________________
૬ર૦ ] ૩ તુ સારાિં વિદ્ધિ મનઃ પ્રઘટ્ટમેવ ચ n . [ સિદ્ધાન્તકાષ્ઠ ભ૦ ગી. અ૧૩/૨
શું સર્વ શાસ્ત્રોને હેતુ અતિતત્ત્વ સમજાવવાનું છે? આ વિવેચન ઉપરથી સિદ્ધ થાય છે કે, જે આ બધું દેખાય છે તેવું જ હોય તો પછી શાસ્ત્રોની કિંવા સમજાવનારાઓની કશી પણ જરૂર રહેતી નથી. જેઓ “આ છે ખરું, પણ તમે કહે છે તેવું નથી, પરંતુ હું કહું છું તેવું તે છે', એમ કહેવા માગે તેવું કહેવું એ તો કહેનારના મનની એક ઊર્મિ વા તરંગ છે એમ જાણો. આથી તેવું કહેનારો કંઈ શ્રેષ્ઠ ગણાશે નહિ પરંતુ દુરાગ્રહી જ ગણાય. કેમ કે લોકેાએ આ જગતાદિને પોતપોતાના મન વડે કપી લીધેલું હોય છે તેવું તેણે પણ હું સમજું છું તેવું તે છે, એમ પિતાની ક૯૫ના વંદે માની લીધેલું હોય છે. પરંતુ એ બંને અનુભવ વગરના લુખા તર્કવાદીઓ જ ગણાય. માટે તર્ક કરવા તે પણ અપૌરુષેય એવા ઉપનિષદના આધારે જ અને તેણે બતાવેલી પદ્ધતિ પ્રમાણે જ કરવા જોઈએ, એવો નિયમ છે. મનમાં આવ્યું તે કહું છું, અંતરનો અવાજ છે તેથી કહી રહ્યો છું, એ રીતે કહેવું એ તે દંભ જ કહેવાય. માટે જ્યાં સુધી આત્માનું પરોક્ષજ્ઞાન થયેલું હોતું નથી ત્યાં સુધીને માટે પ્રથમ પ્રકૃતિપુરાના વિવેકદ્વારા આત્માનો સંપૂર્ણ નિશ્ચય કર્યા પછી વેદાંતશાસ્ત્રના ધોરણે તેનો ઐકયભાવ સમજી લેવું જરૂરી છે. આમ જ્યારે આત્માનું સારી રીતે પરોક્ષજ્ઞાન થયું એટલે પછી તમામ શાસ્ત્રોનો ત્યાગ કરી અંતરંગમાં તેને અભ્યાસ કરીને તદાકારતા પ્રાપ્ત કરી લેવી જોઈએ. આમ કરવાથી આત્માનો અપરોક્ષ અનુભવ એટલે સાક્ષાત્કાર થાય છે. ઉદ્દેશ એ કે, દૈત સમજાવનાર શાસ્ત્રકાર તથા શાસ્ત્રોને હેતુ જિજ્ઞાસુઓ અંતે અદ્વૈત એવું પરોક્ષજ્ઞાન મેળવી કતાર્થ થાય એ જ હોવો જોઈએ અને એ જ સાંખ્ય, યોગ, ન્યાય, વેદ સમસ્ત શાસ્ત્રોનો સાર છે, કપિલાદિ દવેત્તા સર્વે મહર્ષિઓએ આ ઉદ્દેશ ધ્યાનમાં લઈને જ સમજાવ્યું છે. પરંતુ જેઓએ આ રીતે વેદના સાચા તાત્પર્યાને નહિ સમજતાં પોતે પોતાના દુરાગ્રહ વડે સમાને મત બાંધી દીધો હોય એવા અનુભવ વગરના લુખા તર્કવાદીઓ નાસ્તિક કહેવાય અને વેદાંતદષ્ટિએ તે કપલ કણુદાદિઓને પણ “તમોએ પ્રથમ વૈતનો સ્વીકાર કર્યો છે; પછી ભલે તે ગમે તે ઉદ્દેશ વડે હેય પરંતુ આત્મામાં દૈતબુદ્ધિને અંગીકાર કરવો એ પણ તેને દૂષણ સમાન છે,” એમ કહીને આત્માનું પરોક્ષજ્ઞાન થયા બાદ સિદ્ધાંતિક રીતે તે મને પણ ત્યાગ કરવા જણાવ્યું છે. અર્થાત વેદાંતના અનુભવીઓની દષ્ટિએ આત્મામાં કંઈ છે એવો સહેજ પણ સ્વીકાર કરવામાં આવતો નથી. આમ ક્રમે ક્રમે ઉચ્ચ કોટિનું જ્ઞાન મહર્ષિઓએ રવાનુભવયુક્ત તથા અપૌરુષેય શાસ્ત્રના આધાર સાથે જગતમાં લોકકલ્યાણની દૃષ્ટિએ પ્રગટ કરેલું છે. જે તને પ્રથમ પણ પ્રસંગવશાત કહેવામાં આવેલું છે.
प्रकृति पुरुषं चैव क्षेत्र क्षेत्र मेव च । एतहेदितुमिच्छामि ज्ञान क्षेयं च केशव ॥१॥
પ્રકૃતિપુરુષ, ક્ષેત્રક્ષેત્રજ્ઞ તથા જ્ઞાનય કહો ભગવાન શ્રીકૃષ્ણનું ઉપર મુજબનું અપૂર્વ વચન સાંભળીને અર્જુનને પ્રશ્ન કરવાની ઇચ્છા થઈ. તેણે કહ્યું ભગવન! આપે કહ્યું કે હું સારી રીતે સમજે, વળી મારા તમામ સંશો નષ્ટ થયા છે, છતાં બોધની પરિપકવતાને માટે જાણવાની ઇચ્છા થાય છે, તે આપ કૃપા કરીને મને કહે કે હે કેશવ! પ્રકૃતિપુરુષ તથા ક્ષેત્રક્ષેત્રનું તેમ જ જ્ઞાન અને સેય એટલે શું? તે જાણવાની મારી ઇચ્છા છે. આપે છે કે પ્રથ પરંતુ બોધની પરિપકવતાને માટે વિસ્તારથી સમજવાને ઈચ્છું છું.*
જ કેટલીક ગીતાઓમાં આ કલાક નથી તેવા કેટલાક તેને પ્રક્ષિપ્ત-પાછળથી ઉમેરી દીધેલે અંથવા ક્ષેપક કહે છે. ગીતામાં ક સંખ્યા ૭૦૧ થાય છે તેવા ભયથી આને ક્ષેપક ઠેરવ ગ્ય નથી. સર્વસામાન્ય વેદાંત સમજાવવાને એ નિયમ છે કે, પ્રશ્નના ઉત્તરમાં જ તે સમજાવવામાં આવે છે. પ્રશ્ન વગર આ વિષય સમજાવવાનું ભગવાનને શું પ્રયોજન હોય તેથી અને તે આવશ્યક હોઈ ગ્રાહ્ય છે,
'ક