________________
ગીતાદેહન .
આ આત્મા પ્રવચન વડે કે
પિ૮૭
જ સર્વ કર્મોને અર્પણ કરવા જણાવ્યું છે, તે તે આપે અવ્યક્ત એવા અક્ષર સંબંધમાં કહ્યું કે, આપના વ્યક્ત રવરૂપની ઉપાસના સંબંધે કહ્યું, તેનો રસ્પષ્ટ બોધ મને થતો નથી; માટે કહે કે, આ પ્રમાણે સતતયુક્ત એટલે નિરંતર આપનામાં જ યુક્ત થએલા જે ભક્ત હંમેશાં આપની જ ઉપાસના કરે છે એટલે જે આપના વિના બીજું કાંઈ જોતા જ નથી, જે હંમેશાં વ્યક્ત એવા આપના ધ્યાનમાં જ પરાયણ થએલા છે તે ભક્તિમાં તથા જે અક્ષરની અવ્યક્ત ભાવે ઉપાસના કરે છે એટલે આત્મામાં અહેમમાદિ દશ્યજાળ છે જ નહિ, એ રીતે ઉપાસના કરે છે તે બંને પકી યોગવિત્તમ અર્થાત યોગ જાણવાવાળ! અતિશય કુશળ એવા કોણ ગણાય? ઉદ્દેશ એ કે, અક્ષરની અનહમ ભાવે નિર્ગુણ ઉપાસના કરનારા તથા તમારી સર્વાત્મભાવે સગુણ ઉપાસના કરનારા એ બે પૈકી શ્રેષ્ઠ ઉપાસક કાણું કહેવાય ? જે કે યોગ શબ્દ અષ્ટાંગયોગને માટે વ્યવહારમાં વધુ પ્રચલિત છે પરંતુ યોગ શબ્દ વાસ્તવમાં સાંખ્ય(જ્ઞાન) ભક્તિ તથા અષ્ટાંગયોગ એ બધાને માટે શાસ્ત્રોમાં વપરાયેલો છે.
અવ્યક્ત ઉપાસના શ્રેષ્ઠ કે વ્યક્ત સારાંશ એ કે, જે પ્રમાણે જ્ઞાનમાર્ગમાં આ હું નથી, તે હું નથી ઇત્યાદિ નિઃશેષ ભાવની ઉપાસના કિવા આ હું, તું, તે, આ, મારું, તારું, ઇત્યાદિ સર્વાત્મભાવની ઉપાસના કરવામાં આવે છે તેમ ભક્તિમાર્ગની અંદર પણ નિર્ગુણ તથા સગુણ એમ બે પ્રકારની ઉપાસના થઈ શકે છે. (૧) અક્ષર બ્રહ્મની ( રૂપે ) જે ઉપાસના તે જ નિર્ગુણ કિંધા અવ્યક્ત ઉપાસના છે તથા (૨) પિતાના દેવ જ ચરાચર સર્વત્ર વ્યાપેલા હોઈ તેમના સિવાય બીજું કાંઈ છે જ નહિ એવા પ્રકારની પોતે એકનિષ્ટ ઉપાસના કરવી તે સગુણ અથવા વ્યક્ત ઉપાસના કહેવાય. આ રીતે ભક્તિમાર્ગમાં પણ ઉપાસનાના બે ભેદો પડી શકે છે. એ બે ભેદે મને તો જ્ઞાનમાર્ગની ઉપાસના કરતાં કિંચિત્માત્ર પણ ભિન્ન જણાતા નથી છતાં તેમાં જેમ “આ નહિ” “આ નહિ” એવી નિરાસરૂપ કિંવા સંન્યાસરૂપની ઉપાસના કરવા કરતાં સર્વ આત્મરૂપ જ છે.” એવા પ્રકારની સર્વાત્મભાવરૂપ ત્યાગ કિંવા