ક્ષેત્રક્ષેત્રજ્ઞ સંબંધે શાસ્ત્રમાં પણ નીચે પ્રમાણે નિર્ણય છે.
ક્ષેત્રજ્ઞ જ સંકલ્પવશાત વિકારરૂપ એવા આ ક્ષેત્રરૂપે બનેલું છે હે મહાગાહે ! દેશ, કાળ અને ક્રિયાઓ વડે ઘેરાયેલું તથા કલ્પનાઓને લીધે પિતાને પરિચ્છન્ન એટલે મર્યાદિત માનતું, હું રૂપ માયા કિંવા પ્રકૃતિને સાક્ષી શુદ્ધ હું વા ઈશ્વર (વૃક્ષાંક ૨) રૂ૫ એવું જે આત્મચેતન્ય તે જ ક્ષેત્રજ્ઞ કહેવાય છે (વૃક્ષાંક ૨) તથા ક્ષેત્ર એ તેના શરીર એટલે મહતરૂપ માયા, પ્રકૃતિ વા વિરાટદેહ (રક્ષાંક ૩ થી ૧૫ ૬ સુધી)નું નામ છે. તે ક્ષેત્ર પોતાના તમામ શરીર એટલે ક્ષેત્રને તેમ જ તેની અંદર તથા બહારના સમગ્ર પદાર્થોને જાણે છે, અર્થાત તે માયારૂપ પ્રકૃતિના આત સર્વ વિસ્તારને જાણે છે તેથી તેને એ તમામને દ્રષ્ટા કિંવા સાક્ષી પણ કહે છે. એવું તે આત્મચેતન્ય જ ક્ષેત્રજ્ઞ, સાક્ષી, ઈશ્વર (વૃક્ષાંક ૨) કહેવાય છે. આ ક્ષેત્રજ્ઞ (વૃક્ષાંક ૨) સૌથી પ્રથમ હું છું એવી દઢ કલ્પનાઓથી એટલે માયારૂપ હુ' (વૃક્ષાંક ૩) એવી રફુરણા વડે કલંકિત થઈને, ક્રમેક્રમે તે પોતે જ મહાપ્રાણ કિંવા છત્રાદિ (વૃક્ષાંક ૬) તથા મહત્તત્વ (વૃક્ષાંક ૭) આદિ ભાવોને પ્રાપ્ત થઈ, ત્યારબાદ અહંકારપણાને પ્રાપ્ત થાય છે (જુઓ વૃક્ષાંક ૮). આ અહંકાર નિશ્ચયાત્મક ક૯૫નાઓ વડે કલંકિત થઈ સત્ત્વાદિ રૂપે અધિદેવ, અધિભૂત તથા અધ્યાત્મ ઇત્યાદિ લેવાનો નિર્ણય કરી લે છે તથા પછી તે ક્રમે ચિત્ત કિંવા નારાયણ (રક્ષાંક ૯) અને બાદ બુદ્ધિપણાને પ્રાપ્ત થાય છે (વૃક્ષાંક ૧૦). બુદ્ધિ સંકલ્પવિકથી કલંકિત થઈને મનપણાને પ્રાપ્ત થાય છે (વૃક્ષાંક ૧૧), મન ધીરે ધીરે ગાઢ વિકલ્પવાળું બની પછી જાણે ભૂલ ઇન્દ્રિયપણાને પ્રાપ્ત થતું હોય એમ પ્રથમ હિરણ્યગર્ભ વૃક્ષાંક ૧૨) તથા પછા સમષ્ટિના કર્તારૂપ બની પોતાના જ સ્કૂલ શરીરરૂપ એવા ખંડને ભેદીને બ્રહ્મદેવરૂપે