________________
૬૧૪ ] યઃ સેતુરીગાનાનામક્ષ ત્રણ ચમ્ [ સિદ્ધાન્તકાડ ભ૦ ગીવ અ૦ ૧૩
તે જ હું છે જે કેવળ ચૈિતન્યમાત્ર છે, રવતઃસિદ્ધ અને અનિર્વચનીય એવું પરમપદ છે તે જ સંસારના સારરૂપ છે. સર્વના સારપણાને પામેલે એ નિઃશેષ અવસ્થામાં સ્થિત રહેલે આત્મા એ જ ખરે દેવ છે અને એ જે પૂર્ણદેવ તે જ “હું” છે.
દેવ ક્યાં છે? હે મુનિ: આ ચૈતન્યરૂ૫ આત્મદેવ કેઈથી દૂર નથી તેમ જ કેઈને દુર્લભ પણ નથી. તે તે સર્વદા દેહમાં, આકાશમાં અને સર્વત્ર સર્વમાં રહે છે. એ દેવ જ સઘળું કરે છે, એ જ સઘળું ભોગવે છે, એ જ સઘળું ધારણ કરે છે, એ જ જાય છે અને એ જ નિઃશ્વાસ લે છે. એ દેવ જ પ્રત્યેક અંગ પ્રત્યંગને જાણે છે અને સર્વ પણ એ જ છે.
પરમાત્મામાં બેપણું છે જ નહિ જેમ પત્થરમાંથી તેલ નીકળતું નથી તેમ ચિતન્યસ્વરૂપ પરમાત્મામાં દ્રષ્ટા, દર્શન અને દશ્ય; જ્ઞાતા, જ્ઞાન અને ય; કર્તા, કરણ અને કાર્યનું પ્રમાતા, પ્રમાણ અને પ્રમેય; બાધા, બુદ્ધિ અને બોધવ્ય; મંતા, મન અને મંતવ્ય; હું, તું અને તેપણું; નામ ૨૫૫ણું; &અદ્વૈતપણું; સ્વદેડ કિંવા અન્ય દેહપણું; વિધિ કિંવા નિષેધપણું; શૂન્ય અશન્ય, દોષ અદેષ, વસ્તુ અવસ્તુ, ધર્મ અધર્મ, સુખ દુઃખ, ખંડ અખંડ ઇત્યાદિ કાંઈ પણ બંધ નથી. આ સર્વવ્યાપક ચૈતન્ય એ જ માત્ર એક અદ્વિતીય, નિર્વિકલ્પ, પરમ, સર્વથી પર, અતિસ્વચ્છ, સૂર્યાદિ પ્રકાશને પણ મહાપ્રકાશ આપનાર સ્વયંપ્રકાશ એવું પરમ સંવિત રૂ૫ છે (જુઓ ગવાસિષ્ઠ મહારામાયણ નિર્વાણ પૂર્વાર્ધ સર્ગ ૩૦ થી ૪૦, અને તે ફક્ત ટૂંક સાર આપે છે).
આ વિવેચન ઉપરથી સાચા ભક્તિમાર્ગની કલ્પના આવી બેટ દુરાગ્રહ શ્રી જિજ્ઞાસુઓ સાચી ઉપાસના કરવા પ્રેરાશે તેમ જ ભક્તિમાર્ગ એટલે દૈત ભાવના જ રાખવી એવા પ્રકારમો દુરાગ્રહ તે તદ્દન નિરર્થક જ છે, એટલું જ નહિ પરંતુ તેવા દુરાગ્રહીએ તો ભક્ત નહિ પરંતુ દાંભિક જ ગણાય અને તેવા પ્રચાર કરનારાઓ પણ મૂઢ ગણુશે એવું પ્રત્યક્ષ ભગવાનને જ કહેલા કથન ઉપરથી તથા શાસ્ત્રના આધારો ઉપરથી સારી રીતે જાણી શકાશે,
અધ્યાય ૧૩મે
શાસ્ત્રને ઉદ્દેશ છે? ભગવાને કહ્યું કે હે પાર્થ! આ તમામ અત એવા આત્મસ્વરૂપ જ છે, તેથી ભિન્ન કાંઈ છે જ નહિ એ રહસ્ય વિસ્તારપૂર્વક તને સાંખ્ય (જ્ઞાન) માર્ગ, યોગમાર્ગ તથા ભક્તિમાર્ગ દ્વારા સારી રીતે સમજાવ્યું, તેમ જ તેવા એજ્યભાવને અનુભવ કેવી રીતે થઈ શકે છે, તે સંબંધમાં કરવાને અભ્યાસક્રમ પણ તને કહેવામાં આવ્યો. આ પરમ નિર્વાણુરૂપ એવું આત્મતત્વ એ વાસ્તવિક તે પોતાનું જ સ્વરૂપ છે, પિતાના રવરૂપથી ભિન્ન એવું બીજું કાંઈ છે જ નહિ, છતાં કોળિયો જેમ પોતે જ પોતામાંથી મેં દ્વારા લાળ બહાર કાઢીને તેનું જાળું બનાવે છે તથા તેને પોતાનું ઘર સમજીને તેમાં જ રહે છે અને જ્યારે તેને તે સ્થાન છોડવાની ઈચ્છા થાય છે ત્યારે પોતે જ ઉત્પન્ન કરેલા તમામ જાળાને ખાઈ જઈ પિતામાં જ પાછું વિલીન કરી દે છે; આ રીતે આ કોળિયો પોતે જ પોતામાંથી અનેક તંતુઓને ઉત્પન્ન કરીને તેમાં પોતે જ રમમાણ થાય છે તથા વળી પાછો તે તમામને પોતે જ સફાચટ કરીને પુનઃ પિતામાં જ સમેટી લે છે. આ રીતે તે પોતે ખેલ કરતો રહે છે, જાળું વગેરે તમામ વસ્તુતઃ તેનાથી કિંચિત્માત્ર પણ ભિન્ન હત નથી તેમ પરમાત્મા પોતે જ આત્મસ્વરૂપ કિંવા સ્વરૂપભૂત એવી આ તમામ દશ્ય જાળ (વૃક્ષાંક ૨ થી.