________________
ગીત લોહન '
નિશ્ચિત શરીરને રથ અને આત્માને જ રથારૂઢ સ્વામી જાણ.
[ ૬૧૯
વ્યવહારમાં પણ નિયમ જેવામાં આવતો નથી. જેમ સ્વમ, દોરી ઉપર થયેલે સાપને ભ્રમ, મૃગજળ વગેરે જોવામાં તો આવે છે પરંતુ તે વાસ્તવમાં હોતાં નથી તેથી તેને વ્યવહારમાં પણ ભ્રમ વો ભાસ કહે છે. તેની રીતે જ મનુષ્યને આત્મજ્ઞાન થઈ જ્યારે આ જગતના સાચા સ્વરૂપનું જ્ઞાન થાય છે, ત્યારે તે પોતે પડ્યું આત્મસ્વરૂપ બની જાય છે, તેમ આ તમામ જગત તથા તેમાંને ચાલતે સર્વે વ્યવહાર એ એક દીર્ધકાળનું સ્વપ્ન હતું અને તે તદ્દન મિથ્યા જ હતું એવો પ્રત્યક્ષ અનુભવ આવે છે. જાગ્રત થતાં જેમ સ્વપ્નને બાધ થઈ જાય છે તેમ જ અદ્વૈત એવા આત્મપદને અનુભવ થતાં જ આ તમામ દસ્પાદિભાવોનો બોધ અનાયાસે જ થઈ જાય છે.
જે જેવું દેખાય છે તેવું હોય તે પછી બેધની શી જરૂર છે? ભગવાન કહે છેઃ હે અર્જુન! તું. જો કે, હું એટલે આ શરીરધારી કૃણુ નહી પરંતુ ચરાચરમાં વ્યાપક એવો આત્મા છે, એમ મેં તને મારા સાચા સ્વરૂપના જ્ઞાન સંબંધમાં વખતો વખત કહ્યું હતું અને તેને વારે તેને અનુભવ આવ્યો ત્યારે જ તે તારી જાણમાં આવ્યું કે આ દેખાય છે તેવા કૃષ્ણ નથી પણ ચરાચરમાં વ્યાપક એવા અત્મા જ છે. વળી તે માર' આટલું મોટું વિરાટ સ્વરાપ આ બધા અઢાર અક્ષૌહિણી સન્યની વરચે જોયું પરંતુ તે બીજા કોઈના પણ જોવામાં આવ્યું નહિ. ફક્ત સૂકમ દષ્ટિવાળા જ મને ? આત્મસ્વરૂપ છે એવી રીતે ઓળખે છે, પરંતુ અન્ય સર્વેની દષ્ટમાં તે હું એક સાધારણ શરીરધારી કુણ અને તારા મામાનો દીકરો જ છું, એવી માન્યતા પ્રચલિત છે. જે આ બધું જ તાદિ દશ્ય અને મારું સાચું સ્વરૂપ તને દેખાય છે તેવું જ હતું તે પછી તને હું એટલે દેખવામાં આવું છું તે કુણું નથી પણ આત્મા છે એવો બોધ વખતો વખત આપવાની શી જરૂર હતી? આમ જે વરતુ જે રૂપમાં હોય તે રૂપમાં જ જે તે જોવામાં આવે તો પછી તેને માટે બેધ કિંવા વિચાર કરવાની જરૂર જ રહેતી નથી તથા શાસ્ત્રો અથવા શાસ્ત્રકારો તેમ જ અનેક પ્રકારના યુક્તિવાદોની પણ શી જરૂર છે એટલે સાચું સ્વરૂપ એક હાય અને જોવામાં કે સમજવામાં બીજા જ પ્રકારો આવે તે જ તેના મૂળસ્વરૂપનું જ્ઞાન કરી આપવાને માટે અનેક પ્રકારની યુકિતઓનો આશ્રય લઈ સમજાવવામાં આવે છે. આ રીતે સર્વ ચરાચર અત એવું એક આત્મતત્વ જ વ્યાપેલું