________________
ગીતાદેહન ]
જેઓ યજ્ઞાદિ કમીને અત્યુત્કૃષ્ટ અક્ષર બ્રહ્મના સેતુરૂપ સમજે છે;
[ ૬૨૫
૧૫ ૬ સુધી) પોતે પોતામાં જ અનંતરૂપે વિસ્તારી તેમાં તે પોતે જ જાણે મર્યાદિત જેવો થઈ રહે તે હેય તથા સુખદુઃખાદિ ભેગે ભોગવતે હાય અને અનેક જન્મમરણાદિ અનુભવી રહ્યો હોય એવી રીતે માસે છે, તેમ જ વળી પાછા-તમામ વિષયોને પિતામાં જ એકરૂપે કરી જીવન્મુકિતનો અનુભવ લઈ મોક્ષ પ્રાપ્ત કરી લે છે.
શાને હેતુ આ રીતે પરમાત્મા પોતે જ અજ્ઞાની તથા જ્ઞાની બની પોતામાં જ રહેલો આ સુખદુઃખાદિરૂપ સંસાર કે જે સ્વરૂપથી કિંચિત્માત્ર પણ ભિન્ન નથી, તેને પોતે જ પોતામાં અનંતરૂપે વિસ્તાર કરીને વળી પાછો તેને એક રૂપે પોતામાં જ સમેટી લે છે. આમ આ બધું અત એવા પરમાત્માથી અભિન્ન એવું એકરસાત્મક તવ જ સર્વત્ર વ્યાપેલું છે, તે અનિર્વચનીય છે. જે આ અનિર્વચનીય નવ છે તે તત્વ જ આ સર્વનું સાચું સ્વપ હોઈ તે એકરૂપ હોવા છતાં પોતે જ પોતાને મિથ્યાશ્રમ વડે બે રૂ૫ માની લઈ, અજ્ઞાન વડે દુ:ખરૂપે પોતે જ પોતામાં પ્રતીતિ લેતા રહે છે. તેમાંથી નિવૃત્ત કરીને તેઓને પોતાના સાચા સ્વરૂપનું ભાન કરાવવાના ઉદેશથી પ્રવૃત્ત થવું એ જ તમામ શાસ્ત્રોનો મૂળ હેતુ છે. આવો સ્તુત્ય હેતુ નજર સામે રાખીને શાસ્ત્રની ઉત્પત્તિ થવા પામેલી છે, તે પૈકી આ મિથ્યા અને રપૂલ એ આડંબર ભાસવાને આરંભ થશે એટલે વિરાટપઘની ઉત્પત્તિ થઈ તે સાથે જ આ સર્વ આડંબર વન કિવા મૃગજળવત મિથ્યા છે, એવા પ્રકારનું ભાન કરાવી આપનાર વેદ પણ ઉત્પન્ન થયા છે અને ત્યાર પછી વિરાટ પુરપના રડ્યૂલ દેહના અભિમાની આ વિશ્વ કિવા સમષ્ટિની ઉત્પત્તિકાર સ્વરૂ૫ભૂત અને અનાયાસે જ ઉત્પન્ન થયેલા બ્રહ્મદે, આ વ્યષ્ટિ જીવાળી બ્રહ્માંડરૂપ ધૂકે સૃષ્ટિની રચના કરોળિયાની લાળની જેમ પોતે પોતામાંથી જ કરી તેમાં ચૌદલેક રજ્યા છે અને તે સર્વમાં અંતે મનુષ્ય યોનિ ઉત્પન્ન કરેલી છે અને તેમાં આ બધું આત્મસ્વરૂપ જ છે, એવા પ્રકારનું સાચું જ્ઞાન ગ્રહણ કરવાની બુદ્ધિ હોવાનું જોઈ તેને ઘણે જ આનંદ થયો, તેથી તેણે પોતા સાથે