________________
૬૧૨]
વઘા રે ત્રિવિજેતા .
[ સિદ્ધાન્તકાષ્ઠ ભ૦ ગી- અ૦ ૧૨/૨૦.
બનાવવાં, યજ્ઞયાગાદિ કરવા વગેરે ઉદ્યમો ક્રમે ભક્તિમાર્ગમાં નિષ્ઠા થવા પૂરતા જ છે. આ બધાં આરંભનાં સાધનો હોઈ તે જે નિષ્કામ રીતે એટલે સંસાર પૈકી કોઈપણ વાસનાની ઈચ્છા નહિ રાખતાં કરવામાં આવે તો તે થકી ચિત્તશુદ્ધિ થઈ શકે છે, માટે તે કર્મો સર્વત્ર એક ઇષ્ટદેવની ભાવના રાખીને કરવાં અને પછી તેને કૃણાર્પણ કરવા અથવા તે કર્મ કરતા પૂર્વે જ તેને કઠણાર્પણ કરવાં, અર્થાત પ્રથમથી જ નિષ્કામ બની જવું. આ રીતે જયારે તેની પૂર્ણ તૈયારી થાય છે એટલે તેની ચિત્તશુદ્ધિ થવા પામે છે અને ચિત્તશુદ્ધિ થઈ એટલે તે સત્પષના ઉપદેશને લાયક બને છે ત્યારબાદ સેવા વગેરે દ્વારા તેમને પ્રસન્ન કરીને તે આત્મસ્વરૂ૫નું સાચું જ્ઞાન સમજી લે છે. એ જ્ઞાન પરોક્ષ હોય છે. પરોક્ષજ્ઞાન થયા બાદ તે સદ્દગુરુએ બતાવેલા સર્વાત્મ યા નિઃશેષભાવના સતત અભ્યાસવડે તેમાં નિશ્ચલ બને છે. આમ જ્ઞાનમાં નિશ્ચલતા થઈ એટલે ધ્યાતા અને ધ્યેય એ બે સિવાય તેને બીજું કાંઈ જણાતું નથી. એ રીતે જ્યારે ધ્યાનની પણું પરિપકવતા થાય છે એટલે યાતા અને ધ્યેય પણ એકરૂપ થઈ જાય છે. આવી તપતા થાય ત્યારે જ ધ્યાનની પરિપકવતા થઈ એમ જાણવું. આમ તે ભક્ત અને ભગવાન એવા વિભક્ત એટલે જુદાપણામાંથી મુક્ત થઈ ભક્ત એટલે એકરૂપ બને છે. આ મુજબ ઐકયભાવ થતાં જ તે તદ્દન નિષ્કામ બની જાય છે. તેને કર્મ તથા તેનાં ફળ, સાથે તલભાર પણ સંબંધ હોતો નથી, એ રીતે કૃતકૃત્ય અને જ્ઞાતય બનેલ જીવન્મુક્ત પુરુષ અંતરરહિત એટલે ઐકયરૂપ એવી અનંતર કિવા રવાભાવિક શાંતિને પ્રાપ્ત થાય છે. આ સ્થિતિ પ્રાપ્ત થયેલે જ ખરો ભક્ત કહેવાય. ભક્ત સંજ્ઞા આને માટે જ આપવામાં આવેલી છે. આ સ્થિતિ પ્રાપ્ત થાય ત્યારે જ ભક્તિમાર્ગની કક્ષા પૂર્ણ થઈ એમ જાણવું. જ્ઞાનની પરિપક્વતા તે જ ધ્યાન એમ જે ઉપર કહેવામાં આવ્યું છે તે વખતે ભક્તિમાગી આ સગણુ ઉપાસકને પિતાના ઈષ્ટના સગાણ સ્વરૂપે સાક્ષાત દર્શન થાય છે. અને ત્યારબાદ ધ્યાનની પણ પરિપકવતા થતાં તે ભગવાનના નિર્ગુણ સ્વરૂપ સાથે તદાકાર બની જાય