છે ભિન્ન ભિન્ન અનેક રૂપે ભાસતું આ તમામ દસ્ય જાળ મૃગજળની જેમ કિવા દેરી ઉપર ભાસનારા સર્ષની પડે સાર મિયા છે, એવા પ્રકારે તે અદ્વૈત એવું આત્મતત્વ જ અનેક પ્રકારની યુક્તિઓનો આશ્રય લઈ મહર્ષિવર્યોએ સમજાવેલું છે. તેવી શાસ્ત્રમાન્ય યુક્તિઓ પિકી દૈતભાવનાવાળાઓને તેમની કૅત ભાવનાની દષ્ટિનો અંગીકાર કરીને પ્રકૃતિપુરષ કિંવા ક્ષેત્રક્ષેત્રફૂના વિવેકદ્રારા સાંખ્યશાસ્ત્રકારે સમજાવવાનો પ્રયત્ન કરેલો છે. સર્વસાધારણું લોકોને માટે તે યુક્તિવાદ સર્વમાન્ય હાઈ અત્યંત સુગમ છે. આ સિવાય વૈશેષિક, ન્યાય, યોગ, મીમાંસા વગેરે શાસ્ત્રના પ્રણેતા ક્રમે કણાદ, ગૌતમ, પતંજલિ, જૈમિનિ, વ્યાસ ઈત્યાદિકોએ પણ તે અદ્વૈત એવું આત્મતત્વ સમજાવવાનો પ્રયત્ન કરે છે, પરંતુ સર્વસામાન્ય લોકોને માટે તેઓએ બતાવેલા માર્ગે જરા કઠણ પડે છે, પણ સાંખ્ય શાસ્ત્રકારે બતાવેલી પ્રકૃતિપુરુષની યુક્તિ દ્વારા જયારે આમ અને અનાત્મ વસ્તુને સારી રીતે વિવેક થાય છે ત્યારે આત્મસ્વરૂપના નિશ્વય માટે તે બધાં શાસ્ત્રો અતિ ઉપયોગી નીવડે છે, ત્યાર બાદ તેને આત્મા અદ્વૈત કેમ તેનું ભાન થાય છે તથા પછી વેદાંત સિદ્ધાંતના ઉપનિષદો દ્વારા અદ્વૈત એ એક આત્મા જ સર્વત્ર કેવી રીતે વ્યાપેલે છે, તેનું પરોક્ષજ્ઞાને થઈ તે નિશ્ચય થાય છે, ત્યાર પછી તે વેદાંતની વિવર્તયુક્તિ કિંવા અજાત યુક્તિ વડે અપક્ષજ્ઞાનના અભ્યાસને માટે પ્રયત્ન આરંભે છે તથા છેવટે તેના તમામ સંશયો છેદાઈ તે આત્મસ્વરૂપની સાથે તદાકાર બની અદ્વૈતપદને સાક્ષાત અનુભવ કરીને જીવમુક્ત બની જાય છે.*
- સાંખ્યમત તથા વેદાંતની એકવાક્યતા શી રીતે છે, ભિન્ન ભિન્ન મતાને ઉદ્દેશ એક આત્મતત્વનું પ્રતિપાદન કરવું એ જ એક કેવી રીતે છે તથા અભ્યાસ કેવી રીતે કરો ઇત્યાદિ સંબંધમાં વિસ્તારપૂર્વક વિવેચન પ્રકૃતિપુરુષના વિવેક સાથે સમજૂતીને માટે પ્રથમ વૃક્ષસહ આપવામાં આવેલું છે તે જુઓ આત્મસ્વરૂપના નિર્ણય સંબંધમાં અધ્યાય ૨, લેક ૩૯, પાનાં ૧૫૧ થી ૧૬૪, સંખ્યા અને સાંખ્ય પાનાં ૧૪૭ થી ૧૫, વેગ પાનાં ૧૬૫ થી ૧૬૭, વિવર્ત અને અજત તથા આત્મવિશ્રાંતિના અભ્યાસક્રમને માટે પાનાં ૧૬૭ થી ૧૬૯ તથા કિરણાંશ ૨૨ જુએ. સાંખ્ય' પ્રકૃતિપુરુષને વિવેક સમજવા માટે પાછલા અધ્યાયમાં પણ પ્રસંગવશાત વખતેવખત વિવેચન આપેલું છે તે જોવું.