સ્વયં ઉત્પન્ન થયેલ વેદોનું સાચું જ્ઞાન આપી પોતાના માનસપુત્ર વસિષ્ઠ, નારદ, સનકુમાર ઈત્યાદિ અનેક મહર્ષિ, દેવર્ષિ તથા રાજર્ષિઓને તે જ્ઞાનની પ્રસૃતિને માટે આ ભૂતળમાં મનુષ્યલોકમાં જ્ઞાનના પ્રચાર અર્થે મોકલ્યા (આ જ્ઞાન જગતમાં કેવી રીતે આવ્યું તે સંબંધમાં અધ્યાય ૪ બ્લેક ૧ થી ૩ માં વિવેચન આપેલું છે તે જુઓ). તેઓએ કાળ, દેશ અને મનુષ્યબુદ્ધિને વિચાર કરીને યજ્ઞાદિ ભિન્ન ભિન્ન કર્મોથી માંડીને છેક આત્મસ્વરૂપ સુધી આ લોકમાં તે જ્ઞાનને વિરતાર કર્યો. તે જ્ઞાનવિસ્તારના મૂળ ચૌદ પ્રથાનો છે (ચૌદ પ્રસ્થાનો જ્યાં તે માટે અધ્યાય ૨, પૃષ્ઠ ૧૬૧ ની ટિપ્પણમાં કહેવામાં આવ્યું છે તે જુઓ). આ ચૌદ પ્રથાનો એ જ જ્ઞાનવિસ્તારનાં મૂળ સાધનો છે. આ વિદ્યાનાં ચૌદ પ્રસ્થાનોમાં બતાવેલા ધોરણે જ લોકોમાં મની બુદ્ધિનો વિચાર કરીને અધિકારવશાત જ્ઞાન આપવામાં આવે છે. આ રીતે આ અપૌરુષેય એવા વેદોને જ્ઞાનસ્વરૂપે જગતમાં વિસ્તાર થવા પામ્યો છે, જેથી આ ચૌદ પ્રસ્થાનના આધાર સિવાયનું જે જ્ઞાન તે અવિદ્યા કહેવાય છે. અર્થાત વિદ્યાને હેતુ તો અંતે જે વડે અદ્વૈત એવા આત્મસ્વરૂપનો સાક્ષાત્કાર થાય એવા ઉપાય બતાવવાનો જ છે અને તેટલા માટે જ આ વિદ્યાના પેટમાં જેને સમાવેશ થાય છે એવાં વિદ્યાનાં ચૌદ પ્રરથાને (ઉપદે સહ અઢાર)ને વિસ્તાર જગતમાં સર્વત્ર પ્રસરેલ છે.
જગતમાં શાસ્ત્રને વિસ્તાર કેમ થાય ? આ રીતે શાસ્ત્રનો શુદ્ધ હેતુ ધ્યાનમાં રાખી લોકોને પ્રતીત થનારા આ દૈતશ્રમમાંથી એટલે જોવામાં આવતી આ બેપણદિની ભાવનામાંથી નિવૃત્ત કરીને આ બધું કેવળ શુદ્ધ અને ચૈતન્ય એવા એક આત્મસ્વરૂપ જ છે. એટલું જ નહિ પરંતુ આ પોતાને મિથ્યા સંક૯૫ વડે ધતભાવથી માનનારાઓ પોતે પણ શુદ્ધ આત્મસ્વરૂપ હોવા છતાં અમો જુદા છીએ એવું મિથ્યાભ્રમ વડે માની બેઠા છે. તે અધ્યાસમાંથી તેમને પોતાના શહ એક સ્વરૂપમાં લઈ જવામાં આવે છે, તેઓ બિચારા પોતાની જ અજ્ઞાનતા વડે જે અનેક પ્રકારનાં મિથા દુઃખ ભોગવીને તથા વિષયપાશમાં ફસાઈને વિઝાના કીડાની જેમ તેમાં સબડી રહ્યા છે, તેમાંથી તેને