છે તથા અખંડ એવી નિર્વાણ શાંતિને પામે છે. આ સ્થિતિની પ્રાપ્તિ માટે જ આ બધું કરવાનું હોય છે. આમ આદિથી અંત સુધી ભક્તિમાર્ગના અંગે ઉપાંગો સહિત સગુણ નિર્ગુણને અભ્યાસક્રમ શ્રીકૃષ્ણ ભગવાને અને સંક્ષેપમાં કહેલો છે. વરતુતઃ આત્મા, પરમેશ્વર કે ભગવાન ઇત્યાદિમાં બિલકુલ ભેદ નથી. ફક્ત નામ માત્રનો જ ભેદ છે. છતાં મંદ કોટિના અધિકારીઓ કે જેઓ જ્ઞાન (સાંખ્ય) માર્ગ પ્રમાણે નિત્યનિય વિવેક સમજવાને શક્તિમાન હેતા નથી, તેવાઓને વિવેક થતાં સુધી આ ભક્તિમાર્ગનું અવલંબન કરવાનું કહેવામાં આવેલું છે. ઉપર મુજબની પરમભક્તિવડે પ્રસન્ન થયેલા પરમેશ્વર ક્રમે અંતઃકરણની શુદ્ધિ થતાં જ વિવેકરૂપ દૂતને મોકલી આપે છે તેથી એ જિજ્ઞાસુને સ્વસ્વરૂપનું સાચું જ્ઞાન પ્રાપ્ત થાય છે. આ સંબંધે શાસ્ત્રમાં નીચે મુજબનું વિવેચન આપવામાં આવેલું છે.
પરમેશ્વર તે જ આત્મા છે વ્યવહાર કે સંસારપ્રપંચ પૈકી કઈ પણ પ્રકારની વાસના કિવા ઇચ્છા નહીં રાખતાં નિરંતર લાંબા કાળ સુધી કરેલી નિષ્કામ એવી પરમભક્તિવડે પ્રસન્ન કરાયેલા પરમેશ્વર પરમ દુર્લભ એવા મેક્ષિપદને આપે છે. વસિષ્ઠજીના કથન ઉપરથી શ્રીરામચંદ્રજીએ પૂછયું: હે મુને ! ઈશ્વર કેણુ અને તેને ભક્તિ વડે શી રીતે પ્રસન્ન કરાય તે કહેવસિષ કહે છેઃ હે રામ! ઈશ્વર કાંઈ દૂર નથી અને બહુ દુર્લભ પણ નથી. મહાજ્ઞાનમય એવો સ્વતઃસિદ્ધ પિતાનો જે આત્મા એ જ પરમેશ્વર છે. આ સર્વે તે ચિપ એવા આત્માને અર્થે જ છે. તેનાથી જ થયેલું છે. તે પોતે જ સર્વરૂપ અને સર્વત્ર ભરપૂર છે. સર્વેની અંદર બહાર પણ તે જ રહેલો છે અને એ જ સર્વમય છે. સર્વદા સર્વના આત્મરૂપ એવા એ ચૈતન્યરૂપ પરમેશ્વર તત્વને નમસ્કાર હે! જેમ પવનમાંથી ગતિ થાય છે તેમ સર્વને કારણરૂપ એ ચૈતન્ય તત્વમાંથી સ્વાભાવિક રીતે જ આ સર્વ સૃષ્ટિ, પ્રલય આદિ ઉત્પન્ન થાય એમ ભાસે છે. નિરંતર આ સર્વ સ્થાવર જંગમ છવ જાતિઓ યથરછ પૂજન સામગ્રી અર્પણ કરીને તેની જ પૂજા કરતા રહે છે. જ્યારે ઘણાં વર્ષો સુધી પોતે પોતાની મરજી પ્રમાણે કેવળ એવા એ એક પરમેશ્વર પ્રાપ્તિની ઇચ્છા વડે તેનું પૂજન કરવામાં આવે છે ત્યારે જ તે