કર્મયોગની ઉપાસના જ સામાન્ય વ્યવહારમાં વધુ સરળ અને શ્રેષ્ઠ છે એમ આપે કહ્યું છે. તે ભક્તિમાર્ગની એ બે ઉપાસના પિકી અક્ષરબ્રહ્મની નિર્ગુણ એવી અવ્યક્ત 'ઉપાસના શ્રેષ્ઠ સમજવી કે સગુણ એવી વ્યકત ઉપાસના શ્રેષ્ઠ ગણુની ? જે ભક્ત અક્ષર એવાં અવ્યક્ત ( વૃક્ષાંક ૧ )નું જ નિત્યપ્રતિ ચિંતન કરે છે તથા જે વ્યક્ત એવા ઈશ્વરરૂપે આપવામાં હંમેશ યુક્ત થઈને નિરંતર આપ (વૃક્ષાંક ૨)નું જ ચિંતન કરે છે, તે બે પૈકી યોગવિદ્દ એટલે યોગમાં શ્રેષ્ઠ કાણુ ગણાય ! કારણ આપે પ્રથમ અક્ષર ઉપાસનાનું મહત્વ વર્ણવ્યું છે તથા નિરંતન મારામાં જ યુક્ત થા એમ વ્યક્તોપાસનાનું શ્રેષ્ઠત્વ પ્રતિપાદન કરેલું છે તે તે બે પૈકી એક પ્રકાર કયો? તે મને કૃપા કરીને કહે.
જ્ઞાનમાર્ગ તથા ભક્તિમાર્ગની ઉપાસનાને ભેદ અર્જુનને યોગ્ય પ્રશ્ન સાંભળીને ભગવાન સંતુષ્ટ થયા. તેમણે કહ્યું: હે વત્સ! તું ખરેખર બુદ્ધિશાળીઓમાં શ્રેષ્ઠ હોવાથી જ તને આજે મેક્ષ કરાવી આપનાર આ સુવિચાર ઉપન્ન થયો છે. હવે તારા પ્રશ્નોનો ઉત્તર કહું છું તે સાંભળ. તું જે સમજ્યો છે તે બરોબર છે. વાસ્તવમાં ભક્તિ કિંવા જ્ઞાનમાર્ગમાં કિંચિત્માત્ર પણ ભેદ નથી વળી નિશેષ વા વિલયનો અભ્યાસક્રમ તે જ નિર્ગુણ કિંવા અવ્યક્ત અક્ષરની ઉપાસના કહેવાય તથા સર્વાત્મભાવનો અભ્યાસક્રમ તે જ સગુણ કિંવા વ્યક્ત ઉપાસના કહેવાય. એ બંનેમાં જરા પણ ભિન્નતા નથી. એ વાત તદ્દન નિઃશંક છે. ભેદ તો ફક્ત નામનો જ છે. જે મેં તને પ્રથમ વખતે વખત કહેલું જ છે છતાં અજ્ઞાનીઓની દષ્ટિએ આ બેમાં શે ભેદ છે, તે તને વધુ સ્પષ્ટ રીતે કહું છું. જ્ઞાન માર્ગની અંદર બતાવેલા નિઃશેષ અભ્યાસક્રમમાં હું, તું, તે, આ, મારું, તારું, મને, તને યાદિ કઈ ભાવો છે જ નહિ એવા પ્રકારના નિશ્ચય વડે બુદ્ધિને તદ્દન શુદ્ધ અને નિર્મળ રાખવી પડે છે તથા અંતઃકરણમાં વૃત્તિનું ઉથાન થતાંની સાથે જ આત્મામાં કેઈપણ વૃત્તિનું ઉત્થાન વા અસ્તિત્વ જ કદી શકય નથી એ પ્રમાણે તેને તકાળ દાબી દેવી તથા વૃત્તિને જાણનાર પોતાનો પણ સાક્ષી ભાવ સહ વિલય કરવો પડે છે